Home »National News »Latest News »National» Tuition Teacher Sexually Assaulted 25 Students

ટ્યૂશનટીચરે કરી 25 બાળકોની જાતીય સતામણી, 76 વીડિયો ક્લિપિંગ પણ બનાવી

divyabhaskar.com | Feb 11, 2017, 09:54 AM IST

  • આરોપીએ 5 થી 15 વર્ષના બાળકોને બનાવ્યા શિકાર
જયપુર: અહીયાં ટ્યૂશન કરાવતા 26 વર્ષના ટીચર રમીઝનો ઘૃણાસ્પદ ચહેરો સામે આવ્યો છે. તે 5 થી 15 વર્ષના બાળકોની જાતીય સતામણી કરતો હતો અને એટલું જ નહી પણ તે તેની વીડિયો ક્લિપિંગ બનાવીને તેમને ડરાવતો પણ હતો. પોલીસને તેના મોબાઇલમાંથી 76 ક્લિપિંગ મળી છે. શરૂઆતની તપાસમાં 25 બાળકોના યૌનશોષણની વાત બહાર આવી છે, પરંતુ આ આંકડો વધી પણ શકે છે. તપાસમાં બહાર આવ્યું છે કે રમીઝ ત્રણ વર્ષથી આ ઘૃણાસ્પદ કામ કરતો હતો. સોમવારે વોટ્સએપ ગ્રુપમાં એક વીડિયો અપલોડ થયા પછી કે બાળકના પરિવાર સુધી પહોંચી ગયો. પરિવારે પોલીસમાં આ વિશે ફરિયાદ કરી. રમીઝ આ વાતનો અણસાર આવતા જ ભાગી ગયો હતો.
 
પોર્ન સાઇટ સાથે સંબંધ હોવાની શંકા
 
- પોલીસે ગુરુવારે રમીઝની ધરપકડ કરી હતી. શુક્રવારે પૂછપરછ દરમિયાન તેણે બાળકો સાથે જાતીય સતામણીની વાત કબૂલ કરી.
- પોલીસને તેની પાસે બે પેનડ્રાઇવ અને એક હાર્ડ ડિસ્ક હોવાની જાણકારી પણ મળી છે. આ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.
- શુક્રવારે એક બીજા બાળકના પરિવારવાળા ફરિયાદ લઇને પોલીસસ્ટેશને પહોંચ્યા હતા.
- એડિશનલ એસપી નોર્થ સમીર દુબેએ જણાવ્યું કે રમીઝના મોબાઇલમાં મળેલી ક્લિપિંગને જોતાં લાગે છે કે તે કોઇ બીજાની મદદ લઇને બનાવવામાં આવી છે.
- આવામાં પોલીસને શંકા છે કે રમીઝનો સંબંધ કોઇ પોર્નસાઇટ સાથે હોઇ શકે છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે તે આ અશ્લીલ ક્લિપિંગ્સને વેચતો હતો કે કેમ.
 
સ્કૂલે તેને કાઢી મુક્યો પણ પોલીસને યૌન શોષણની જાણકારી ન આપી
 
- આરોપી રમીઝ એક ખાનગી સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ હતો.
- જણાવવામાં આવે છે કે રમીઝથી પીડિત કેટલાંક વિદ્યાર્થીઓએ સ્કૂલના કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કાઢીને સ્કૂલના મેનેજમેન્ટને આપી હતી. તેમાં બાળકોની ક્લિપિંગ્સ હતી.
- સ્કૂલે રમીઝને તો 23 જાન્યુઆરીએ જ કાઢી મુક્યો, પરંતુ, આખી વાતને દબાવી દીધી. રમીઝ એમએ, બીએડ છે અને સ્કૂલમાં અંગ્રેજી વિષય ભણાવતો હતો.
- આ પહેલા પણ રમીઝને બે સ્કૂલોમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. પોલીસ હાર્ડ ડિસ્કને મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
 
બાળકો પાસે પણ કરાવડાવી રેકોર્ડિંગ, ઘરેથી પૈસા પણ મંગાવતો હતો રમીઝ
 
- પોલીસતપાસમાં બહાર આવ્યું છે કે રમીઝ જે સ્કૂલમાં ભણાવતો હતો, તેના બાળકોને ગેરંટી સાથે પાસ કરાવવાની વાત કરીને ટ્યૂશન માટે બોલાવતો હતો.
- રમીઝ કોઇ બાળકની અશ્લીલ ક્લિપ બનાવતો હતો અને પછીથી તેને બતાવીને બીજા બાળક પાસે રેકોર્ડિંગ પણ કરાવતો હતો.
- પીડિત બાળકોએ જાણકારી આપી છે કે રમીઝ ડરાવી-ધમકાવીને ઘરેથી પૈસા લાવવા માટે પણ મજબૂર કરતો હતો.
- પોલીસ કમિશ્નર સંજય અગ્રવાલે જણાવ્યું, “પોલીસસ્ટેશને કેસ નહી દાખલ કરવાની બાબતની તપાસ કરવામાં આવી રહી છે. હું પોતે આખા કેસનું મોનિટરિંગ કરી રહ્યો છું. કોઇપણ પરિવારજન મામલાની જાણકારી ગુપ્ત રીતે આપી શકે છે. તેમની ઓળખ જાહેર કરવામાં નહી આવે.”
 
ગંદી ફિલ્મો બતાવતા હતાસર
 
- એક વિદ્યાર્થીએ જણાવ્યું કે ટીચર સ્કૂલમાં નાપાસ કરવાની ધમકી આપીને ટ્યૂશન માટે મજબૂર કરતા હતા. જ્યારે તેમના ઘરે ભણવા ગયા તો કમ્પ્યુટરમાં રાખેલી ગંદી ફિલ્મો બતાવતા હતા અને અમારી તેમજ બીજા મિત્રો સાથે ગંદું કામ કરતા હતા.
- “પહેલા તો ડર લાગ્યો, પરંતુ પછી તેણે કહ્યું કે કંઇ નહી થાય. એવી પણ ધમકી આપી કે ઘરવાળાઓને કે સ્કૂલમાં કોઇને પણ જણાવ્યું તો નાપાસ કરી દઇશ.”
- “ધમકી આપીને ઘરેથી પૈસા પણ મંગાવતો હતો. કેટલીયવાર અમે તેને પૈસા પણ આપ્યા. પૈસા ઘરેથી ચોરી કરતા હતા.”
- બીજા વિદ્યાર્થીએ જણાવ્યું કે મારું ભણતર તો સારું ચાલતું હતું, માર્ક્સ પણ સારા લાવતો હતો, તેમછતાં ટીચરે નાપાસ કરવાની ધમકી આપી અને ટ્યૂશને બોલાવી લીધો.
- “તેણે ગંદા કામો કરવાનું કહ્યું અને નાપાસ થવાની ધમકીના કારણે અમે કંઇ ન બોલ્યા. મમ્મી-પપ્પાને કહેવાથી ઘરે માર પડશે એવો ડર હતો એટલે કોઇને કંઇ ન કીધું.”
 
બાળકોના સર આવા હશે, વિચાર્યું ન હતું
 
- એક પેરેન્ટે જણાવ્યું કે, બાળકોના પરિણામ સારા આવે અને બીજાં બાળકો કરતા સારા માર્ક્સ આવે તે માટે મેં બાળકને ટ્યૂશને મોકલ્યો. મને તો વિશ્વાસ જ નથી થતો કે મારા બાળક સાથે આવું થયું.
 
20 દિવસથી બાળકો કહેતા હતા કે અમારી સાથે ખોટું થઇ રહ્યું છે
 
- રમીઝ એક ખાનગી સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ પણ હતો. તેની હરકતોથી કંટાળેલા બાળકો 20 દિવસથી સ્કૂલના એડમિનિસ્ટ્રેશનને તેમના સાથે થઇ રહેલી ગંદી હરકતો વિશે જણાવ્યું પરંતુ, સ્કૂલે બાળકોની વાત સાંભળી નહી અન રમીઝને 23 જાન્યુઆરીએ સ્કૂલમાંથી કાઢી મુક્યો.
- મામલો સામે આવ્યા પછી પણ સ્કૂલે પોલીસને જાણ ન કરી. આરોપીની ધરપકડ થવા પર કેટલાંક વિદ્યાર્થીઓ રામગંજ પોલીસસ્ટેશને પહોંચ્યા. તેમણે પોલીસને તેની કરતૂતો વિશે જણાવ્યું.
- મામલો લીક થતા પહેલા સ્કૂલના એડમિનિસ્ટ્રેશનની જાણમાં આવી ચૂક્યો હતો. સ્કૂલે 20 દિવસ સુધી મામલો દબાવીને રાખ્યો.
- સ્કૂલમાં સુનાવણી ન થવાથી વિદ્યાર્થીઓના પરિવારજનો રમીઝના ઘરે પહોંચ્યા. રમીઝ અને તેના પરિવારવાળાઓનો વિદ્યાર્થીઓના પરિવારજનો સાથે ઝઘડો થયો.
- વિદ્યાર્થીઓના પરિવારજનોએ આ ઝઘડા વિશે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી. તેથી પોલીસ રમીઝના ઘરે પહોંચી. પોલીસને જોઇને રમીઝ ભાગી ગયો.
- પછી પરિવારજનો પોલીસસ્ટેશન પહોંચ્યા. ત્યાં કેસને દાખલ ન કર્યો અને તપાસ થશે એવી વાત કરીને તેમને પાછા મોકલી દેવામાં આવ્યા.
- કાર્યવાહી ન થતી જોઇને વિદ્યાર્થીઓના પરિવારજનો મંગળવારે બાળકોને લઇને પોલીસ કમિશ્નર સંજય અગ્રવાલ પાસે પહોંચ્યા. તેમના આદેશ પર કેસ દાખલ કરવામાં આવ્યો. 
 
આગળની સ્લાઇડમાં વાંચો આ કેસ બાબતે ડીસીપી સાથેની વાતચીત...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tuition teacher sexually assaulted 25 students
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended