Home »National News »Latest News »National» UP: Moradabad School Teacher Trampled Indian Flag On Republic Day

UP: ગણતંત્ર દિવસે ટીચરે કચડ્યો તિરંગો, કોલેજ પ્રોપર્ટીને લઈને છે વિવાદ

divyabhaskar.com | Jan 27, 2017, 10:36 AM IST

  • મુરાદાબાદની ઋષિકુળ સંસ્કૃત મહાવિદ્યાલયમાં મહિલા ટીચરે કર્યું તિરંગાનું અપમાન.
મુરાદાબાદ (ઉત્તર પ્રદેશ). 68th પ્રજાસત્તાક દિવસના અવસરે સમગ્ર દેશમાં પરેડ અને ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું. બીજી તરફ, મુરાદાબાદની એક કોલેજની પ્રોપર્ટી વિવાદને લઈને એક મહિલા ટીચરે તિરંગાને પગ નીચે કચડીને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું. સૂચના મળતા પહોંચેલી પોલીસ પણ ઘટનાની માહિતી મેળવતી રહી અને તિરંગો જમીન પર જ પડ્યો રહ્યો.
 
ટીચરે સંસ્કૃત મહાવિદ્યાલયને પોતાની પ્રોપર્ટી ગણાવી, સ્ટાફ બન્યો મૂક પ્રેક્ષક 
 
- મામલો મુરાદાબાદની ઋષિકુળ સંસ્કૃત મહાવિદ્યાલયનો છે. અહીં પ્રજાસત્તાક દિવસના અવસરે ધ્વજારોહણની તૈયારી ચાલી રહી હતી.
- આ દરમિયાન પાસેની જ પીએમએસ પબ્લિક સ્કૂલની ટીચર ચારુ શર્મા પોતાના ભાઈ સિદ્ધાર્થ શર્માના ઋષિકુળ સંસ્કૃત મહાવિદ્યાલય પહોંચી.
- ત્યારબાદ તેઓએ ઋષિકુળને પોતાની પ્રોપર્ટી ગણાવતા હોબાળો કર્યો. સાથે જ તિરંગાને પોતાના પગ નીચ કચડ્યો.
- બીજી તરફ પરિસરમાં હાજર તમામ સ્ટાફ માત્ર મૂક પ્રેક્ષક બનીને તિરંગાનું અપમાન થતું જોતો રહ્યો.   
 
પોલીસ પણ રાષ્ટ્રધ્વજ પ્રત્યે બેધ્યાન
 
- સ્કૂલના સ્ટાફે 100 નંબર પર ફોન કરીને ઘટનાની જાણકારી આપી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ઘટનાની જાણકારી મેળવતી રહી અને તિરંગો જમીન પર જ પડ્યો રહ્યો. ઘણા વાર બાદ તિરંગાને ઉઠાવવામાં આવ્યો.
- મહત્વપૂર્ણ છે કે, મહાવિદ્યાલયની જમીનને લઈને બે સગી બહેનો શ્રદ્ધા શર્મા અને મદલતા શર્માની વચ્ચે પ્રોપર્ટી વિવાદ ચાલી રહ્યો છે.
- હાલમાં કોલેજની આચાર્યા મદાલતા શર્મા છે. શ્રદ્ધા શર્માના દીકરા સિદ્ધાર્થ અને ચારુ શર્મા વારંવાર આ જમીન પર પોતાનો હક જતાવતા રહ્યા છે.  
 
શું કહેવું છે પોલીસનું?

- કટઘર ઈન્સપેક્ટર સુરેન્દ્ર પાલ સિંહના જણાવ્યા મુજબ, ચારુ અને સિદ્ધાર્થ શર્મા બંને ભાઈ-બહેનની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: UP: Moradabad school teacher trampled Indian flag on Republic Day
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext