Home »National News »Latest News »National» UP Polls: Priyanka Gandhi Not To Campaign In Amethi, Raebareli

પ્રિયંકા ગાંધી રાયબરેલી અને અમેઠીમાં પણ નહીં કરે કેમ્પેન, કોંગ્રેસમાં ઉદાસી

divyabhaskar.com | Feb 13, 2017, 19:01 PM IST

  • યૂપીમાં ચૂંટણી પ્રચાર માટે પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ કેન્સલ થઈ ગયો છે. (ફાઈલ)
અમેઠી. કોંગ્રેસની સ્ટાર કેમ્પેનર યાદીમાં સામેલ પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીમાં પાર્ટીના ઉમેદવારો માટે કમ્પેન નહીં કરે. પ્રિયંકા સોમવારે રાયબરેલીથી કેમ્પેન શરૂ કરવાના હતી. પરંતુ તે ત્યાં પહોંચી નહીં. તેની ગેરહાજરીથી કોંગ્રસના કાર્યકરોમાં ઉદાસી જોવા મળી છે. જોકે, કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે પ્રિયંકા એક દિવસ બાદ અહીં પાર્ટી કાર્યકરોને મળવા માટે જરૂર આવી શકે છે.  
 
શું છે મામલો?
 
- સપા-કોંગ્રેસ ગઠબંધન બાદ આ પ્રકારના સમાચાર હતા કે પ્રિયંકા અને અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ સાથે કેમ્પેન કરશે.
- હાલ એક ફેઝનું વોટિંગ થઈ ચૂક્યું છે. પરંતુ પ્રિયંકા અત્યાર સુધી યૂપી નથી આવી. થોડા દિવસો પહેલા કોંગ્રેસ તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકા માત્ર અમેઠી અને રાયબરેલીમાં કેમ્પેન કરશે.
- પરંતુ સોમવારે જ્યારે નિયત કાર્યક્રમ બાદ પણ પ્રિયંકા રાયબરેલી ન પહોંચી તો તેના કેમ્પેન કરવાને લઈને પ્રશ્નો ઉદભવ્યા.
- મૂળે, પ્રિયંકાને 13થી 15 ફેબ્રુઆરી સુધી રાયબરેલી અને 16થી 16 ફેબ્રુઆરી સુધી અમેઠીમાં કેમ્પેન કરવાનું હતું. પરંતુ લોકલ એડમિનિસ્ટ્રેશન પાસે તેમના કાર્યક્રમને લઈને કોઈ જાણકારી નથી.
- પ્રિયંકાની પાસે એસપીજી સિક્યુરિટી છે. જેથી તેના કાર્યક્રમની જાણકારી લોકલ એડમિનિસ્ટ્રેશનને આપવી જરૂરી હોય છે.
 
પ્રિયંકાની ગેરહાજરી પાછળ આ કારણ તો નથી ને?
 
- કોંગ્રેસના લોકલ લીડર્સનું માનીએ તો અમેઠી અને ગૌરીગંજ સીટો પર સપા અને કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે મુકાબલો છે.
- કોંગ્રેસ એવું માનીને ચાલી રહી હતી કે સપા આ બે સીટો તેમના માટે છોડી દેશે. દબાણ કરવા માટે કોંગ્રેસે ઉમેદવાર એનાઉન્સ પણ કર્યા. પરંતુ સપાએ આ ઉમેદવારો નથી હટાવ્યા. પહેલી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ અને રાહુલે પણ આ મુદ્દા પર કંઈક સ્પષ્ટ નહોતું કર્યું.
- મૂળે, પ્રિયંકા કેમ્પેન કરતી તો તે તિલોઈ અને જગદીશપુરમાં તો કોંગ્રેસને જીતાડવા માટે કહેતી, પરંતુ અમેઠી અને ગૌરીગંજમાં સપાને હરાવવાની અપી કરવી પડતી. પાર્ટી સૂત્ર જણાવે છે કે આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે પ્રિયંકા કેમ્પનથી દૂર રહી છે.
 
2012માં કોઈ ખાસ અસર નહોતી ઊભી કરી શકી પ્રિયંકા

- પ્રિયંકાએ 2012ની ચૂંટણીમાં અમેઠી-રાયબરેલીમાં 31 રેલીઓ કરી હતી. પરંતુ કોંગ્રેસને અહીં માત્ર બે સીટો મળી હતી. બંને જિલ્લાઓમાં 10 વિધાનસભા સીટો છે.
- જે પૈકી એક સીટ તિલોઈ હતી. અહીં ડો. મુસ્લિમ જીત્યા હતા. હવે તેઓએ પણ કોંગ્રેસ છોડી દીધી છે. લોકસભા ચૂંટણીમાં પણ સપા ન લડ્યું હોવા છતાંય સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને બરાબરની ટક્કર આપી હતી.
- બીજી તરફ, રાહુલ ગાંધીના રિપ્રેઝન્ટેટિવ ચંદ્રકાંત દુબેએ કહ્યું કે પ્રિયંકાનો હાલમાં કોઈ કાર્યક્રમ નક્કી નથી. રાહુલ ચોક્કસ 24 ફેબ્રુઆરીએ અમેઠી આવશે.

સતત હાર પ્રિયંકાને પહોંચાડી શકે છે નુકસાન
 
- 2007માં કોંગ્રેસે 10માંથી 7 સીટો પર જીત મેળવી હતી. પરંતુ 2012માં માત્ર બે સીટો મળી. જ્યારે બંને વખતે પ્રિયંકાએ ઘણા કેમ્પેન કર્યા હતા.
- આ વખતે સપા સાથે ગઠબંધન થયા બાદ કોંગ્રેસે તમામ 10 સીટો પર ચૂંટણી લડવાની વાત કહી હતી.
- તેને આશા હતી કે સપા તે માટે તૈયાર થઈ જશે પરંતુ સપાના બાગી ઉમેદવારોએ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે. હવે કોંગ્રેસની સ્ટ્રેટેજી અહીં નિષ્ફળ થતી હોય તેવું લાગી રહ્યું છે.

2019 પર નજર તો નથી ને?
 
- કોંગ્રેસની આંતરિક રિપોર્ટ મુજબ, સતત વે વખત રાયબરેલી અને અમેઠીમાં હારથી પ્રિયંકાની ઈમેજને નુકસાન થઈ શકે છે. આજ કારણ છે કે તેને હવે કેમ્પેનથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- આ રિપોર્ટ મુજબ, કોંગ્રેસ પ્રિયંકાની ઈમેજને 2019ની લોકસભા ચૂંટણી માટે બચાવીને રાખવા માગે છે. આજ કારણ છે કે તેને આ વખતે યૂપી ચૂંટણીથી દૂર રાખવામાં આવી રહી છે.
 
કોંગ્રેસે શું કહ્યું?
 
- કોંગ્રેસના પ્રવક્તા જીશાન હૈદરે કહ્યું – પ્રિયંકા પ્રચાર કરે એવું અમે બધા ઈચ્છીએ છીએ. પરંતુ તેઓ ક્યારે પ્રવાસમાં જોડાશે? તે તો તેઓ પોતે જ કહી શકશે. પ્રવાસ રદ થઈ ગયો એવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ અત્યાર સુધી તેમનો ઓફિશિયલ કાર્યક્રમ આવ્યો નથી. પ્રિયંકાજીએ ગત ચૂંટણીમાં પણ અમેઠી-રાયબરેલીમાં પ્રચાર કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UP Polls: Priyanka Gandhi not to campaign in Amethi, Raebareli
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended