Home »National News »Latest News »National» Uttrakhand News Pm To Hold 2 Election Rallies

જેમણે 70 વર્ષ સુધી દેશને લૂંટ્યો છે, તેમણે બધુંય પાછું આપવું પડશે: મોદી

divyabhaskar.com | Feb 12, 2017, 16:02 PM IST

  • ઉત્તરાખંડના શ્રીનગરમાં ચૂંટણી સભા સંબોધતા વડાપ્રધાન મોદી
દેહરાદૂન. દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડમાં 15 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદી આજે શ્રીનગરના GIT ગ્રાઉન્ડમાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં તેમણે ઉત્તરાખંડની હરિશ રાવત સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, આજે 12 ફેબ્રુઆરી છે, 12 માર્ચે વર્તમાન સરકાર ભૂતપૂર્વ થઈ ગઈ હશે. જે ચૂંટણી પરિણામો આવશે તે અભૂતપૂર્વ હશે. ઉપરાંત ટુરિઝમ બાબતે પણ વર્તમાન સરકારની ટિકા કરી હતી. સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું હતું કે, મારા દેશનો જવાન હવે પ્રહાર સહન નહીં કરે તે વળતો પ્રહાર કરશે.
70 વર્ષ સુધી દેશને લૂંટનારાઓેએ પાછું આપવું પડશે
 
પિથૌરાગઢની જાહેરસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જેમણે 70 વર્ષ સુધી દેશને લૂંટ્યો છે, તેમને હું છોડીશ નહીં. તેમણે બધુંય પરત આપવું પડશે. જ્યાં સુધી આ કામ પૂર્ણ ન કરું, ત્યાં સુધી જંપીને બેસીશ નહીં અને લૂંટારુઓને બેસવા પણ નહીં દઉં. હરદા ટેક્સ (મુખ્યપ્રધાન હરીશ રાવતનું ઉપનામ)ના કારણે વિકાસના કામો અટકી ગયા છે અને રાજ્યના વિકાસને માઠી અસર પહોંચી છે. 
 
અલગ ઉત્તરાખંડનો વિરોધ કરનારા રાજ્યના મુખ્યપ્રધાન
 
- ઉત્તરાખંડના શ્રીનગરના લોકો  આટલી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા આવ્યા છે. હું શ્રીનગરની જનતાને નમન કરું છું. ઉત્તરાખંડના લોકોએ મહિલાને રેલીમાં સૌથી આગળ બેસાડ્યા તે બદલ તેમને અભિનંદન
- રાજ્યમાં તીવ્રગતિથી ચૂંટણી આગળ વધી રહી છે. 12 માર્ચે આજે જે સરકાર છે તે ભૂતપૂર્વ બની જશે. વાજયેપી દેશને છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ એમ ત્રણ રાજ્ય આપ્યા.  
- અમે મરીશું પણ ઉત્તરાખંડ નહીં બનવા દઈએ તેવું વર્તમાન સરકાર કહેતી હતી. હાલના મુખ્યમંત્રીએ અલગ ઉત્તરાખંડની રચના ન થાય માટે અનેક ધમપછાડા કર્યા હતા. તે સમયે અહીંયા માતા-બહેનો પર બળાત્કાર, અત્યાચાર થયા હતા.એસપીના ખોળામાં બેસી ગઈ છે કોંગ્રેસ.  
 
કપાટ બંધ થયા પછી ટીવી પર જાહેરખબર કેમ?
 
 ભારત જ નહીં વિશ્વમાંથી અનેક લોકો ગંગામાં ડૂબકી લગાવવા, ચારધામની યાત્રા માટે આવવા માંગે છે. દરેક ભારતીય અહીંયા આવવા તત્પર હોય છે. અહીંયા એવી સરકાર છે જે બદરીનાથ, કેદારનાથના કપાટ બંધ થઈ જાય ત્યારે ટીવી પર જાહેરખબર આપે છે કે દર્શન માટે આવો. આમાં કોના રૂપિયા બરબાદ થાય છે?
 
ટુરિઝમનો વિકાસ બે બાબત પર નિર્ભર
 
 ટુરિઝમનો વિકાસ બે બાબત પર રહેલો છે. એક આવવાનું મન થાય બીજું રહેવાનું દિલ થઈ જાય. ટુરિસ્ટ જેટલી વધારે રાત રોકાશે તેટલો વધારે ખર્ચશે. પરિણામે તેટલી ઝડપથી અહીંયાની ઈકોનોમી વધશે.
 
યોગ ટુરિઝમ વિકસાવાશે
 
 વિશ્વમાં વધી રહેલા યોગના પ્રભાવ અંગે મોદીએ કહ્યું આજે સમગ્ર વિશ્વ યોગ તરફ આકર્ષાયું છે. 190થી વધારે દેશો યોગ અપનાવી રહ્યા છે. યોગ માટે સૌથી પહેલા હરિદ્વાર અને ઋષિકેશ દેખાય છે. રાજ્યમાં યોગ ટૂરિઝમનો પ્રોત્સાહન આપવાનું છે. એડવેન્ચર માટે ઉત્તરાખંડથી શ્રેષ્ઠ કોઈ જગ્યા નથી. અમે ઉત્તરાખંડને એવું બનાવી દઈશું કે બોલિવુડ અહીંની ગલીઓમાં શુટિંગ કરશે.
 
દરેક છોડમાં જડીબુટ્ટી
 
ઉત્તરાખંડમાં ભાજપ વિકાસ માટે વોટ માંગી રહી છે. ઉત્તરાખંડની ઈકોનોમી મહિલાઓ વધારી રહી છે.  અહીંયાનો દરેક છોડ જડીબુટ્ટી છે. દેવભૂમિમાં દેવ દુર્લભ છે.
 
સર્જિકલ સ્ટ્રાઈક
 
સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન બોલે તે પહેલા આપણા લોકોએ બોલવાનું ચાલુ કરી દીધું કે મોદીજી પુરાવા શું છે. આપણા સૈન્યના પરાક્રમની રાજકારણીઓને પુરાવાની શું જરૂર હોય. સમય બદલાઈ ગયો છે. દિલ્હીમાં સરકાર બદલાઈ ગઈ છે. મારા દેશનો સૈનિક હવે પ્રહાર નહીં સહન કરે, તે વળતો પ્રહાર કરશે.
 
દેવભૂમિને બનાવી લૂંટભૂમિ
 
ઉત્તરાખંડ થયેલા ગોટાળા અંગે વિપક્ષ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું, જે લોકોને પદ (પોઝિશન) મળી તેમણે લૂંટવાનો મોકો નથી છોડ્યો. આ દેવભૂમિને લૂંટભૂમિ બનાવી દીધી. કેમેરા પર લેણ-દેણ કરતાં પકડાઈ ગયા. જે લોકોએ પદ બેસીને લૂંટવાનું કામ કર્યું છે તેમની પાસેથી એક એક પૈસાનો હિસાબ લેવામાં આવશે.
 
નોટબંધીનો કર્યો ઉલ્લેખ
 
વડાપ્રધાને નોટબંધીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમણે ગરીબોનો હક આપવો જ પડશે. જે કરવું હોય તે કરી લો, ગરીબો માટે લડતો રહીશ. આ લડાઈ હવે અટકવાની નથી. મને સવાસો કરોડના આશીર્વાદ છે. લોકોના આશીર્વાદથી મોટા લોકો સામે બાથ ભીડી લઈશ. ભ્રષ્ટાચાર, બ્લેકમનીની લડાઈમાંથી મુક્ત થવાનું છે. હું ચેનથી બેસીશ નહીં અને બીજાને પણ નહીં બેસવાદઉં.
 
અનેક દિગ્ગજ નેતાઓની હાજરી
 
જીઆઈટી ગ્રાઉન્ડમાં યોજાયેલી સભામાં અનેક વરિષ્ઠ નેતાઓ સહિત વીસી ખંડૂરી,  રમેશ પોખરિયાલ પણ સ્ટેજ પર હાજર છે.
 
ઉત્તરાખંડ

- અહીં મુખ્ય ટક્કર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. પક્ષાંતર અને રાજ્યપાલ દ્વારા ભાજપે પાછલા બારણે સત્તા મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યાં છે.
- હાલ વિધાનસભામાં કોંગ્રેસ પાસે 26 અને ભાજપ પાસે 27 બેઠકો છે. અપક્ષ ધારાસભ્યોની કાખઘોડી પર કોંગ્રેસની સરકાર ચાલી રહી છે.
- વિજય બહુગુણા, સતપાલ મહારાજ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ વખતે ભાજપમાં છે.
- ધારાસભ્યોના ખરીદવેચાણના સંદર્ભનો કેસ મુખ્યપ્રધાન હરીશ રાવત સામે ચાલી રહ્યો છે. જોકે, જનમાનસમાં તેમની છાપ સારી છે.
- પરિવર્તન રેલી તથા ચારધામ રોડ પરિયોજના પાર્ટીને સત્તાની ખુરશી સુધી લઈ જશે તેવું ભાજપને લાગે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Uttrakhand news pm to hold 2 election rallies
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended