Home »National News »Latest News »National» Update On Bhopal S Akanksha Murder Case Accused Also Killed Parents

રાયપુરઃ ખોદકામ દરમિયાન ઘરમાંથી મળ્યાં હાડપિંજર, થશે ઉદયનના DNA સાથે સરખામણી

divyabhaskar.com | Feb 05, 2017, 13:39 PM IST

  • આ ઘરના ગાર્ડનમાં નીચે ઉદયનના પેરેન્ટ્સની લાશ દફનાવવામાં આવી હોવાનો ખુલાસો થયા બાદ શરૂ કરવામાં આવેલું ખોદકામ.
રાયપુર. ભોપાલના હાઈપ્રોફાઈલ આકાંક્ષા મર્ડર કેસના આરોપી ઉદયન દાસે જે ઘરના આંગણામાં તેના માતા-પિતાને માર્યા બાદ દફનાવવાનો દાવો કર્યો છે તે રાયપુરના સુંદર નગરમાં છે. ઉદયને આ મકાનને પાવર ઓફ એટર્ની દ્વારા હરીશ કુમાર પાંડેય નામના વ્યકિતને વેચી દીધું હતું. હાલ તેઓ આ મકાનમાં જ રહે છે. પોલીસ ઉદયનને ભોપાલથી રાયપુર લઈ આવી છે. જે ગાર્ડનમાં તેણે માતા-પિતાને દફનાવ્યા હોવાની વાત કહી હતી ત્યાં ખોદકામ દરમિયાન હાડપિંજર મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મળી આવેલા હાડપિંજર ઉદયનના માતા-પિતાના છે કે અન્ય કોઈ વ્યક્તિના તે જાણવા માટે ઉદયનનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે  આરોપી ઉદયને  ગર્લફ્રેન્ડ આકાંક્ષાને માર્યા બાદ તેની લાશને ભોપાલમાં પોતાના મકાનમાં જ  દફનાવી તેના પર ચૂબતરો ચણી દીધો હતો.  
 
 
માતા-પિતાએ નશો કરતો અટકાવતાં હત્યા કરી હોવાનો અંદાજ
 
-સ્ટેશનથી મકાન સુધી પહોંચવા દરમિયાન મીડિયાએ જ્યારે બંગાળ પોલીસને ઉદયન અંગે પૂછ્યું તો તે સાઈકો ન હોવાનું જણાવ્યું.
- અત્યાર સુધી સાઈકો કિલર હોવાની વાત કહેવામાં આવતી હતી પરંતુ બંગાળ પોલીસના એક ઓફિસરે આ વાતનો ઈનકાર કરી દીધો હતો.
-  માતા-પિતા તેને નશો અને ખોટા ખર્ચ કરતાં અટકાવતાં હોવાથી ઉદયને તેમની હત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
 
મકાન માલિક રહી ગયો શોક્ડ
 
- મીડિયા જ્યારે આ વાત લઈ વ્યવસાયે વકીલ હરીશના ઘેર પહોંચ્યું ત્યારે વાત જાણીને તેઓ શોક્ડ રહી ગયા.
- હરીશે જણાવ્યું કે 2013-14માં તેણે મકાન સુરેશ દુઆ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યું હતું.
- સુરેશ દુઆને ઉદયન દાસે પાવર ઓફ એટર્ની આપી હતી. રેકોર્ડમાં ઉદયનની માતાનું નામ ઈન્દ્રાણી દાસ જણાવ્યું હતું.
- હરીશ અને ઉદયનની ક્યારેય મુલાકાત થઈ નથી.
 
પાડોશીએ કહ્યું, અમને મોતનું કારણ બીમારી જણાવ્યું હતું
 
- હરીશના ઘરની આસપાસ રહેતાં લોકોએ જણાવ્યું કે તેઓ ઉદયનને ઓળખે છે.
- ઉદયન રાયપુરમાં પોતાની માતા અને પૂર્વ પોલીસ ઓફિસર ઈન્દ્રાણી દાસ અને પિતા વીકે દાસ સાથે રહેતો હતો.  
- ઉદયન અને તેના ફેમિલીનો પાડોશો સાથે વધારે સંપર્ક નહોતો. તેથી તેઓ કંઈ વધારે ન જણાવી શક્યા.
- પાડોશીએ કહ્યું કે, તેણે ઈન્દ્રાણી અને તેના પતિના મોતનું કારણ બીમારી જણાવ્યું હતું.
- જ્યારે ઉદયન દ્વારા બંનેની હત્યા અને તેમને આ મકાનમાં જ દફન કર્યા હોવાની કહાણી મીડિયા દ્વારા પહોંચી ત્યારે બધા શોક્ડ રહી ગયા.
- ઉલ્લેખનીય છે કે ભોપાલમાં પૂછપરછ દરમિયાન ઉદયને પોલીસને જે કહાણી  જણાવી તેની સત્યતા ચકાસવા ભોપાલ પોલીસની એક ટીમ રાયપુર આવી રહી છે.
 
મોતા-પિતા અંગે શું બોલ્યો ઉદયન?
 
- ઉદયને ભોપાલ પોલીસને જણાવ્યું કે 2011માં તે પોતાના માતા-પિતાનું પણ મર્ડર કરી ચૂક્યો છે.
- જે બાદ રાયપુર (છત્તીસગઢ)નું મકાન તેણે વેચી નાંખ્યુ હતું.
- આરોપી મુજબ, બંનેની લાશ તેણે આંગણામાં દફનાવી દીધી હતી.
- DIG રમન સિંહ સિકરવાર મુજબ, આરોપીની પૂછપરછ બાદ એક ટીમ રાયપુર મોકલવામાં આવી રહી છે.
- શું તેણે ખરેખર માતા-પિતાની હત્યા કરી છે અને જો આમ હોય તો તેની પાછળનું શું કારણ છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
 
શું છે પૂરો મામલો
 
- પશ્ચિમ બંગાળના બાંકુરામાં રહેતા દેવેંદ્ર કુમાર શર્માની દીકરી આકાંક્ષા ઉર્ફે શ્વેતા (28)ની 2007માં ઉદયન દાસ સાથે ઓરકુટ પર મિત્રતા થઈ હતી.
- જૂન 2016માં ઘરે નોકરી કરવાની વાત કરીને આકાંક્ષા ભોપાલ આવી હતી. અહીંયા તે ઉદયન સાથે રહેવા લાગી. તેણે પરિવારજનોને જણાવ્યું કે હું અમેરિકામાં નોકરી કરી રહી છું.
- જુલાઈ 2016 બાદ આકાંક્ષાએ પરિવારજનો સાથે વાત કરવાનું બંધ કરી દીધું. ભાઈએ નંબર ટ્રેસ કર્યો તો લોકેશન ભોપાલનું નીકળ્યું.
- પરિવારના લોકોને શક હતો કે આકાંક્ષા ઉદયન સાથે રહે છે. ડિસેમ્બર 2016માં આકાંક્ષા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી.
- એક મહિનાની તપાસ બાદ પોલીસ તેના બોયફ્રેન્ડ ઉદયનના ઘેર પહોંચી અને તેની ધરપકડ કરી.
- પૂછપરછમાં તેણે આકાંક્ષાની હત્યા કરી હોવાની વાતનો સ્વીકાર કર્યો. બાદમાં તેણે માતા-પિતાની હત્યા પણ કરી હોવાનું જણાવ્યું.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, ફોટા
 
(તસવીરો- ભૂપેશ કેશરવાની/ પ્રવીણ દેવાંગન/પ્રમોદ સાહૂ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Update on bhopal s akanksha murder case accused also killed parents
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended