Home »National News »Latest News »National» BJP Declares List Of 40 Star Campaigners For UP Election

UPમાં BJP સ્ટાર પ્રચારકોની યાદીમાં વરુણ ગાંધી-કટિયારના નામ નહીં

divyabhaskar.com | Jan 22, 2017, 14:25 PM IST

  • સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં વરુણ ગાંધીને જગ્યા આપવામાં આવી નથી. (ફાઇલ)
લખનઉ: યુપી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના પ્રથમ અને બીજા તબક્કાના સ્ટાર પ્રચારકોમાં વરુણ ગાંધી અને વિનય કટિયાર જેવા મોટા નેતાઓના નામ નથી. બીજેપીએ શનિવારે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી. આ યાદીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપરાંત સ્મૃતિ ઇરાનીનું નામ પણ છે. આ સિવાય મનોજ તિવારીને પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.
 
આદિત્યનાથ અને મેનકા ગાંધીના નામ યાદીમાં
 
- સ્ટાર પ્રચારકોમાં નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને ટોચના સ્થાને રાખવામાં આવ્યા છે.
- સ્ટાર પ્રચારકોની પહેલી યાદીમાં ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ, ઉમા ભારતી, મનોજ તિવારી, મેનકા ગાંધીને જગ્યા મળી છે.
- પહેલા બીજા તબક્કા માટે વરૂણ ગાંધી, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર જેવા મોટા નામોને યાદીમાં જગ્યા મળી નથી.
- સ્ટાર પ્રચારકોમાં 15 કેન્દ્રીય મંત્રી, 2 સીએમ, 2 પ્રદેશ અધ્યક્ષ, 8 સાંસદ, 2 ધારાસભ્ય અને 1 એમએલસી સામેલ છે.
- બસપાથી બીજેપીમાં સામેલ થયેલા લોકેશ પ્રજાપતિને પણ સ્ટાર પ્રચારકોમાં જગ્યા મળી છે.
- યાદીમાં બસપાથી આવેલા સાંસદ નરેન્દ્ર કશ્યપનું પણ નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે તેમના પર દહેજ માટે ઘરની વહુની હત્યા કરવાનો આરોપ છે.
- હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીમાં 4 વાર સાંસદ રહી ચૂકેલા અવતાર સિંહને યુપીમાં સ્ટાર પ્રચારકોમાં જગ્યા મળી છે.
 
આ છે BJP ના 40 સ્ટાર પ્રચારક
 
1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
2. અમિત શાહ
3. ગૃહમંત્રી રાજનાથ સિંહ
5. અરૂણ જેટલી
6. વૈંકૈયા નાયડુ
7. રામલાલ
8. સ્મૃતિ ઝુબીન ઇરાની
9. ઓમપ્રકાશ માથુર
10. કેશવપ્રસાદ મૌર્ય
11. કલરાજ મિશ્ર
12. ઉમા ભારતી
14. વસુંધરા રાજે સિંધિયા
17. યોગી આદિત્યનાથ
18. ડૉ. સંજીવ બાલિયાન
22. જનરલ વીકે સિંહ
24. સંતોષ ગંગવાર
25. શિવપ્રકાશ
26. સુનીલ બંસલ
27. રાજવીર સિંહ
28. કૌશલ કિશોર
29. મનોજ તિવારી
31. એસપી સિંહ બધેલ
32. હુકુમ સિંહ
33. ડૉ. રામશંકર કઠેરિયા
34. રવિકાંત ગર્ગ
35. ભૂપેન્દ્ર યાદવ
36. બી એલ વર્મા
37. મેનકા ગાંધી
38. નરેન્દ્ર કશ્યપ
39. અવતાર સિંહ ભડાના
40. લોકેશ પ્રજાપતિ 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BJP declares list of 40 star campaigners for UP election
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended