Home »National News »Latest News »National» Update On Bhopal S Akanksha Murder Case

પ્રેમિકાને ચબૂતરામાં ચણનારે માતા-પિતાની પણ હત્યા કરી ઘરમાં દફનાવી દીધા હતા

divyabhaskar.com | Feb 05, 2017, 12:53 PM IST

  • આકાંક્ષા તેમજ મમી બને ગયેલો મૃતદેહ
ભોપાલ. પ્રેમિકાની હત્યા કરીને તેને ચબૂતરમાં દફન કરનાર ઉદયને વધુ માતા-પિતાની પણ હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શનિવારે પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, 2011માં માતા-પિતાની હત્યા કરીને તેમને પણ ઘરના આંગણામાં દફનાવી દીધા હતા. વધુમાં ઉદયે જણાવ્યું હતું કે, મૃતદેહને ચબૂતરામાં દફનાવવાનો આઈડિયા તેને એક ઈંગ્લિશ ચેનલ પર વોકિંગ ડેથ નામની સીરિયલ જોઈને આવ્યો હતો. તેણે ચબૂતરામાં ઉપર ફાંસીનો ફંદો લટકાવી રાખ્યો હતો. તે ખૂદ પોતાનો જીવ આપવા માંગતો હતો પરંતુ હિંમત ન કરી શક્યો.
 
 
વાંચો શું છે આ મુદ્દે નવા અપડેટ્સ
 
-14 જુલાઈ 2016ની રાતે આકાંક્ષા અને ઉદયન વચ્ચે ઝઘડો થયો. આકાંક્ષા ઊંઘી ગઈ પરંતુ ઉદયને રાતભર જાગી તેને મારવાનો પ્લાન બનાવતો રહ્યો.
- 15 જુલાઈની સવારે તેણે આકાંક્ષાના મોં પર તકિયો દબાવી દીધો. જ્યાં સુધી આકાંક્ષા મરી ન ગઈ તેવી ખાતરી થઈ ત્યાં સુધી તેણે તકિયો દબાવી રાખ્યો. આ બાદ પણ તેનો ગુસ્સો શાંત ન થયો.
- તેણે હાથથી તેનું ગળું દબાવ્યું. આવું એટલા માટે કર્યું કે આકાંક્ષા વારંવાર તેના એક મિત્ર સાથે ફોન પર વાત કરતી હતી.
- આકાંક્ષાની હત્યા બાદ તે શબને બીજા રૂમમાં લઈ ગયો. જૂના બોકસ ખાલી કરી તેમાં શબ નાંખ્યું. આશરે એક કલાક બાદ તેણે બોક્સમાં સીમેન્ટનું મિશ્રણ મેળવી દીધું.
- બોક્સ ભરવા અને ચબૂતરો બનાવવામાં તેણે કુલ 14 બોરી સીમેન્ટનો ઉપયોગ કર્યો.
- ઉદયને જણાવ્યું કે મૃતદેહને બોક્સમાં દફનાવવાનો વિચાર ઈંગ્લિશ ચેનલ પર વોકિંગ ડેથ સીરિયલ જોઈને આવ્યો.
 
પેન્શન તથા ભાડાંથી ચાલતી હતી ઉદયનની રઈસ
 
- ઉદયનના પિતા વીકે દાસ ભેલમાં ફોરમેન હતા.
- ઉદયને 2002માં ભોપાલના સેન્ટ જોસેફ કો-એડ સ્કૂલમાંથી 12મું પાસ કર્યું હતું. તેની IITian હોવાની વાત નકલી નીકળી. ન્યૂયોર્કમાં લગ્ન તો દૂર તે ક્યારેય ત્યાં ગયો પણ નહોતો.
- ઉદયનની માતા વિધ્યાંચલ ભવનમાં એનાલિસ્ટના પદ પરથી રિટાયર થયા હતા. તેમનું આશરે 30 હજાર રૂપિયા પેન્શન આવતું હતું. ફેડરલ બેંક એમપી નગર શાખામાં પિતા સ્વ. પીકે દાસ સાથે જોઈન્ટ એકાઉન્ટ હતું.
- આ એકાઉન્ટમાં 8.5 લાખ રૂપિયાની એફડી છે. આકાંક્ષા પાસેથી ઉદયન કુલ 1.20 લાખ રૂપિયા લઈ ચૂક્યો છે. નવેમ્બર પહેલાં આકાંક્ષાના એકાઉન્ટમાંથી બે દિવસમાં 72 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. તેનાથી તેનો ખર્ચ નીકળતો હતો.
 
ક્યાંથી આવતું હતું ભાડું
 
- ડિફેન્સ કોલોની દિલ્હીનું મકાન 10,000 રૂપિયા
- સાકેતનો ગ્રાઉન્ડ ફલોર 5000 રૂપિયા
- રાયપુરનું મકાન 7000 રૂપિયા
- આ રીતે તેની કુલ આવક 75 થી 80 હજાર રૂપિયા પ્રતિ માસ હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, રૂમની દરેક દીવાલ પરથી મળી લવ નોટ્સ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Update on Bhopal s akanksha murder case
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended