Home »National News »Photo Feature» Couple Claimed That This Is The First Ever Legal Transgender Marriage In India

યુવકમાંથી બન્યો યુવતી, સ્કૂલ સમયના પ્રેમીને મેળવવા કરાવ્યું સેક્સ ચેન્જ

divyabhaskar.com | Feb 23, 2017, 10:11 AM IST

  • શ્રી ઘટકે 2015માં પોતાની સર્જરી કરાવી અને યુવકમાંથી યુવતી બની ગયો.
કોલકાતાઃ સ્કૂલના દિવસોમાં તે પોતાના દેશને ઘણો પ્રેમ કરતો હતો. જોકે સમાન જેન્ડરના હોવાના કારણે બંને એકબીજાના ન થઈ શક્યા. આ માટે યુવકે સર્જરી કરાવી યુવતી બની ગયો. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં થયેલા એક લગ્નની આ કહાણી હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. આ લગ્ન દેશના પ્રથમ કાયદેસર મંજૂરી સાથેના ટ્રાન્સજેંડર મેરેજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
 
 
 
સ્કૂલમાં થયો હતો પ્રેમ...

- કોલકાતાના શ્રી ઘટક અને સંજય મુહૂરીએ લગ્ન કર્યા છે.
- બંને સ્કૂલ ટાઈમથી સારા મિત્રો હતા અને એકબીજાને પસંદ કરતા હતા.
- બંને વચ્ચેના પ્રેમને તેઓ લગ્નના બંધન સાથે જોડવા માગતા હતા. આ જ કારણે શ્રી ઘટકે 2015માં પોતાની સર્જરી કરવી અને યુવકમાંથી યુવતી બની ગયો.
- શ્રી ઘટકે જણાવ્યું કે, 8 મા ધોરણમાં આવ્યા બાદ તે સંજય તરફ આકર્ષિત થઈ હતી.
- આ પ્રેમ કોઈ મહિલા પુરુષને કરે તેવો જ હતો. જોકે સંજય આ મામલે કન્ફ્યૂઝ હતો. અમારા પરિવારજનો પણ આ સંબંધોની વિરુધ્ધ હતા. જોકે સમજાવવા પર તેઓ માની ગયા.
 
ટ્રાન્સજેંડર સમુદાય માટે પ્રેરણા, માતાએ પણ આપ્યો સાથ

- સંજય અને શ્રી ઘટકના લગ્ન ઘણા લોકો માટે પ્રેરણાદાયી સાબિત થશે.
- એમએનસીમાં માર્કેટિંગ કંસલ્ટન્ટ સંજય મુહૂરીએ શ્રી ઘટક સાથે એક વર્ષ અગાઉ લગ્ન કરી લીધા હતા. જોકે હવે તેઓના લગ્નને કાયદેસર રીતે રજીસ્ટર કરાવવામાં આવ્યા હતા.
- શ્રી ઘટકે કહ્યું કે, વર્ષોથી સામાજીક ઉપેક્ષાનો શિકાર બનતા અન્ય ટ્રાન્સજેંડરે પણ કાયદાકીય રીતે લગ્ન કરી લેવા જોઈએ.
- ટ્રાન્સજેંડર શ્રી ઘટકે જણાવ્યું કે, બાળપણ અને જવાનીમાં તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. લોકો મજાક ઉડાવતા અને મારતા પણ હતા. 
- આવા સમયે માતા સિવાય અન્ય કોઈ તેનો સાથ આપવા તૈયાર નહોતું. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંજય અને શ્રી ઘટકના લગ્નની વધુ તસવીરો.........)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Couple Claimed That This is the First Ever Legal Transgender Marriage in India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended