Home »National News »Latest News »National» Uttar Pradesh Cm Akhilesh Yadav Releases SPs Manifesto

મુલાયમસિંહે મને છોડી દીધો હવે, રાહ જુઓ ખુલ્લીને સત્ય બોલીશ : અમરસિંહ

divyabhaskar.com | Jan 22, 2017, 15:35 PM IST

  • નારાજ મુલાયમ કાર્યક્રમમાં ન આવતાં તેમની ખુરશી ખાલી રહી હતી
લખનઉ.  સપામાંથી હાંકી કઢાયેલા અમરસિંહે ઉગ્ર વલણ દાખવ્યું છે અને ઘટ્ટસ્ફોટ કરવાની ધમકી આપી છે. આ પહેલા રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે  સમાજવાદી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. અખિલેશે કહ્યું, ' ભાજપ કે બસપા યુપીનો વિકાસ કરી શકે તેમ નથી.' નારાજ મુલાયમસિંહ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. તેમને મનાવવાના આઝમખાનના  પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.   બસપાએ અખિલેશના ચૂંટણી ઢંઢેરાને વખોડી કાઢ્યો હતો.  
ઢંઢેરાનું મુખ્ય અંશો
 
- જનતા સામે નવો ઢંઢેરો લાવી રહ્યા છીએ. ગત ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલા વાયદા પૈકી મોટાભાગના પૂરા કરવામાં આવ્યા છે.
- તમામ વિધાયક પોતાના વિસ્તારનો રોડમેપ બનાવે
- 1 કરોડ લોકોને 1000નું માસિક પેન્શન અપાશે.
- અસંગઠિત ક્ષેત્રના લોકો માટે વિશેષ યોજના શરૂ કરાશે.
-  108ની જેમ પશુઓની સારવાર માટે પણ 1008 સેવા શરૂ કરાશે.
- વરિષ્ઠ નાગરિકો માટે ઘરડાઘર બનાવાશે.
- ટ્રાફિકનું કાયમી નિરાકરણ લવાશે.
- આગરા, કાનપુર, મેરઠ, વારણસીમાં મેટ્ર્રો શરૂ કરાશે.
 
મુલાયમના રિસામણા અને મનામણા
- સપાના ચૂંટણી ઢંઢેરાના કાર્યક્રમમાં સપાના સ્થાપક મુલાયમસિંહ હાજર રહ્યા ન હતા. 
- તેમને મનાવવા માટે દિગ્ગજ નેતા આઝમખાન પહોંચ્યા હતા. પરંતુ મુલાયમસિંહને મનાવી શક્યા ન હતા.  
 - ચૂંટણી ઢંઢેરો જાહેર થયા બાદ મુલાયમસિંહ લખનઉ ખાતે સપા મુખ્યાલયે પહોંચ્યા હતા. 
-  ત્યારબાદ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ તથા તેમના પત્ની ડિમ્પલ યાદવ પણ પહોંચ્યા હતા અને મુલાયમસિંહ સાથે વાતચીત કરી હતી. 
- બાદમાં અખિલેશ તથા ડિમ્પલને વળાવવા માટે ખુદ મુલાયમ બહાર આવ્યા હતા. અખિલેશ તથા ડિમ્પલ હસતા જણાતા હતા. જેના આધારે એવો કયાસ કાઢવામાં આવે છે કે, મુલાયમસિંહની નારાજગી દૂર કરવામાં બંનેને સફળતા મળી છે. 
 
હવે હું ખુલ્લો સાંઢ છું, હવે છૂટથી બોલીશ: અમરસિંહ 

- સપામાંથી હાંકી કઢાયેલા અમરસિંહે કહ્યું હતું કે, "હું મારી જાતને મુલાયમવાદી માનતો હતો. હવે તેમણે મને છોડી દીધો છે. એટલે હું સ્વતંત્ર છું."
- "પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે એટલે મુક્તતા અનુભવું છું. હવે હું ખુલ્લો સાંઢ છું. મન પડશે ત્યાં જઈશ."
- "હવે હું સત્ય બોલવા માટે મુક્ત છું. આગામી સમયમાં રાહ જોજો મોટા ખુલાસા કરીશ." 
- "મેં ક્યારેય મુલાયમસિંહ કે અખિલેશ યાદવની ટીકા કરી નથી. પરંતુ તેનો મતલબ એવો નથી કે હું તેમને પાર્ટીમાં પરત લેવા માટે વિનંતી કરી રહ્યો છું." 
- અમરસિંહે આરોપ મૂક્યો હતો કે, તેમના જીવને રામગોપાલ  યાદવથી જોખમ છે.  
 
માયાવતીએ અખિલેશના ચૂંટણી ઢંઢેરાને વખોડ્યો. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: uttar pradesh cm akhilesh yadav releases SPs manifesto
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended