Home »National News »Latest News »National» Chaos At Uttrakhand Congress Office Due To Ticket Distribution

ઉત્તરાખંડ: અસંતુષ્ટ કોંગ્રેસી નેતાના સમર્થકોની પાર્ટી મુખ્યાલયમાં તોડફોડ

divyabhaskar.com | Jan 22, 2017, 16:44 PM IST

અમૃતસર/દેહરાદુન:ઉત્તરાખંડમાં કોંગ્રેસના અસંતુષ્ટ ઉમેદવારોના સમર્થકોએ રવિવારે દેહરાદુનમાં પાર્ટી મુખ્યાલયમાં તોડફોડ કરી હતી. પંજાબમાં ભાજપ અને શિરોમણિ અકાલીદળ મળીને ચૂંટણીઓ લડી રહ્યાં છે. છતાંય રવિવારે ભાજપે અલગ રીતે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. નાણાપ્રધાન અરૂણ જેટલીએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડતી વખતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વધુ એક વખત ભાજપ-અકાલીદળ સત્તામાં પુનરાગમન કરશે. 
 
ઉત્તરાખંડ કોંગ્રેસની કચેરીમાં તોડફોડ
 

- બીજી બાજુ, કોંગ્રેસે ઉત્તરાખંડના ઉમેદવારોના નામનોની યાદી બહાર પાડી હતી. 
- આ યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા નવીન બિસ્ટ તથા આર્યેન્દ્ર શર્માના નામ ન હતા. 
- જેથી નારાજ થયેલા બિસ્ટ અને શર્માના સમર્થકોએ દેહરાદુન ખાતે પાર્ટીની કચેરીમાં તોડફોડ કરી હતી. 
- અહીં મોટાભાગે ભાજપ સાથે સીધી ટક્કર માનવામાં આવે છે. ભાજપે કોંગ્રેસમાંથી પાર્ટીમાં આવેલા અનેક ઉમેદવારોને ટિકિટ આપી છે. 

પંજાબમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દા 

- આર્થિક રીતે પછાત વર્ગની બાળકીઓ પીએચડી સુધી નિઃશુલ્ક અભ્યાસ કરી શકશે.
- ઉપરાંત દરેક પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું છે. 

કોંગ્રેસે બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો 

- પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દરસિંહે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. આ તકે પંજાબ કોંગ્રેસના પ્રભારી આશા કુમારી પણ હાજર હતા. 
- કોંગ્રેસે વરિષ્ઠ નાગરિકો, માજી સૈનિકો, તથા વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરિવહન નિગમની બસોમાં મુકત પ્રવાસની જાહેરાત કરી છે. 

અરૂણ જેટલીના ભાષણના મુખ્ય મુદ્દા:

- વિપક્ષના મતો તૂટવાથી ભાજપ-શિરોમણિ અકાલીદળના ગઠબંધનને લાભ થશે. જેના કારણે નિશ્ચિતપણે અમને લાભ થશે. 
- નોટબંધીને કારણે અર્થવ્યવસ્થા મજબુત થશે. 
- પહેલી જૂનથી જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ) લાગુ થશે. જેનાથી અર્થતંત્રનો વિસ્તાર થશે અને આવકમાં વધારો થશે.  
- નવજોત સિદ્ધુ અંગે ટિપ્પણી કરતા જેટલીએ કહ્યું હતું કે, આવી રીતે પાર્ટી બદલનારા નેતાઓએ રાજકારણને એક્સચેન્જ કાઉન્ટર બનાવી દીધું છે. 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Chaos at Uttrakhand Congress office due to ticket distribution
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext