Home »National News »Latest News »National» US Give Major Defense Partner Status To India

ભારતને મળી વિશેષ છૂટ, ટ્રમ્પ સરકારે નિકાસલક્ષી કાયદાઓમાં કર્યાં ફેરફાર

divyabhaskar.com | Feb 07, 2017, 12:57 PM IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
વોશિંગ્ટન :અમેરિકાની ટ્રમ્પ સરકારે નિકાસલક્ષી કાયદાઓમાં ફેરફાર કર્યા છે. જેના પગલે ભારતને અમેરિકામાંથી હથિયારો તથા તેને લગતી ટેક્નોલોજીની આયાત કરવામાં મદદ મળશે. 

ભારતને 'મેજર ડિફેન્સ પાર્ટનર' તરીકેનો દરજ્જો આપવા માટે નિકાસને લગતાં કાયદાઓમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. હવે અમેરિકાના વાણિજ્ય મંત્રાલય હેઠળ આવતાં હથિયારો તથા તેને લગતી ટેક્નોલોજી ભારતને સહેલાઈથી આપી શકાશે. તે 'મંજૂરી મળેલી છે' સ્થિતિનું નિર્માણ કરે છે. જોકે, સામૂહિક નરસંહારના હથિયારો પર નિયંત્રણો યથાવત્ રહેશે. જેનો મતલબ એવો થશે કે જ્વલ્લે જ ભારતને કોઈ હથિયાર કે તેની ટેક્નોલોજી આપવાનો ઈન્કાર કરવામાં આવશે.  

યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના (USIBC) અધ્યક્ષ મુકેશ આઘીના કહેવા પ્રમાણે, "ભારતને 'મહત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદાર' (મેજર ડિફેન્સ પાર્ટનર)નો દરજ્જો અપાવવાની અમે હિમાયત કરી રહ્યાં હતાં. તેને કાયદાકીય સ્વરૂપ મળ્યું છે, તે આવકારદાયક છે." એક વખત કંપનીઓ 'વેલિડેટેડ એન્ડ યુઝર'નો દરજ્જો મળી જશે એટલે લાઈસન્સ લેવાની જરૂર નહીં પડે, તેવી જોગવાઈ કરવામાં આવી છે. 

USIBCના ડાયરેક્ટર (ડિફેન્સ એન્ડ એરોસ્પેસ) બેન્જામિન સ્કવાર્ત્ઝના કહેવા પ્રમાણે, "સિવિલ અને મિલિટરી મેન્યુફેકચરિંગ માટે ભારતીય તથા અમેરિકન કંપનીઓ VEUનો દરજ્જો મેળવી શકે છે. જેના કારણે અલગ-અલગ લાઈસન્સિઝ લેવા નહીં પડે. જ્યારે બજારની સ્થિતિમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું હોય ત્યારે આ દરજ્જો સુગમતા પ્રદાન કશે."

સ્કવાર્ત્ઝે ઉમેર્યું હતું, "આ નીતિને કારણે અમેરિકાની કંપનીઓ સાથે મળીને હથિયારોનું નિર્માણ કરતી ભારતીય કંપનીઓને લાભ થશે. જરૂર પ્રમાણે કાચો માલ મળી જશે અને તેના માટે મંજૂરીઓ લેવી નહીં પડે."

VEUને કારણે ગ્રાઉન્ડ વ્હીકલ્સ તથા એરોસ્પેસ સિસ્ટમ્સના લગભગ 810 લાઈસન્સ નવા કાયદા હેઠળ આવી જશે. છેલ્લા પાંચ વર્ષમાં આ લાઈસન્સનો પાંચ અબજ ડોલરનો વેપાર થયો હતો. ભારતીય કંપનીઓ કોઈ હથિયારનું નિર્માણ કરે, જેમાં 25 ટકા કરતા ઓછી અમેરિકન સામગ્રી હોય તો આવા હથિયારોની નિકાસ કરવા માટે ભારતીય કંપનીઓએ અમેરિકાની મંજૂરી લેવી નહીં પડે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US give Major defense partner status to India
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended