Home »National News »Latest News »National» 20 Killed And 10 Injured In Road Rage In Chittor

AP: ચિત્તુરમાં પ્રદર્શન કરતા ખેડૂતોને ટ્રકે કચડ્યાં, 20નાં મોત, 15 ઘાયલ

divyabhaskar.com | Apr 22, 2017, 09:22 AM IST

  • વીજળીના થાંભલા અને કાર સાથે ટક્કર બાદ ટ્રક લોકો વચ્ચે ઘૂસી ગઈ હતી
હૈદરાબાદ: આંઘ્રમાં ચિત્તૂરના યેરપેડૂ ગામે શુક્રવારે એક ટ્રક લોકો પર ફરી વળી. 15 લોકોનાં મોત થયા હતા અને 15 ઘવાયા છે. જેમાંથી 6ની હાલત ગંભીર છે. ગ્રામીણો પોલીસ સ્ટેશનની બહાર સ્વર્ણમુખી નદીમાંથી ગેરકાયદે રેતીના ખોદકામની વિરુદ્ધ દેખાવો કરી રહ્યા હતા.

બેકાબૂ ટ્રક ત્યાં ધસી આવી હતી. કેટલાક વાહનોને ટક્કર મારી વીજળીના થાંભલા સાથે ટકરાતા જીવંત વાયર લોકો પર પડી જતાં મોટાભાગના લોકો તેનાથી મૃત્યુ પામ્યા હતા. ટ્રક ડ્રાઇવર અને ક્લીનર ભાગી ગયા છે. તેઓ દારૂ પિધેલા હોવાનું મનાય છે. ઘાયલોને તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં ત્રણ ઘાયલોનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. અન્ય છ ઘાયલોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દૂર્ઘટના બદલ દુ:ખની લાગણી વ્યક્ત કરીને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
 
મૃતકોમાં મોટા ભાગના ખેડૂતો
 
મીડિયા રિપોર્ટ પ્રમાણે વિસ્તારમાં ગેરકાયદે રીતે રેતી ખનન બંધ કરવાની માંગ સાથે મંગલપાલેમ ગામના ખેડૂતો દેખાવો કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે ખૂબ જ ઝડપી ગતીએ આવી રહેલા એક ટ્રકે પહેલા કાર અને એક ઈલેક્ટ્રિક પોલને ટક્કર મારી હતી. ત્યાર બાદ તે ખેડૂતોના ટોળાં વચ્ચે ઘૂસી ગયો હતો. ઘટના સ્થળે માર્યા ગયેલા મોટા ભાગના લોકો ખેડૂત છે.
 
મૃતકોના પરિવારના 5 લાખની સહાયની જાહેરાત
 
સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે જાણી જોઈને અકસ્માત કરવામાં આવ્યો છે. ચિત્તૂર એસપી જી શ્રીનિવાસે જણાવ્યું હતું કે ઘટનાની તપાસના આદેશ આપે દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે. સ્થાનિક લોકો દ્વારા ષડયંત્રના આરોપ બાદ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી અચ્છન નાયડૂએ કહ્યું કે ઘટનાના કારણની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને તિરુપતિની રૂઈયા હોસ્પિટલમાં દાકલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ટ્રક શ્રીકાલાહસ્તિથી તિરુપતિ જઈ રહી હતી. 
 
મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
 
પીએમ મોદીએ ચિત્તૂરમાં થયેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્તિ કર્યું હતું. @PMOIndiaએ ટ્વિટ કર્યું, 'આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવવાનું દુઃખ છે. હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. મૃતકોના પરિવારજનો સાથે મારે સંવેદના છે.'
 
આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડૂએ ટ્વિટ કર્યું, 'ચિત્તૂર અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે મારી સંવેદના છે. મેં પ્રશાસનને દરેક પ્રકારની મદદ કરવાના નિર્દેશ કર્યા છે.'
 
તાત્કાલિક બોડી સોંપી દેવા નિર્દેશ

આંધ્ર પ્રદેશના હેલ્થ મિનિસ્ટર કામિનેનિ શ્રીનિવાસે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ઘાયલોને તાત્કાલિક તમામ પ્રકારની મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ બાદ તાત્કાલિક બોડી તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 20 killed and 10 injured in road rage in Chittor
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended