Home »National News »Latest News »National» Vandna Fights Non-Partisan Election In UP Assembly Election

લખનઉ: પૈસા બચાવી ચૂંટણીમાં ઊભી, ગામમાં સુવિધા ન આવે ત્યાં સુધી લગ્ન નહીં કરે

Bhaskar News, Lucknow | Feb 10, 2017, 01:55 AM IST

  • લખનઉ: પૈસા બચાવી ચૂંટણીમાં ઊભી, ગામમાં સુવિધા ન આવે ત્યાં સુધી લગ્ન નહીં કરે,  national news in gujarati
લખનઉ:ઉ.પ્ર. વિધાનસભા ચૂંટણીમાં એક વિદ્યાર્થીની વંદના શર્મા પણ ફતેહપુર સીકરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. તેણે પોકેટ મનીના પૈસા બચાવીને નામાંકન દાખલ કર્યું અને ઘરવાળાની જાણ બહાર ચૂંટણી પ્રચાર પણ કર્યો. ભાસ્કર સાથેની વાતચીતમાં વંદનાએ જણાવ્યું કે, ‘હું જીતું કે ન જીતું, પરંતુ સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી ગામમાં સ્કૂલ-મેડિકલ સ્ટોર ખુલતા નથી ત્યાં સુધી હું લગ્ન નહીં કરું’.
 
આગરાના ફતેહપુર સીકરી વિધાનસભા ક્ષેત્રના કિરાવલી તાલુકાના અકોલા બ્લોકના નાગલા બ્રાહ્મણની રેહવાસી વંદના શર્મા બીએ બીજા વર્ષની વિદ્યાર્થીની છે. વંદનાના પિતા રમેશ શર્મા ખેડૂત છે અને ભાઈનો પ્રોપર્ટીનો બિઝનેસ છે. વંદનાના ગામની આજુબાજુના ગામડાની હાલત ખરાબ છે. કોઈ મહિલા સાંજે 6 કલાક બાદ ઘરની બહાર નિકળી શકતી નથી. ગામમાં મેડિકલ સ્ટોર કે સ્કૂલ કંઈ પણ નથી.
 
ગામના વિકાસના મુદ્દાને લઈને જ 2015માં સરપંચની ચૂંટણીમાં વંદનાની ભાભી પણ ઊભી રહી હતી. વંદનાએ ભાભી માટે ફરી ફરીને પ્રચાર કર્યો હતો. મતદાનનો સમય આવ્યો ત્યારે ગામના દબંગ સરપંચે સરાજાહેર નકલી મતદાન કરાવ્યું. આંખો સામે નકલી મતદાન થતું જોઈને વંદનાએ વિરોધ કર્યો તો સરપંચે વંદનાને જાહેરમાં ધમકી આપી કે, હું સરપંચ છું અને હું જ રહીશ. બીજું કોઈ કંઈ કરી શકશે નહીં. વંદનાની ભાભી બીજા ક્રમે રહી અને માત્ર 100 વોટથી હારી ગઈ.
 
નકલી વોટને કારણે થયેલી હારથી વંદનાને ખુબ જ લાગી આવ્યું અને તેણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધી. એ જ દિવસથી વંદનાએ પોકેટ મની બચાવવાની શરૂઆત કરી દીધી અને વિધાનસભા ચૂંટણી સુધી તેની પાસે રૂ.40 હજાર જમા થઈ ગયા. ઘરવાળાનું બહાનું બનાવીને નોમિનેશન કરવા કલેક્ટર કચેરીએ પહોંચી તો વકીલ બ્રજેશ રાવતે પણ તેની ઠેકડી ઉડાવી અને જણાવ્યું કે, ‘યુવતી ચૂંટણી લડીને શું કરશે?’ વંદના જ્યારે પાછળ પડી ગઈ ત્યારે વકીલે નોમિનેશન કરાવ્યું.
 
વંદનાએ જણાવ્યું કે,મેં જ્યારે ખોટું બોલીને ચૂંટણી લડવા અંગે વિચાર્યું ત્યારે ઠપકો ખાવો પડશે એ તો ખબર જ હતી. જેટલું વિચાર્યું હતું એટલું જ થયું. બે દિવસ બાદ ઘરના લોકો પણ માની ગયા. વંદના જણાવે છે કે, એકલી યુવતીની કોઈ કિંમત કરતું નથી. યુવતીઓ લગ્ન બાદ સરળતાથી બહાર નિકળી શકે છે, પરંતુ કુંવારી યુવતીને આજે પણ ઘરની ચાર દિવાલમાં કેદ રાખવાનો પ્રયાસ થાય છે. હું અગાઉ બહાર નિકળતી ન હતી, પરંતુ મેં વિચાર્યું કે આ બધું વ્યવસ્થિત કેવી રીતે થશે. બસ, પછી મેં નક્કી કરી લીધું કે કંઈ કરવું છે અને આ કુપ્રથા બદલવી છે. હું જીતું કે ન જીતું, કોઈ પણ કિંમતે ગામનો વિકાસ કરાવીશ. આટલું જ નહીં જ્યાં સુધી ગામમાં સડક-કોલેજ અને ડોક્ટર નહીં આવે ત્યાં સુધી લગ્ન નહીં કરું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vandna fights non-partisan Election in UP Assembly Election
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended