Home »National News »Latest News »National» First Phase UP Election Campaign To End, Major Updates For Thursday

UPમાં પ્રથમ તબક્કા માટેના પ્રચાર પડઘમ થશે શાંત, આ ન્યૂઝ પર રહેશે નજર

divyabhaskar.com | Feb 09, 2017, 08:52 AM IST

નેશનલ ડેસ્ક:ગુરૂવારે પણ તામિલનાડુના રાજકારણમાં ગરમાવો જળવાય રહે તેવી શક્યતા છે. જ્યાં શશિકલા અને ઓ. પન્નીરસેલ્વમ વચ્ચેનો વિવાદ રાજ્યપાલના દ્વાર સુધી પહોંચવાનો છે. આજે ઉત્તર પ્રદેશના પહેલા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે. ગુરૂવારે આ સમાચારો પર રહેશે નજર. 

રાજ્યપાલ સમક્ષ ધારાસભ્યોની પરેડ કરાવશે શશિકલા  

AIADMK ના આંતરિક વિખવાદમાં આજે મોટો વળાંક આવે તેવી શક્યતા છે. શશિકલાએ AIADMKના ધારાસભ્યોને એક ફાઈવ સ્ટાર હોટલમાં રાખ્યા છે. તામિલનાડુના ઈન્ચાર્જ રાજ્યપાલ વિદ્યાસાગર રાવ આજે ચેન્નાઈ પહોંચવાના છે. ત્યારે તેમની સમક્ષ પરેડ કરાવશે. બીજી બાજુ, પન્નીરસેલ્વમે તમામ બેન્કોન પત્ર લખીને સૂચના આપી છે કે, તેમની મંજૂરી વગર નાણા ઉપાડવા દેવામાં ન આવે. બીજી બાજુ, રાષ્ટ્રપતિ સમક્ષ સાંસદો મારફત રજૂઆત કરીને શશિકલા તામિલનાડુના રાજ્યપાલ પર દબાણ વધારવા પ્રયાસ કરશે.
 
યુપીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર અભિયાન શાંત

યુપીમાં તા. 11મી ફેબ્રુઆરીના ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ચૂંટણી પંચના નિયમો પ્રમાણે, આજે સાંજે મતદાન સમાપ્ત થઈ જશે. જે વિસ્તારોમાં મતદાન થવાનું છે, ત્યાં મતદાતાઓને આકર્ષવા માટે રાજનેતાઓએ કમર કસી છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ તથા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત ભાજપના નેતાઓ અનેક જાહેરસભાઓને સંબોધિત કરવાના છે. 

17 વર્ષ બાદ બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી 

આજથી હૈદરાબાદ ખાતે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી શરૂ થશે. 17 વર્ષ બાદ ભારતના આંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમશે. બાંગ્લાદેશની ટીમને વર્ષ 2000માં ટેસ્ટ ટીમનો દરજ્જો મળ્યો હતો. વધુ એક વખત ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ કોહલીના નેતૃત્વની પરીક્ષા થશે. 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: First phase UP election campaign to end, major updates for Thursday
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext