Home »National News »Latest News »National» BVP National President Keshav Chandra Said Our CM Candidate Is Donkey

UPમાં આ પાર્ટી જીતી તો ‘ગર્દભ યાદવ’ બનશે CM! - ચૂંટણી વ્યવસ્થા પર કટાક્ષ

divyabhaskar.com | Jan 30, 2017, 16:55 PM IST

  • આ ગધેડું છે બહુજન વિકાસ પાર્ટીનું મુખ્યમંત્રીપદનું ઉમેદવાર
લખનઉ. વિધાનસભા ચૂંટણીમાં લાઈમ લાઈટમાં આવવા લોકો વિવિધ પ્રકારની રીતો અપનાવી રહ્યા છે. તાજેતરનો દાખલો લખનઉના કેન્ટ વિધાનસભા વિસ્તારનો છે જ્યાં મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ ચૂંટણી લડી રહી છે. સોમવારે આ બેઠક પર બહુજન વિકાસ પાર્ટીએ 'ગર્દભ સિંહ યાદવ'ને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી વ્યવસ્થા પર કટાક્ષ કરતા પાર્ટીએ ગધેડાને પોતાની પાર્ટી તરફથી મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યો છે. આટલું જ નહીં, પાર્ટીની ભવિષ્યની યોજના પણ અનોખી છે.    
 
શું છે પાર્ટીની અનોખી યોજના?
 
- પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવ ચંદ્રનું કહેવું છે કે પાર્ટી ખૂબ જ નાની છે અને તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
- પાર્ટીની યોજના લખનઉ કેન્ટમાં નામાંકન દાખલ કરવા માટે બર્લિંગટન ક્રોસિંગથી ડીએમ કાર્યાલય સુધી જાનવર માર્ચ કરવાની છે.
- તેમનું કહેવું છે કે તેમની ચૂંટણી વ્યવસ્થા સામે લડાઈ છે. જે દાગી અને અયોગ્ય ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની મંજૂરી આપે છે.
- તેમણે વ્યંગ્ય કરતા કહ્યું કે, અમારા માટે ગધેડું સૌથી યોગ્ય ઉમેદવાર છે, જે કામના બોજને નથી જાણતો અને તેને કાયદો બનાવવા માટે કોઈ પ્રકારની શિક્ષણની જરૂરત નથી હોતી.
- આ ગધેડાનું નામ ગર્દભ સિંહ યાદવ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે અહીં યાદવની જ સરકાર બનવાની છે અને આ ભણેલું -ગણેલું પણ નથી.
 
પાર્ટીમાં સર્વસંમતિથી પસંદ કરાયા CM કેન્ડિડેટ
 
- સંસ્કૃતમાં ગર્દભનો અર્થ થાય છે ગધેડું.
- કેશવચંદ્રનું કહેવું છે કે, પાર્ટીમાં સૌની સહમતિ લીધા બાદ ગધેડાને ચૂંટણીની રણભૂમિમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- તેઓએ જણાવ્યું કે તેઓ એક સમયે બીજેપીના નેતા સુબ્રમણ્યન સ્વામીની નિકટતા ધરાવતા હતા.
 
આગળની સ્લાઈડમાં વાંચો, કેશવચંદ્રની બે વખત જપ્ત થઈ છે જમાનત... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BVP national president Keshav Chandra said our CM candidate is donkey
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended