Home »National News »Desh» People Here Started To Tattoo Their Body Including Their Chest And Back

અહીં છોકરીઓ પર ખરાબ નજર રાખતો હતો રાજા, એટલે છાતી પર દોરાવતા 'ટેટૂ'

divyabhaskar.com | May 16, 2017, 15:05 PM IST

  • પીઠ ઉપર સૌથી છેલ્લે ટેટૂ દોરવવામાં આવે છે
રાયપુર: ટેટૂ દોરાવવા ભલે અત્યારે એક ફેશન માનવામાં આવતી હોય પરંતુ છત્તીસગઢના આદિવાસીઓ માટે આ એક ફરજિયાત પ્રથા છે. સદીઓથી ચાલી આવતી આ પ્રથા પાછળની જે વાર્તા છે તે ખરેખર આશ્ચર્યમાં મુકી દે તેવી છે. અહીં ખાસ કરીને લોકો રાજાની નજરથી તેમની દીકરીઓને બચાવવા માટે તેમની છાતી અને પીઠ સહિત શરીરના અન્ય ભાગો ઉપર ટેટૂ દોરાવતા હતા.
 
(છત્તીસગઢ દેશનું સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતુ રાજ્ય છે. અહીં રહેતા આદિવાસીઓનો પોતાનું એક કલ્ચર, માન્યતાઓ અને પરંપરાઓ છે. આજે અમે તમને આદિવાસીઓની અમુક માન્યતાઓ વિશે જણાવીશું.)
 
- બૈગા આદિવાસીઓની 12થી 20 વર્ષની છોકરીઓમાં છૂંદણા દોરાવવા ફરજિયાત હોય છે. શરીરના અમુક ખાસ ભાગમાં છૂંદણા દોરાવવામાં આવે છે. આ પ્રોસેસમાં થતી પિડાને સહન કરવા માટે વૃદ્ધ મહિલાઓ છોકરીઓને હિંમત આપતી હોય છે.
- અલગ અલગ ઉંમરમાં શરીરના વિવિધ ભાગમાં છૂંદણા દોરાવવામાં આવે છે. શરુઆત માથાથી થાય છે. ત્યારપછી પગ, સાથળ અને હાથ સહિત ચહેરાનો વારો આવે છે. સૌથી છેલ્લે પીઠ ઉપર છૂંદણા દોરાવવામાં આવે છે. છૂંદણા દોરતી મહિલાઓને બદનીન કહેવામાં આવે છે. જે ઘરમાં છોકરીના શરીર પર છૂંદણા દોરવામાં આવતા હોય ત્યાં પુરૂષોને પ્રવેશ આપવામાં આવતો નથી. અહીં એવી માન્યતા છે કે જો કોઈ પુરૂષે ભૂલમાંથી પણ આ પ્રક્રિયા જોઈ લીધી તો તે આખુ જીવન શિકાર કરી શકતો નથી.
 
રાજાના કારણે શરૂ થઈ હતી પ્રથા

- છૂંદણા શરૂ થવાની પાછળ બૈગ જનજાતિઓની એક માન્યતા છે કે પહેલાં એક રાજા ખૂબ કામુક સ્વભાવનો હતો. 
- તે રોજ એક નવી છોકરીને પોતાનો શિકાર બનાવતો હતો. એક વાર તે જે છોકરી સાથે રાત વિતાવી લેતો હતો તેના શરીર પર છૂંદણા દોરાવી દેતો હતો. જેથી બીજી વખત તે છોકરીનો તે શિકાર ન કરે.
- રાજાના આ વર્તનથી પરેશાન થઈને લોકોએ તેમવી કુંવારી છોકરીઓને છૂંદણા દોરાવવાના શરૂ કરી દીધા જેથી રાજાથી તેમને બચાવી શકાય. આમ, આ ઉપાય પછી એક પ્રથા થઈ ગઈ.
- આની પાછળ એક એવી પણ માન્યતા છે કે શરીર પર દોરવામાં આવેલુ છૂંદણું તેના મર્યા પછી પણ તેની વાસ્તવિક ઓળખ બની રહે છે.
- એવુ માનવામાં આવે છે કે, મૃત્યુ પછી શરીર નષ્ટ થઈ જાય છે પરંતુ છૂંદણું તેના આત્મામાં અંકિત થઈ જાય છે અને સ્વર્ગમાં તે જ તેની ઓળખ બને છે.
- એવી પણ એક માન્યતા છે કે, જો આ સમાજની છોકરીઓ છૂંદણું ન દોરાવે તો સ્વર્ગમાં ભગવાન સમક્ષ ખૂબ ખતરનાક હથિયારથી દોરાવવું પડે છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: people here started to tattoo their body including their chest and back
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended