Home »National News »Latest News »National» Total 271 People Dead In Rail Accidents In Modi Government

મોદી સરકારના સમયમાં થઇ મોટી રેલ દુર્ઘટનાઓ, કુલ 271નાં મોત થયાં

Bhaskar News Network, New Delhi | Jan 23, 2017, 22:20 PM IST

  • મોદી સરકારના સમયમાં થઇ મોટી રેલ દુર્ઘટનાઓ, કુલ 271નાં મોત થયાં,  national news in gujarati
નવી દિલ્હી:હીરાખંડ એક્સપ્રેસ ટ્રેન ખડી પડતાં 39 પેસેન્જર્સનાં મોત થયાં જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા થોડા મહિનામાં ટ્રેન પાટા પરથી ખડી પડવાના એકસરખા ચાર અકસ્માતો નોંધાયા છે. રેલવેમાં સુરક્ષા સાથે સંકળાયેલાં 1.3 લાખ ખાલી પદોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. મોદી સરકાર આવ્યા બાદ નોંધાયેલા મોટા રેલ અકસ્માતોનો આંકડો હવે 5 સુધી પહોંચ્યો છે જેમાં 271 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 592થી વધુ લોકો ઘાયલ થયા છે.
 
રેલવે બોર્ડ દ્વારા મળેલી માહિતી મુજબ, શનિવારે જે ડિવિઝનમાં રેલ અકસ્માત થયો તે ઈસ્ટ કોસ્ટ રેલવેમાં સુરક્ષાને લગતા 24% પદો ખાલી છે. એન્જિનિયરિંગ સ્ટાફના 6,398 મંજૂર પદ છે જે પૈકી 4,827 પદો પર ભરતી થઈ છે. સિક્યુરિટીના 67 પદો, સિગ્નલ અને ટેલિકોમના 93 પદો તથા ઈલેક્ટ્રિકલ લોકલ રનિંગના 613 પદો હજુ ખાલી છે. ઉપરાંત હાલ કાર્યરત સ્ટાફ ઓછી સુવિધા અને ટેક્નોલોજી સાથે કામ કરી રહ્યો છે તે મુદ્દો પણ ચિંતાજનક છે. એસસીઆર મજદૂર યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી કે. શિવકુમારનું કહેવું છે કે મહત્વપૂર્ણ પદો ખાલી હોવાથી આવી દુર્ઘટનાઓ તો થવાની જ છે.
 
 
મોદીના શાસનમાં અકસ્માત
 
- 21 જાન્યુઆરી 2017 - હીરાખંડ એક્સ. અકસ્માત - 39નાં મોત, 50 ઈજા.
- 20 નવેમ્બર 2016 - ઈન્દોર-પટણા એક્સપ્રેસ, 145નાં મોત, 226 ઘાયલ.
- 20 માર્ચ 2015 - દેહરાદૂન-વારાણસી જનતા એક્સ., 38નાં મોત, 150 ઘાયલ.
- 13 ફેબ્રુઆરી 2015 - એર્નાકુલમ ઈન્ટરસિટી એક્સ., 10નાં મોત, 150 ઈજા.
- 26 મે 2014 - ગોરખપુર એક્સ., 39નાં મોત, 150થી વધુ ઘાયલ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Total 271 people dead in Rail Accidents in Modi Government
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext