Home »National News »Latest News »National» Parliament Likely To Witness Fireworks Between Opposition & Govt

સાંસદ અહેમદના નિધન અંગે ગૃહમાં હોબાળો, મોત છૂપાવવાનો સરકાર પર આરોપ

divyabhaskar.com | Feb 04, 2017, 01:41 AM IST

  • ગાંધીજીની પ્રતિમા પાસે દેખાવો કરી રહેલા ટીએમસીના સાંસદો
નવી દિલ્હી:શુક્રવારે સંસદના બજેટ સત્રના પ્રથમ તબક્કાનો ચોથો દિવસ છે. જેમાં ભારે હોબાળો થયો હતો. તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ સંસદમાં ગાંધીજીની પ્રતિમા પાસે દેખાવો કર્યા હતા. ભારે હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી મોકૂફ રહી હતી. 
 
કાર્યવાહી બે વાર સ્થગિત કરાયા બાદ સ્પીકર સુમિત્રા મહાજને સોમવાર સુધી ગૃહને સ્થગિત કરી નાખ્યું હતું. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ સહિત ડાબેરી પક્ષોના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અહમદના મૃત્યુના સમાચારને કલાકો સુધી છુપાવવામાં આવ્યા હતા. તેમનાં પરિવારજનોને વરિષ્ઠ નેતાઓ  સાથે મળવા પણ નહોતા દેવાયા. સરકારે બજેટ રજૂ કરવા માટે આવું કર્યું હતું. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના સાંસદોની ધરપકડ અંગે પણ હોબાળો થયો હતો. વિપક્ષે એવો આરોપ લગાવ્યો હતો કે સરકારે સીબીઆઈને પોતાની કઠપૂતળી બનાવી દીધી છે અને વિપક્ષોને હેરાન કરે છે. વિરોધ પ્રદર્શન કરવા માટે તૃણમૂલ સાંસદોએ સંસદના પ્રાંગણમાં ગાંધીજીની પ્રતિમા પાસે ધરણાં કર્યાં હતાં અને કૂચ પણ કાઢી હતી.
ઈ. અહેમદના નિધન અંગે ચર્ચા 
 
- વહેલી સવારે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લિગના સાંસદ ઈ. અહેમદના નિધન છતાંય કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું હતું. જેના અંગે શુક્રવારે હોબાળો થયો હતો.  
- કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે હોસ્પિટલ અને સરકાર દ્વારા ઈ. અહેમદ સાથે અનૈતિક વર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂક્યો છે અને ચર્ચા માટે નોટિસ આપી છે. 
- વિપક્ષે રાજ્યસભામાં આરોપ મૂક્યા હતા કે, હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ અહેમદનું મોત થઈ ગયું હતું, પરંતુ તેમના નિધનની માહિતી છૂપાવવામાં આવી હતી. 
- વિપક્ષનો આરોપ છે કે, સરકારે અહેમદના પરિવારજનો પ્રત્યે અસંવેદનશીલતા દાખવી હતી. 
- લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની માંગણી કરી હતી. 
શુક્રવારે સંસદમાં હોબાળો
 
- શુક્રવારે તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા સંસદ પરિસરમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે દેખાવો કર્યા હતા. 
- સંસદના પ્રથમ બે દિવસનો બહિષ્કાર કરવાની જાહેરાત TMCએ કરી હતી. 
- ડિમોનિટાઈઝેશન, બજેટસત્રને એક મહિનો વહેલું બોલાવું, સરકારના બજેટ, વગેરે જેવી બાબતો પર હોબાળો થયો હતો.  
- ભાજપે તેના તમામ સાંસદોને શુક્રવારની સંસદની કાર્યવાહીમાં હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો.
- હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી પહેલા બાર વાગ્યા સુધી અને પછી એક વાગ્યા સુધી મોકૂફ કરવામાં આવી હતી.  
- એક વાગ્યે ફરી ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ટીએમસી તથા ભાજપના સાંસદો વચ્ચે શાબ્દિક ટપાપટી બોલી હતી, જેના પગલે ગૃહની કાર્યવાહી સોમવાર સુધી મોકૂફ કરી દેવામાં આવી હતી. 
- જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મોકૂફ કરવામાં આવી. 
 
પ્રતિક્રિયા 

- વર્લ્ડ બેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક તથા મૂડીઝના રેટિંગ્સ કહે છે કે રોકાણ માટે ભારત સારી જગ્યા છે. કેનેડા તથા ઓસ્ટ્રેલિયા સાથે યુરેનિયમ સપ્લાય એગ્રીમેન્ટ બાદ આજે ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે.: વેંકૈયા નાયડુ, માહિતી અને પ્રસારણ પ્રધાન, કેન્દ્ર સરકાર 

- નાગાલેન્ડમાં પ્રવર્તમાન હિંસા અંગે કેન્દ્ર સરકાર વાકેફ છે. વડાપ્રધાન તથા સંરક્ષણપ્રધાન આ અંગે સંવેદનશીલ છે. આ માટે જરૂરી આગમચેતીના પગલા અમે લીધા છે. કેન્દ્ર સરકારે સેના તથા વાયુદળ સહિતની જરૂરી સુવિધાઓ આપી છે.: સુભાષ ભામરે, રાજ્યકક્ષાના સંરક્ષણપ્રધાન, કેન્દ્ર સરકાર 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Parliament likely to witness fireworks between opposition & Govt
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended