Home »National News »Desh» 2 Young Boys Died On The Spot And Girl Died At The Hospital

કોલેજ જવા નીકળ્યા હતા 3 ભાઈ-બહેન, રસ્તામાં ટ્રક સાથે થયો અકસ્માત

Navneet Sharma | Feb 16, 2017, 18:29 PM IST

અંબાલાઃઅંબાલા-બરવાલા રોડ પર એક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રક સાથે ટક્કર થયા બાદ બાઈક પર સવાર 3 લોકોના મોત થયા હતા. બે યુવકોએ ઘટના સ્થળે દમ તોડ્યો હતો, જ્યારે યુવતીનુ ચંદીગઢ પીજીઆઈમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ત્રણેય મૃતકો એકજ પરિવારના હોવાનું સામે આવ્યું છે.
 
 
 
કોલેજ જઈ રહ્યાં હતા ત્યારે થયો અકસ્માત...

- મૃતકોમાં યુવતી જતિન્દર કૌર બીટેક સ્ટુડન્ટ હતી, જ્યારે કે તેનો પિતરાઈ ભાઈ ગુરવિંદર સિંઘ પણ બીટેક કરી રહ્યો હતો. યુવતીનો સગો ભાઈ દેવેન્દ્ર બીએ સ્ટુડન્ટ છે.
- ગુરવિંદર અને દેવેન્દ્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 
- ત્રણેય ભાઈ બહેન બલટાના ગામના રહેવાસી હતા. તેઓ દરરોજ બરવાલાથી લાંડરા કોલેજ જવા માટે બસ પકડતા હતા.
- ત્રણેય બરવાલા સુધી બાઈક પર જતા હતા. ત્રણેય બાઈ પર સવારે 7 વાગે ઘરેથી નીકળ્યા હતા. 
- રસ્તામાં તેઓ એક ટ્રક સાથે ટકરાયા હતા. જોરદાર ટક્કરને કારણે યુવકોનું મોત થયું હતું. જ્યારે કે જીતેન્દ્ર કૌરને લોકો પીજીઆઈ લઈ ગયા હતા. જોકે તેનું પણ મોત થયું હતું.
- અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
 
તસવીરોઃરાજેશ કશ્યપ

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 2 Young Boys Died On The Spot And Girl Died At The Hospital
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext