Home »National News »Latest News »National» Vajpayee Represented Lucknow In The Lok Sabha 5 Times In A Row

વોટર નંબર 141, સતત 5 વાર લખનઉના સાંસદ, કેમ નથી કરતા વોટિંગ?

divyabhaskar.com | Feb 17, 2017, 18:17 PM IST

  • વાજેપેયીએ છેલ્લીવાર 2014ની લોકસભા ચૂંટણીમાં લખનઉમાં વોટિંગ કર્યું હતું. (ફાઈલ)
લખનઉ. વોટર નંબર 141 એટલે અટલ બિહારી વાજપેયી (92) કદાચ આ વખતે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે. પૂર્વ વડાપ્રધાન વાજપેગી લખનઉથી સતત પાંચ વખત લોકસભાના સાંસદ રહ્યા છે. તેમના નિકટના શિવ કુમારે જણાવ્યું કે ગઈ વખતે અહીં 2004ની લોકસભા ચૂંટણીમાં પોતાનો વોટ નાખ્યો હતો.
 
વાજપેયીએ છેલ્લીવાર 2004માં લોકસભા ચૂંટણી લડી હતી
 
- ન્યૂઝ એજન્સી મુજબ, શિવ કુમારે જણાવ્યું કે, વાજપેયીએ છેલ્લીવાર 2004માં લોકસભા ચૂંટણી લડી હતી.
- ત્યારબાદ વાજપેયીએ 2007, 2012ની વિધાનસભા ચૂંટણી, 2009 અને 2014 લોકસભા ચૂંટણીમાં પોતાનો વોટ નહોતો નાખ્યો.
- વાજપેયી કેટલાક વર્ષોથી અસ્વસ્થ છે અને ઉંમરને લગતી સમસ્યાઓથી પીડિત છે. હાલના વર્ષોમાં તેઓ પબ્લિકની વચ્ચે પણ જોવા નથી મળતા.
 
XGF0929877 છે વોટર આઈડેન્ટીટી કાર્ડ નંબર

- શિવ કુમારે કહ્યું, વાજપેયી આ વખતે પણ વિધાનસભા ચૂંટણીમાં પોતાનો વોટ આપવામાં સક્ષમ નથી. લખનઉમાં શનિવારે વોટિંગ થવાનું છે.
- લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં સ્થિત પોલિંગ સેન્ટરમાં વાજપેયીનું નામ એક વાસ્તવિક વોટર તરીકે નામાંકિત છે. તેમનું વોટર આઈડેન્ટીટી કાર્ડ નંબર XGF0929877 છે.
- વાજપેયી લખનઉથી 1991, 96, 98, 99 અને 2004માં લોકસભા માટે ચૂંટાયા હતા.
- 2009ની લોકસભા ચૂંટણીમાં લાલજી ટંડન અને 2014ની લોકસભા ચૂંટણીમાં રાજનાથ સિંહે આ સીટ જીતી હતી.
 
તેમના આશીર્વાદ હંમેશા સાથે છે - બીજેપી
 
- બીજેપીના સ્ટેટ સ્પોક્સપર્સન રાકેશ ત્રિપાઠીએ કહ્યું, જોકે વાજપેયી આ વિધાનસભા ચૂંટણીમાં પોતાનો વોટ આપવામાં સક્ષમ નથી પરંતુ તેમના આશીર્વાદ હંમેશા અમારી સાથે છે.
- જેના કારણે અમે ચૂંટણીના મેદાનમાં આગળ વધીશું અને ઉત્તર પ્રદેશમાં જીત મેળવીશું.
- મહત્વપૂર્ણ છે કે, વાજપેયી પહેલા એવા બિન કોંગ્રેસી પીએમ છે જેઓએ પોતાની ટર્મ પૂરી કરી હતી.
- તેઓ યૂએન એસેમ્બલીમાં હિન્દીમાં સ્પીચ આપનારા પહેલા વિદેશ મંત્રી પણ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vajpayee represented Lucknow in the Lok Sabha 5 times in a row
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended