Home »National News »Photo Feature» Bus Driver Suddenly Stopped The Bus And Car Driver Loose His Control

લગ્ન પૂર્ણ કરી ઘરે જતા હતા, બસ સાથે ટક્કર બાદ કારમાં ફસાઇ યુવતીઓની લાશ

divyabhaskar.com | Feb 08, 2017, 11:25 AM IST

  • કારમાં સવાર બે મહિલાઓનું મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે.
બટાલાઃ અમૃતસર-પઠાનકોટ નેશનલ હાઈવે પર બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કારમાં સવાર બે મહિલાઓનું મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે. ભયંકર અકસ્માતમાં કારના ભુક્કા બોલાઈ ગયા અને તેના પાર્ટ્સ 100 મીટર સુધી વિખરાયેલા જોવા મળ્યા હતા. ઘટના બાદ ડ્રાઈવર બસ છોડી ભાગી ગયો હતો. 
 
લગ્ન બાદ હિમાચલથી પરત ફરી રહ્યાં હતા 3 લોકો

- પોલીસે બંને યુવતીઓની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- જૈ સિંહ સાલકોટિયાએ જણાવ્યું કે, એક સંબંધીના લગ્નમાં હાજરી આપ્યા બાદ 3 લોકો પોતાના ગામ કોપડા હિમાચલ પ્રદેશ ખાતે પરત ફરી રહ્યાં હતા.
- જૈ સિંહ જ કાર ચલાવી રહ્યાં હતા. આ સમયે અમૃતસર-પઠાનકોટ નેશનલ હાઈવે પર બસ બટાલા તરફ જઈ રહી હતી.
- આ સમયે જ બસ ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી દીધી. જેને કારણે પાછળથી આવતી કાર તેની સાથે ટકરાઈ હતી.
- આ ઘટનામાં જૈ સિંહની પત્ની સૃષ્ટા દેવી અને બહેન નિર્મલા ચૌધરીનું મોત થયું હતું. બીજી તરફ જૈ સિંહને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
- પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એક માહિતી અનુસાર કારની સ્પીડ પણ વધુ હોવાનું સામે આવ્યું છે.
- જેને લીધે બસ ડ્રાઈવરે અચાનક બ્રેક મારી તો જૈ સિંહ કારની નિયંત્રિત કરી શક્યા નહીં. 
- જોરદાર ટક્કરને કારણે કારણે પાછળ બેઠેલી મહિલા ફસાઇ ગઈ હતી. તેની લાશને કાઢવા જેસીબી મશીનથી કાર કાપવી પડી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો .......................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bus Driver Suddenly Stopped The Bus And Car Driver Loose His Control
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended