Home »National News »Photo Feature» 27 Year Old Usha Kiran Wanted To Come Baster Known For Naxalite Attacks

નક્સલીઓના વિસ્તારમાં AK-47 સાથે ફરે છે આ લેડી CRPF, જાણો કેમ છે ચર્ચામાં

divyabhaskar.com | Jan 20, 2017, 00:10 AM IST

  • ઉષા સીઆરપીએફની 80મી બટાલિયનમાં આસિ. કમાંડેંટ પદે કાર્યરત છે.
રાયપુરઃછત્તિસગઢનું બસ્તર વિસ્તાર નક્સલી અથડામણને કારણે બદનામ છે. જોકે આ જ વિસ્તારથી એક સારા સમાચાર આવ્યા છે. 27 વર્ષીય ઉશા કિરણ દેશની પ્રથમ સીઆરપીએફ લેડી ઓફિસર છે જેને આ વિસ્તારમાં પોસ્ટિંગ મળી છે. ઉષા સીઆરપીએફની 80મી બટાલિયનમાં આસિ. કમાંડેંટ પદે કાર્યરત છે. ઉષા દરભા ડિવીઝનના સીઆરપીએફ કેમ્પમાં તૈનાત છે. આ તે જ વિસ્તાર છે જ્યાં  2012માં એક કોંગ્રેસી નેતા સહિત 34 લોકોની નક્સલીઓએ હત્યા કરી હતી. 
 
નકસલી વિસ્તાર જ હતી પ્રથમ પસંદ...

- નક્સલી વિસ્તાર ઉષાની પસંદગીના વિસ્તારમાં પ્રથમ હતું, તે જાતે જ ઓપરેશનમાં જવાનોનું નેતૃત્ત્વ કરે છે.
- ઉષા કહે છે, તે પોતે બસ્તર આવવા માગતી હતી. કારણે કે તેણે એવું સાંભળ્યું હતું કે - અહીંના લોકો ઘણાં ભોળા છે. 
- ઉષા મિશન હેઠળ 2017માં બસ્તરને નક્સલવાદીઓથી મુક્ત કરવાના ઈરાદે અહીં આવી છે.
- ઉષા મૂળ ગુડગાંવની છે, તે સીઆરપીએફ જોઈન કરનારી પરિવારની ત્રીજી પેઢી છે.
- આ અગાઉ ઉષાના દાદા અને પિતા સીઆરપીએફમાં રહી ચૂક્યા છે. ઉષાનો ભાઈ પણ હાલ ફોર્સમાં રહી દેશ સેવા કરી રહ્યો છે.
- ઉષાને સીએપીએફ 2013ની પરીક્ષામાં 295મી રેન્ક મળી હતી. ટ્રિપલ જંપમાં ગોલ્ડ મેળવી તે નેશનલ વિનર રહી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 27 Year Old Usha Kiran Wanted To Come Baster Known For Naxalite attacks
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended