Home »National News »Latest News »National» Under Construction Building Collapsed In Kanpur

કાનપુર: નિર્માણાધીન બિલ્ડિંગ પડતા 4નાં મોત, 30થી વધુ દબાયાની આશંકા

divyabhaskar.com | Feb 01, 2017, 18:23 PM IST

  • બચાવકાર્ય કરી રહેલી આર્મી.
જાજમાઉ, કાનપુર:  કાનપુરના જાજમાઉમાં નિર્માણાધીન 7 માળનું એક બિલ્ડિંગ ધસી પડતાં 4 લોકો મૃત્યુ પામ્યા છે. બિલ્ડિંગમાં હજુ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આર્મી, પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
 
30 થી 40 લોકો હજુ ફસાયેલા છે
 
કાનપુરના ડીએમ કૌશલ રાજે જણાવ્યું કે 30 થી 40 લોકો હજુ બિલ્ડિંગમાં ફસાયેલા છે. આર્મી અને NDRF ને બોલાવી લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવકાર્ય ચાલુ છે.
 
તેમણે કહ્યું કે આ ઘટનાની તપાસ માટે નિષ્ણાતોની એક ટીમને તહેનાત કરવામાં આવશે. સાથે જ ઘાયલોની સારવાર માટે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઇ છે.
 
સપા નેતાનું હતું બિલ્ડિંગ
 
નિર્માણાધીન બિલ્ડિંગ સપા નેતા મેહતાબ આલમની છે એમ કહેવામાં આવે છે. બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું હતું કે અચાનક જ તે નીચે ધસી પડ્યું જેમાં ઘણા મજૂરો ફસાઇ ગયા.
 
આસપાસના મકાનોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે
 
બિલ્ડિંગના ધસી પડવાથી આસપાસના મકાનોમાં તિરાડો પડી ગઇ છે. બીજી કોઇ ઘટના ન થાય તે માટે આ ઘરોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર અને આર્મી દ્વારા બચાવકાર્ય ચાલુ છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Under construction building collapsed in Kanpur
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext