Home »National News »Election 2012 »Other States» Unique Ganesh Statue At Chattisgarh

છત્તીસગઢમાં 3500 ફૂટ ઊંચેથી ગણેશજીની મૂર્તિ ખીણમાં પડી

Bhaskar News, Dantewada | Jan 28, 2017, 05:15 AM IST

  • છત્તીસગઢમાં 3500 ફૂટ ઊંચેથી ગણેશજીની મૂર્તિ ખીણમાં પડી,  other states news in gujarati
દંતેવાડા: છત્તીસગઢમાં દંતેવાડાની ઢોલકલ પહાડી પર 3500 ફૂટ ઊંચી બિરાજમાન દુનિયાભરમાં પ્રચલિત ગણેશજીની મૂર્તિ ખીણમાં પડીને ખંડિત થઈ ગઈ છે. 1000 વર્ષ જૂની અને 100 કિલોથી વધુ વજનની આ મૂર્તિ તેની જગ્યાએ ન દેખાતા ચોરી થવાની અફવા ફેલાઈ ગઈ હતી. 

એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે મૂર્તિની હેલિકોપ્ટર દ્વારા ચોરી કરવામાં આવી છે. જોકે એસપી અને જિલ્લા વહીવટીતંત્રે ઘટનાસ્થળે પહોંચીને મૂર્તિ ખીણમાં પડી ગઈ હોવાની પુષ્ટિ કરી હતી. મૂર્તિને ડ્રોન કેમેરાથી શોધી શકાઈ છે. જોકે તે કેટલી ખંડિત થઈ છે તે નક્કી થઈ શક્યું નથી.
 
26 જાન્યુઆરીએ જગદલપુરથી 20 લોકો ગણેશજીના દર્શન કરવા ગયા હતા. ત્યાં તેઓને મૂર્તિ પોતાના સ્થળે ન મળી. બાદમાં કલેક્ટર સૌરભકુમાર, એસપી કમલલોચન કશ્યપ અને જિલ્લા પ્રશાસનના સભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા તો ખીણમાં મૂર્તિ પડી હોવાની પુષ્ટિ થઈ હતી. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: unique ganesh statue at chattisgarh
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext