Home »National News »Latest News »National» UP Election: Voting For 73 Seat First Phase Today

UP: પ્રથમ તબક્કામાં 73 બેઠક માટે 64% મતદાન, 839 ઉમેદવાર હતા મેદાનમાં

Agency, Lucknow | Feb 11, 2017, 18:17 PM IST

  • ફિરોઝાબાદમાં મતદાન માટે ઉમટી પડેલી મુસ્લિમ મહિલાઓ
લખનઉ: યુપી વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 64 ટકા જેટલું મતદાન થયાનો અંદાજ છે. પ્રથમ તબક્કામાં 73 બેઠક શામેલ હતી. પશ્ચિમ યુપીના 15 જિલ્લાની બેઠકો પર થઇ રહેલા મતદાનમાં ગત ચૂંટણીમાં સપા અને બસપાને સરખી બેઠકો મળી હતી. બંનેએ 24-24 બેઠક જીતી હતી. કુલ 839 ઉમેદવાર મેદાનમાં છે. મતદાતાઓની સંખ્યા 2.6 કરોડ છે. મોદીએ સવારે ટ્વિટ કરીને મોટી સંખ્યામાં વોટિંગ કરવાની અપીલ કરી હતી. બીજી તરફ બીજેપી કેન્ડિડેટ્સ સંગીત સોમનો ભાઈ પોલિંગ બૂથ પર પિસ્તોલ લઈને પહોંચ્યો હતો. જે બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એટા, શામલી, આગરામાં વહેલી સવારથી જ લોકો મતદાન કરવા ઉમટી પડ્યા છે.
 
અપડેટ્સ
 
- મોદીએ શનિવારે સવારે ટ્વિટ કરીને કહ્યું, આજે ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં મતદાન છે. તમામ મતદાતા લોકતંત્રના આ મહાપર્વમાં સામેલ થઈને જંગી મતદાન કરે.
- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ લોકોને જંગી મતદાન કરવાની અપીલ કરી છે.
- બાગપતમાં ચૂંટણી અધિકારીઓએ મતદારોને વોટ આપવા બદલ ફૂલ આપીને સન્માન કર્યું હતું.
- નોઈડાના સેક્ટર 19માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુનીલ ચૌધરી પરિવાર સાથે મતદાન કર્યું.
- અમરસિંહે વોટિંગ કર્યા બાદ મીડિયા સાથે વાતમાં કહ્યું કે, અખિલેશ યશસ્વી હો. મને ખલનાયકની જેમ રજૂ કરવામાં આવ્યો છે. મુલાયમજી સાથે મારો કોઈ મતભેદ નથી.
- મેરઠમાં કેટલાંક વોટરના નામ યાદીમાં ન હોવાથી હોબાળો મચાવ્યો હતો.
 
કઇ પાર્ટીના કેટલા ઉમેદવાર મેદાનમાં?
 
બસપા    73
બીજેપી    73
સપા    51
કોંગ્રેસ     24
રાલોદ    57
અન્ય     561
 
મુસ્લિમ બહુમતિવાળા મુઝફ્ફરનગર, શામલીમાં રમખાણની અસર જોવા મળશે
 
મુસ્લિમ બહુમતિવાળો આ વિસ્તાર રમખાણનો સામનો કરી ચૂક્યો છે. ત્રણ વર્ષ પહેલાં મુઝફ્ફરનગર અને શામલી વિસ્તારમાં થયેલા રમખાણોની અસર 2014 લોકસભા ચૂંટણીમાં જોવા મળી હતી. 2012 વિધાનસભા ચૂંટણીમાં 73 સીટમાંથી 11 સીટ ભાજપે જીતી હતી. 
 
2.5 કરોડ મતદાતા કરશે 73 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
 
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની 73 સીટો માટે 2.5 કરોડ મતદાતા છે. જેમાંથી 1.17 કરોડ મહિલાઓ છે. યુવા વર્ગમાં 18 થી 19 વર્ષ વચ્ચેના મતદાતાઓની સંખ્યા 24 લાખથી વધારે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UP election: voting for 73 seat first phase today
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended