Home »National News »Latest News »National» US Moved A Proposal At The UN To Ban JeM Chief Masood Azhar As A Global Terrorist

મુસ્લિમ આતંકવાદીઓ સામે અભિયાન: US મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ માટે યુએન પહોંચ્યું

Agency, New Delhi | Feb 08, 2017, 01:45 AM IST

  • મુસ્લિમ આતંકવાદીઓ સામે અભિયાન: US મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ માટે યુએન પહોંચ્યું,  national news in gujarati
નવી દિલ્હી:મુસ્લિમ આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કરનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પઠાણકોટ હુમલાના માસ્ટમાઇન્ડ મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ મુકાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મુહંમદ  દના વડા ઉપર પ્રતિબંધ લાદવા માટે ભારત પ્રયાસો કરી રહ્યું હતું પરંતુ દર વખતની જેમ ચીને ફરી રોડાં નાખ્યાં છે.
 
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારત સાથે વાટાઘાટો બાદ અમેરિકાએ આ દરખાસ્ત મૂકી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિ 1267માં મસૂદ અઝહરનું નામ સમાવવામાં આવે. તેના સંગઠન જૈશ-એ-મુહંમદનું નામ પહેલેથી જ તેમાં સામેલ છે. ફ્રાન્સ અને બ્રિટને આ દરખાસ્તને ટેકો આપ્યો છે પરંતુ ચીન ફરી તેનો વિરોધ કરી રહ્યું છે. પ્રતિબંધ સમિતિમાં નામ સામેલ થયા બાદ મસૂદની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે અને તેની અવર-જવર ઉપર પ્રતિબંધ આવી જશે.
 
પાકિસ્તાન સરહદે ઘૂસણખોર ઠાર
 
ભારત-પાકિસ્તાન સરહતે બમિયાલ નજીક સીમા સુરક્ષા દળ(બીએસએફ)એ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. જોકે તેની પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ મળી નથી અને પાકિસ્તાની રેન્જર્સે તેની ઓળખનો ઈનકાર કર્યો હતો. બે મહિનામાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની આ બીજી ઘટના છે. બીએસેફના અધિકારીઓના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે 8 વાગે સિંબલ પોસ્ટ નજીક પિલર નંબર 5/1 પર પાકિસ્તાન બાજુથી ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા એક યુવકને બીએસએફના જવાનોએ રોક્યો હતો. જોકે તેણે જવાનોની વાત ન માની અને કાંટાની તારમાં ઘૂસી આવતા તેને ઠાર મારવામાં આવ્યો હતો.
 
પાકિસ્તાન આતંકનો ગઢ, ટ્રમ્પ દંડ વસૂલે : થિન્ક ટેન્ક

અમેરિકામાં દક્ષિણ એશિયાઇ બાબતોના નિષ્ણાતોની એક થિન્ક ટેન્કે ટ્રમ્પને પાક. વિરુદ્ધ કડક વલણ અપનાવવા કહ્યું છે. થિન્ક ટેન્કનું કહેવું છે કે પાક. ભારતમાં આતંકવાદ ફેલાવતા લોકોને આશ્રય આપે છે, જેથી અમેરિકા તેની પાસેથી દંડ વસૂલે અને તેને આતંકવાદને પોષતો દેશ જાહેર કરે. પાક. મુદ્દે ટ્રમ્પનું વલણ એવું હોવું જોઇએ કે આતંકીઓને છાવરવાનું પાક.ના નેતાઓને મોંઘું પડે. થિન્ક ટેન્કે ઉમેર્યું કે પાક. સૈન્યના અધિકારીઓ ભારતમાં હુમલા કરતા આતંકી જૂથોની મદદ કરે છે. તેઓ ઇચ્છે છે કે કાશ્મીરમાં કાયમ એવું કંઇક થતું રહે કે જેથી ભારત-પાક. વિવાદમાં આં.રા. દખલની જરૂરિયાત અનુભવાય.
 
અમને આશા હતી કે આ વખતે ચીન સમજદારી દાખવશે અને અજહર ઉપર પ્રતિબંધ લાગી જશે. પરંતુ ચીને તેને આતંકવાદી જાહેર કરવાના મુદ્દે ફરીથી રોડાં નાખ્યાં છે. આ અંગે અમે ચીન સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ.
- વિકાસ સ્વરૂપ, પ્રવક્તા, વિદેશ મંત્રાલય.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: US moved a proposal at the UN to ban JeM chief Masood Azhar as a global terrorist
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext