Home »National News »Latest News »National» Love Story Transgender Ties The Knot With Man In Bhubaneswar

કિન્નર સાથે યુવકે કર્યા લગ્ન, દુલ્હન બનાવી લાવ્યો ઘરે, આવી છે Love Story

divyabhaskar.com | Feb 03, 2017, 00:06 AM IST

  • ટ્રાન્સજેન્ડર મેઘા અને વાસુદેવે કર્યાં લગ્ન.
ભૂવનેશ્વર. દેશમાં એક બાજુ કિન્નર સમાજ સમકક્ષ દરજ્જા માટે લડી રહ્યો છે ત્યાં બીજી તરફ ઓડિશામાં એક એવા લગ્ન જોવા મળ્યાં, જેને બદલાતા સમાજની શરૂઆત કહી શકાય. થોડાં દિવસો પહેલાં ભૂવનેશ્વરમાં એક વ્યક્તિએ કિન્નર સાથે રીત-રિવાજથી લગ્ન કર્યા.
 
આવી છે બંનેની લવ સ્ટોરી
 
- થોડા દિવસો પહેલાં થયેલા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ સ્ટોરી ઘણી શેર કરવામાં આવી છે.
- દુલ્હન મેઘાએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તે લગ્ન કરી શકશે.
- ટ્રાન્સજેન્ડર હોવના કારણે તે અન્ય કિન્નરોની જેમ પોતાનું જીવન જીવી રહી હતી.
- એક દિવસ મેઘાની ઓળખાણ વાસુદેવ સાથે થઈ. મુલાકાત બંને અવારનવાર વાતો કરવા લાગ્યા.
- ધીમે ધીમે બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.
- આખરે બંનેએ લગ્ન કરવાનો ફેંસલો કર્યો.
 
પરિવારજનો હતા લગ્નની વિરુદ્ધમાં
 
- વાસુદેવે જ્યારે આ વતા તેના પરિવારને જણાવી ત્યારે પ્રોબ્લેમ ઉભો થયો. તેમણે આ સંબંધને સ્વીકારવાની ના પાડી દીધી.
- પરિવારજનો અનેક દિવસો સુધી લગ્ન માટે ના પાડતાં રહ્યા પરંતુ વાસુદેવની જિદ આગળ તેમણે નમવું પડ્યું.
- 26 જાન્યુઆરીએ બંને ધૂમધામથી લગ્ન કર્યા. કિન્નર સમાજ પણ આ લગ્નનો હિસ્સો બન્યા.
 
ખુશ છે મેઘા
 
- લગ્ન બાદ મેઘાએ કહ્યું કે ખૂબ ખુશ છે. લોકો વિચારે છે કે ટ્રાન્સજેન્ડર લગ્ન ન કરી શકે.
- તેણે એમ પણ કહ્યું કે, અમે પણ મહિલા છીએ અને સામાન્ય જિંદગી જીવવાના હકદાર છીએ.
 
 આગળની સ્લાઈડ્સમાં જૂઓ, ફોટા....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Love story transgender ties the knot with man in Bhubaneswar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended