Home »National News »Latest News »National» Up Political Parties Trust Sorceries

UP: રાજકીય પક્ષોને ટોણા-ટોડકા પર ભરોસો, નેતાઓને ખુરશી અને જીવનું જોખમ

divyabhaskar.com | Jan 26, 2017, 15:20 PM IST

  • કાનપુરની બીજેપી ઑફિસમાં નરેન્દ્ર મોદીની એક ખુરશી રાખી છે. સ્થાનિક બીજેપી નેતા તેને લકી ખુરશી માને છે. (ફાઇલ)
લખનઉ: ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સત્તા મેળવવા માટે રાજકીય પક્ષો જાદૂ-ટોણા અને ટોડકાઓનો પણ સહારો લઇ રહી છે. અહીંના રાજકારણમાં કહેવામાં આવે છે કે જે પણ મુખ્યમંત્રી નોઇડા ગયો છે તે ફરી સત્તામાં નથી આવ્યો. મુખ્યમંત્રી અખિલેશ પણ 5 વર્ષોમાં ક્યારેય નોઇડા નથી ગયા. તમામ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન લખનઉથી જ બટન દબાવીને કર્યું. એટલે સુધી કે દાદરી કાંડ જેવી મોટી ઘટના બની ત્યારે પણ અખિલેશ ના ગયા. એવું કહેવામાં આવે છે કે અખિલેશ ખુરશી ગુમાવી બેસવાના ડરથી ન ગયા. આ પહેલા એન.ડી. તિવારી, રાજનાથ સિંહ, માયાવતી તેમના કાર્યકાળ દરમિયાન નોઇડા ગયા હતા, પણ ફરી સત્તામાં આવ્યા નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માટે કહેવામાં આવે છે કે જ્યારે તેઓ પીએમ બન્યા હતા, ત્યારે તેમણે પોતાના બંગલાનો નંબર પણ બદલી નાખ્યો હતો. આ ચૂંટણીમાં પણ એવા જ કેટલાક ટોણા-ટોડકાઓના સમાચારો ચર્ચામાં છે.
 
મોદીની લકી ખુરશીની ચર્ચા
 
બીજેપી: કાનપુરની ચૂંટણી માટેની રેલીમાં મોદીની લકી ખુરશીની ચર્ચા
- કાનપુરની બીજેપી ઑફિસમાં એક ખુરશી રાખેલી છે. લોકસભા ચૂંટણી દરમિયાન મોદી આ જ ખુરશી પર બેઠા હતા. પાર્ટી સત્તામાં પણ આવી.
- ત્યાંના બીજેપી નેતા આ જ ખુરશીને લકી માને છે. જ્યાપે ગયા વર્ષે મોદી કાનપુર આવ્યા હતા ત્યારે આ જ ખુરશીનો ટોડકાની જેમ ઉપયોગ કરવામાં આવ્યો.
- લખનઉમાં બીજેપીની ઑફિસમાં એક જૂનું વૃક્ષ વંટોળમાં પડી ગયું. લોકો ખુશ થયા. વહેમ હતો કે વૃક્ષને કારણે સામે રહેલી વિધાનસભા દેખાતી ન હતી એટલે પાર્ટી પાછળ રહી ગઇ હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, માયાવતી ઑફ વ્હાઇટ કપડા પહેરે છે, ક્યારેક ગુલાબી પણ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Up political parties trust sorceries
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext