Home »National News »Latest News »National» Two Spy Going To Pakistan Arrested By Intelligence

જોધપુરથી પાક. જતાં બે જાસૂસની ધરપકડ, ઇન્ટેલીજન્સ અધિકારીઓ દ્વારા પૂછપરછ

Bhaskar News Network, Jaipur | Jan 29, 2017, 01:00 AM IST

  • જોધપુરથી પાક. જતાં બે જાસૂસની ધરપકડ, ઇન્ટેલીજન્સ અધિકારીઓ દ્વારા પૂછપરછ,  national news in gujarati
જયપુર:ઇન્ટેલીજન્સ બ્યૂરોએ શુક્રવારે મોડી રાતે જોધપુર રેલવે સ્ટેશન પાસેથી બે યુવાનોની જાસૂસીની શંકામાં ધરપકડ કરી છે. તેઓ થાર એક્સપ્રેસથી પાકિસ્તાન જવાની તૈયારીમાં હતા. બંને યુવાનો જેસલમેરના રહેવાસી હતા અને તેઓ પર આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલા  હોવાની સાથે વ્યૂહાત્મક મહત્વની સૂચનાઓ પાકિસ્તાન પહોંચાડવાની આશંકા છે. હાલ સાદિક અને તેના સાથીને ઇન્ટેલીજન્સ અધિકારીઓ અટકાયતમાં લઇને તેમની પૂછપરછ કરી રહ્યા છે. બંને યુવાનો પાસે આર્મી એરિયાની ગતિવિધિઓની સાથે જે કેટલાક દસ્તાવેજ મળ્યા છે. તેમની પર સરહદી વિસ્તારોમાં વ્યૂહાત્મક મહત્વની સૂચનાઓ સાથે સૈન્ય ગતિવિધિઓની જાણકારી પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ સુધી પહોંચાડવાની શંકા છે.
 
ઇન્ટેલીજન્સના એડીજી યુ.આર. સાહુએ કહ્યું હતું કે બંને યુવાનો પર લાંબા સમયથી નજર રખાતી હતી. જોધપુરના ભગત કી કોઠી સ્ટેશનથી થાર એક્સપ્રેસ શનિવારે સવારે એક વાગે પાકિસ્તાન માટે રવાના થાય છે. આ ટ્રેનથી પાકિસ્તાન જવા માટે બંને શુક્રવારે જ જેસલમેર આવ્યા હતા.
 
જાસૂસીના આરોપમાં 6 મહિનામાં 7 પકડાયા
 
ઇન્ટેલીજન્સ વિભાગે છેલ્લા છ મહિનાામં જેસલમેર અને જોધપુરમાં કાર્યવાહી કરીને જાસૂસીના આરોપમાં સાતની ધરપકડ કરી છે. છેલ્લે ઇન્ટેલીજન્સે દીનદયાલ નામના યુવાનની ધરપકડ કરી હતી. જેના ખાતામાં આઈએસઆઈના સભ્ય પૈસા નાખતા હતા. તેવામાં દીનદયાલ સૈન્ય ગતિવિધિઓની સૂચનાઓ લીક કરતો હતો. આ સિવાય એક તલાટી, પોસ્ટકર્મી અને અન્ય લોકોની પણ ધરપકડ થઈ છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Two Spy going to Pakistan arrested by Intelligence
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext