Home »National News »Latest News »National» Unheard Stories Of Geeta Babita Phogat

ઓફિસરની ગાડી સાથે અથડાઈ ગીતાની કાર, બબીતાએ ડ્રાઈવરને ઝીંક્યા 3 લાફા

divyabhaskar.com | Feb 14, 2017, 10:33 AM IST

  • માય એફએમના 10 વર્ષના સેલિબ્રેશન પ્રોગ્રામ પર બંનેએ આવા જ અનેક કિસ્સા સંભળાવ્યા
ચંદીગઢ. આમિર ખાનની દંગલ ફિલ્મમાં તમામે ગીતા અને બબીતાના જીવનની કહાણીને જોઈ હશે પરંતુ મોટા પડદા પર એવા અનેક કિસ્સા હતા જે દર્શાવાયા નથી. સોમવારે માય એફએમના 10 વર્ષના સેલિબ્રેશન પ્રોગ્રામ પર બંનેએ આવા જ અનેક કિસ્સા સંભળાવ્યા. આવો જ એક કિસ્સો ઓફિસરના ડ્રાઈવરને લાફો મારવાનો હતો.
 
તેણે મારો કોલર પકડી લીધો હતો
 
- તેણે જણાવ્યું કે એક વખત કાર લઈને સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે જતી હતી.
- સ્ટેડિયમ પહોંચી તો પાર્કિંગમાં એક ઓફિસરની ગાડી સાથે મારી ગાડી અથડાઈ. ઓફિસરના ડ્રાઈવરે બહાર નીકળીને નુકસાનના પૈસા માંગ્યા.
- બબીતાએ તેને કહ્યું કે હાલ પૈસા નથી અને તેઓ બાદમાં નુકસાનની ભરપાઈ કરી દેશે. પરંતુ તેણે બબીતાને છોકરો સમજીને તેનો કોલર પકડી લીધો.
- બબીતાએ ગુસ્સામાં આવીને તે વ્યક્તિને ત્રણ લાફા ઝીંકી દીધા. ગીતાએ જણાવ્યું કે દંગલ ફિલ્મમાં જે કંઈ દર્શાવવામાં આવ્યું છે કે 99 ટકા વાસ્તવિકતા છે.
 
કોચ સાથે થતી માથાકૂટ
 
- હકીકતમાં તેના પિતાની કોચ સાથે માથાકૂટ થતી હતી.  ગીતાએ જણાવ્યું કે અનેક વખત કોચ તેના પિતાને સ્ટેડિયમમાં અંદર પણ આવવા દેતો નહોતો.
- ગીતાએ કહ્યું કે તેઓ કદાચ વિચારતા હતા કે તેમની સફળતાનો પૂરો શ્રેય પિતાને ન જતો રહે. મારા પિતા મહાવીર ફોગાટ વાસ્તવિક જિંદગીમાં પણ તેમને સવારે સાડા ત્રણ વાગે ઉઠાડીને પ્રેક્ટિસ માટે મોકલી દેતા હતા.
- પ્રેક્ટિસથી બચવા માટેની તેમની શરારતો પણ અસલી જિંદગીમાં થઈ છે. ગીતાએ જણાવ્યું કે પિતા પાસે એક ટોર્ચ રહેતી હતી, જેનાથી તેઓ અંધારામાં પણ બંને બહેનો પર નજર રાખતા હતા.
- ઘણીવાર તેઓ ટોર્ચનો સેલ ગુમ કરી દેતા હતા અને ઘડિયાળનું એલાર્મ તો અનેકવાર બદલી નાંખ્યું હતું.
- બબીતાએ જણાવ્યું કે અનેક વાર પપ્પા બહાર નીકળીને ટીવી જોવા લાગતા હતા અને તેમના પર નજર રાખવા માટે નાની બહેનોને બારી પર બેસાડી દેતા હતા. ગીતાએ જણાવ્યું કે, દંગલના ડાયરેક્ટરે તેમને પૂછ્યું હતું કે ફિલ્મમાં પોતાનું પાત્ર તુ ખુદ પણ નિભાવી શકે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: unheard stories of geeta babita phogat
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext