Home »National News »Latest News »National» UP Government Costs 70 Percentage On Health

WHOનો રિપોર્ટ: આરોગ્ય પર 70% ખર્ચ કરે છે યુપી સરકાર, ગોવા કરતાં 5 ગણો ઓછો

Bhaskar News Network, Lucknow | Feb 01, 2017, 00:29 AM IST

  • WHOનો રિપોર્ટ: આરોગ્ય પર 70% ખર્ચ કરે છે યુપી સરકાર, ગોવા કરતાં 5 ગણો ઓછો,  national news in gujarati
લખનઉ:ઉત્તરપ્રદેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે માથાદિઠ આરોગ્ય પાછળ જે જાહેર ખર્ચ કર્યો છે, તે ચૂંટણીવાળા અન્ય રાજ્યો કરતાં સૌથી ઓછો છે. 15 લાખની વસતિ ધરાવતું ગોવા જેવું સૌથી નાનું રાજ્ય પણ પોતાના નાગરિકો પાછળ યુપી કરતાં 5 ગણો વધુ ખર્ચ કરે છે. આ વાત વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના 2016ના અહેવાલમાં બહાર આવી છે. રાષ્ટ્રીય સરેરાશના હિસાબે ઉ.પ્ર. સરેરાશ 70% જ આરોગ્ય પાછળ ખર્ચે છે. તેનું કારણ રાજ્યમાં ડોક્ટર્સ, નર્સ અને આરોગ્ય સંસ્થાઓમાં સહયોગી સ્ટાફની અછત છે.
 
દરેક બેમાંથી એક બાળકને સંપૂર્ણ રસીકરણ પણ થઈ શક્તું નથી. રાજ્યનાં લોકોને પોતાનાં 25% ઘરેલુ ખર્ચમાંથી 14% આરોગ્ય પાછળ ખર્ચ કરવો પડે છે. યુપીમાં ડોક્ટરોની સંખ્યા તમામ આરોગ્ય કાર્યકર્તાઓના અડધાથી પણ ઓછી છે. બ્રાઝીલ અને યુપીની વસતિ એકસરખી છે. એટલે કે 20 કરોડ. 24 કરોડની વસતિ ધરાવતા કરત જેટલું અર્થતંત્ર છે. 75 જિલ્લા, 814 બ્લોક્સ અને 97,607 ગામ ધરાવતું ઉ.પ્ર. વસતિની દૃષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય છે.
 
ઉત્તરપ્રદેશના આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત કરતાં 50 ટકા સ્ટાફ
 
84% સ્પેશિયાલિસ્ટની અછત
ગ્રામીણ આરોગ્ય આંકડા, 2016 પ્રમાણે યુપીના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 84% સ્પેશિયલિસ્ટની અછત છે. PHC અને CHC માં અપૂરતો સ્ટાફ.
 
CHC-PHCમાં આટલી અછત
 
ઓબ્સ્ટ્રેટ્રિટિશિયન અને
ગાયનેકોલોજિસ્ટ     85%
ડોક્ટર્સ    20%
નર્સિંગ સ્ટાફ    50%
 
- યુપીમાં 3497ની સરખામણીએ 2209 ડોક્ટર છે. વર્તમાનમાં 20,251 આરોગ્ય વ્યવસાયી સબ સેન્ટર પર ઉપલબ્ધ છે.
- 2015ના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બુલેટિન અનુસાર યુપીનું બાળ મૃત્યુદર બાબતે નીચેથી ત્રીજું સ્થાન છે.
- 3 વર્ષથી નાના 47.3% બાળકોનું વજન ઓછું છે. 6થી 35 મહિનાના 85.1% બાળકોમાં લોહીની ઉણપ.
- 79.1% દેશમાં જન્મની નોંધણી
- 39.1% યુપીમાં જન્મની નોંધણી
 
હેલ્થ વર્કર્સની અછત

યુપીમાં મહિલા આરોગ્ય કાર્યકર્તાઓની સંખ્યા પણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે. નર્સોના અભાવવાળા 30 જિલ્લામાં મોટાભાગના યુપીના જ છે.
 
- મહિલા હેલ્થ વર્કર્સ: 38% દેશમાં, 19.9 % યુપીમાં
- હેલ્થ ઈન્શ્યોરન્સ કવરેજ: 15.2% દેશમાં, 4.2% યુપીમાં
- 20 કરોડ લોકોમાંથી માત્ર 4%ની પાસે જ હેલ્થ ઈન્શ્યોરન્સ છે. 1 કરોડ કરતાં પણ ઓછા પાસે.
 
દરેક નાગરિકનો આરોગ્ય પાછળ રૂ.488 ખર્ચ

સરકારી આંકડા અનુસાર સૌથી વધુ માતા મૃત્યુદરની બાબતે ઉ.પ્ર. દેશમાં બીજા નંબરે છે. હરિયાણાને બાદ કરીએ તો ઉ.પ્ર.માં જાતિ સરેરાશ ઘણો ઓછો છે. 2016માં ઉ.પ્ર.માં 75% લોકો જાપાની તાવથી મરી ગયા હતા. ઉ.પ્ર.નો દરેક નાગરિક આરોગ્ય પાછળ માત્ર રૂ.488 ખર્ચે છે. જ્યારે ગોવા 5 ગણાથી વધુ ખર્ચ કરે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: UP Government Costs 70 Percentage on Health
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext