Home »National News »Latest News »National» Trump Administration May Take Fresh Look At Its India f16 Plan Said Lockheed Martin

ભારતમાં F-16 ફાઈટર પ્લેન બનશે કે નહીં? ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન કરશે ફેંસલો

divyabhaskar.com | Feb 10, 2017, 12:50 PM IST

  • ભારતમાં અમેરિકન F-16 ફાઈટર પ્લેન બનાવવા અંગે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નિર્ણય કરશે. (ફાઈલ)
નવી દિલ્હી. ભારતમાં અમેરિકન F-16 ફાઈટર પ્લેન બનાવવા કે નહીં તેનો ફેંસલો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન કરશે. યુએસ ડિફેન્સ ફર્મ લોકહીડ માર્ટિન ભારતમાં F-16 પ્લેનના પ્રોડક્શન પ્રોજેક્ટને આગળ વધારવા ઈચ્છે છઠે. પરંતુ કંપની મુજબ હાલ  આ પ્રપોઝલ પર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નવેસરથી નજર કરશે. એડમિનિસ્ટ્રેશનનું આ પગલું ઈન્ડિયામાં પ્લેનના પ્રોડકશનમાં અવરોધ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ઓબામા એડમિનિસ્ટ્રેશન ભારતને F-16 ફાઈટર જેટ્સ આપવા સહમત હતું.
 
ભારતમાં પ્રોડક્શન ઈચ્છે છે કંપની
 
- અમેરિકા 5th જનરેશન વિમાન તરફ આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં લોકહીડ માર્ટિન અમેરિકાના ટેક્સાસ સ્થિત પોતાના ફોર્ટ વર્થ પ્લાન્ટનો ઉપયોગ F-35 જોઈન્ટ સ્ટ્રાઈક ફાઈટર જેટના પ્રોડક્શન કરવા માટે ઈચ્છે છે.
- બીજી તરફ ભારતીય વાયુસેનાને ફાઈટર પ્લેનની જરૂર છે. ભારત 100થી વધારે ફાઈટર જેટનો ઓર્ડર આપવા માંગે છે. આ સ્થિતિમાં ઓર્ડર મળવા પર લોકહીડ માર્ટિન કંપની ઈન્ડિયામાં F-16નું પ્રોડક્શન કરવા ઈચ્છે છે.
- ન્યૂઝ એજન્સી મુજબ, કંપનીનું કહેવું છે કે અમે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને વર્તમાન પ્રપોઝલ અંગે જણાવી દીધું છે. ભારત સાથે રક્ષા સહયોગ વધારવાના દ્રષ્ટિકોણથી ઓબામા એડમિનિસ્ટ્રેશને આ પ્રપોઝલને સપોર્ટ કર્યો હતો.
 
અમેરિકાના હિતનું ધ્યાન રાખીશું-લોકહીડ
 
- લોકહીડના પ્રવક્તાએ કહ્યું,  ટ્રમ્પની ટ્રાન્ઝિશન ટીમ અને યુએસ કોંગ્રેસ સાથે આ પ્રપોઝલ પર અનેક મહિનાઓથી વાતચીત ચાલી રહી છે.
- અમે જાણીએ છીએ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આ પ્રોજેક્ટ પર નવેસરથી વિચાર કરશે. અમે પૂરો સપોર્ટ કરવા તૈયાર છીએ. આવી કોઈપણ ડીલને અમેરિકાની પોલિસીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે તેનો અમે ભરોસો આપીએ છીએ. અમેરિકાના હિતનું પણ ધ્યાન રાખવામાં આવશે.
- F-16 વિમાનોનું પ્રોડક્શન ઈન્ડિયામાં કરવાથી અમેરિકામાં 200 એન્જિનિયરિંગ જોબ્સ ઉભી થશે. જે ઈન્ડિયામાં પ્રોડક્શન લાઈનને સપોર્ટ કરશે. આ ઉપરાંત કંપનીના 800 અમેરિકન વર્કરની જોબ પણ સેફ રહેશે.
 
ટ્રમ્પે આપી હતી આકરી પ્રતિક્રિયા
 
- ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ઓફિસ સંભાળ્યાના શરૂઆતના દિવસોમાં જ ઓટોમેકર્સ અને ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પર કડક રિએકશન આપ્યું હતું.
- ટ્રમ્પે સસ્તા બજારોમાં પ્રોડક્શન અને બાદમાં પ્રોડક્ટ્સના અમેરિકામાં વેચાણને લઈ નારાજગી વ્યક્ત કરી હતી.
-જોકે F-16નો કેસ અલગ છે. કારણકે અમેરિકાને હવે તેની જરૂર નથી. ઉપરાંત કંપની અમેરિકા અને કર્મચારીઓ બંનેના હિતનું ધ્યાન રાખવાની વાત પણ કહી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: trump administration may take fresh look at its india f16 plan said lockheed martin
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended