Home »National News »Photo Feature» Twist In Daughter Of Custom Officers Complained Women Police Officers Story

રાતમાં થયું હતું કસ્ટમ અધિકારીની દીકરી સાથે આવું, વાંચો ચોંકાવનારી કહાણી

divyabhaskar.com | Feb 07, 2017, 00:05 AM IST

  • ઋચાના ચહેરા પર ઈજાના નિશાન છે.
ઈન્દોર. કસ્ટમ અધિકારીની દીકરી દ્વારા પોલીસ અધિકારીને હાથમાં બચકું ભરવાના મુદ્દે નવો વળાંક આવ્યો છે. તેના પરિવારજનોએ  તે રાતની કહાણી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વર્ણવેલી કહાણી ચોંકાવનારી છે.
 
શું છે મામલો
 
- 1 ફેબ્રુઆરીએ તુકોગંજ પોલીસે ઋચા સંઘવી સામે મહિલા નિરીક્ષક આકાંક્ષા જોશીની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવી ફરિયાદ દાખલ કરી હતી.
- ઋચાની કાર નો પાર્કિંગમાં ઉભી હતી. કાર હટાવવા પહોંચેલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે તેણે ગેરવર્તણૂંક કરી અને બાદમાં તેના હાથ પર બચકું ભરી લીધાનો નિરીક્ષક આકાંક્ષાએ આરોપ લગાવ્યો હતો.
- પોલીસ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી રહી હતી. ઋચાએ આ મોબાઈલ તોડી નાંખ્યો. આથી આખરે તેણે તુકોગંજ પોલીસ સ્ટેશન જવું પડ્યું. પોલીસે તેની સામે કેસ દાખલ કર્યો.
-  ઋચાના પરિવારજનોએ શનિવારે ડીઆઈજી સાથે મુલાકાત કરી હતી. તેમણે ફરિયાદ કરી કે 1 ફેબ્રુઆરીએ તુકોગંજ પોલીસે સવારે 4 વાગ્યા સુધી ઋચાને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી હતી.
- ઋચાની માતાના જણાવ્યા મુજબ તેને ખૂબ મારવામાં આવી છે. તેનો ચહેરો સોજી ગયો છે. માથું દીવાલ પર અથડાવવામાં આવ્યું અને નાકનું હાડકું તોડી નાંખવામાં આવ્યું. હાલ તે હોસ્પિટલમાં ભરતી છે.
 
ડોક્ટરનું કહેવું છે ઈજાગ્રસ્ત છે ઋચા
 
- ભંડારી હોસ્પિટલમાં ઋચાની સારવાર કરી રહેલાં ડોક્ટર બીએલ ભટનાગરે કહ્યું કે ઋચાને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તે ઘણી ઈજાગ્રસ્ત હતી. તેના નાકનું હાડકું તૂટી ગયું છે.
- તેના માથામાં હેમાટોના થયું છે. સોજી ગયું છે. એક્સરે અને સિટી સ્કેન કરાવાયા છે. તેના ચહેરા પર ઈજાના નિશાન છે. હાલ તેની તબિયત સ્થિર છે. હજુ તેણે કેટલાંક દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.
- તે ખૂબ ડરેલી છે. ઉંઘમાં પણ બબડે છે. આટલું કહીને તેની માતા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી.
 
ઋચાની માતાએ કહ્યું
 
-ઋચાની માતાએ કહ્યું કે, શું તેણે દારૂના નશામાં ગાડી ચલાવી હતી? શું સ્પીડ બ્રેકર તોડીને  કોઈ પર ગાડી ચડાવી દીધી? તેનો ગુનો શું હતો?
-  તેણે જ્યારે ટ્રાફિક પોલીસવાળા ક્રેનથી ગાડી ખેંચીને લઈ જઈ રહ્યા હતા ત્યારે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે ગાડીને નુકસાન ન થાય.
- ઋચાએ કીધું, મેમો બનાવી આપો. પોલીસવાળા ન માન્યાં. કહ્યું નેતાગારી નહીં ચાલે. ગાડી તો ક્રેનથી જ ખેંચવામાં આવશે. ઘણી મોડે સુધી વિવાદ થતો રહ્યો.
- આ દરમિયાન એસઆઈ આકાંક્ષા આવી. ઋચાને બે મહિલા પોલીસે પકડી લીધી અને એસઆઈ તેના પર તૂટી પડી.
-ઋચાને ફટકાર્યા બાદ તેને જબરદસ્તીથી ગાડીમાં નાંખવાનો પ્રયાસ કર્યો. આ મુદ્દે બબાલ થઈ. જેમાં ઋચાએ પોલીસવાળાને હાથ પર બચકું ભરી લીધું હોવાનું કહેવામાં આવ્યું.
-તેમણે ઋચાને ઘસડીને ગાડીમાં નાંખી અને ફટકારતા ફટકારતા સ્ટેશન લઈ ગયા.
 
પોલીસે કહ્યું આરોપ જૂઠ્ઠા
 
તુકોગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી દિલીપ સિંહ ચૌધરીએ કહ્યું, ઋચાએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી. જ્યારે પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે તેમાં અડચણ કર્યો. તેને અટકાવવા પર પોલીસ કર્મીના હાથ પર બચકું ભરી લીધું. જે ગુનો છ, તેથી તેની સામે 323, 324 તથા 294 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. જ્યાં સુધી મારપીટની વાત છે તો આરોપ ખોટા છે.
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Twist in daughter of custom officers complained women police officers story
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended