Home »National News »Latest News »National» Tamilnadu Crisis These Tricks Used Pannerselvam And Sasikala For Govt Making

પન્નીરસેલ્વમ v/s શશિકલાઃ AIADMKમાં દાવેદારી માટે બંનેએ અપનાવી 6 રીત

divyabhaskar.com | Feb 10, 2017, 12:10 PM IST

  • શશિકલા અને પન્નીરસેલ્વમ. ફાઈલ
ચેન્નઈ. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીથી વધારે તામિલનાડુની AIADMK પાર્ટીમાં ચાલી રહેલી આંતરીક લડાઈએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાર્ટી ચીફ વીકે શશિકલા અને પૂર્વ સીએમ ઓ પન્નીરસેલ્વમે હવે સામ-સામે આવી ગયા છે. બંને જૂથોએ ગુરુવારે રાત્રે ગવર્નર સી વિદ્યાસાગરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. શશિકલાએ પાર્ટીના 134 ધારસભ્યોમાંથી 130ને રિસોર્ટ મોકલી દીધા છે. 29 વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. પાર્ટીના ફાઉન્ડર એમજી રામચંદ્રનના નિધન બાદ 1988માં તેમની પત્ની જાનકી અને જયલલિતા વચ્ચે પણ આવી જ ફાઈટ જોવા મળી હતી. ત્યારે પણ ધારાસભ્યોને પોતાના પક્ષમાં રાખવા કોઈને મળવા દેવાયા નહોતા.
 
બંને જૂથોએ પોતાનો દાવો મજબૂત કરવા આવા દાવ અજમાવ્યા
 
1.શશિકલાએ 130MLAsને રિસોર્ટ મોકલ્યા
- શશિકલાએ પાર્ટી પર પોતાની પકડ મજબૂત બનાવવા અને ધારાસભ્યો ફરી ન જાય તે માટે તમામને ચેન્નઈથી આશે 50 કિમી દૂર એક રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા.
- તમામના મોબાઈલ પર લઈ લેવામાં આવ્યા હોવાના આરોપ છે. તેમને ટીવી જોવાની પણ મંજૂરી નતી. કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ જરૂર પડે તો તેમને દિલ્હી પણ લઈ જવાશે.
- બહુમતિ સાબિત થાય ત્યાં સુધી આ લોકો અહીંયા જ રહી શકે છે.
 
2.પન્નીરસેલ્વમે પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનું કહ્યું
- AIADMK ટ્રેઝરર પદેથી હટાવ્યા બાદ પન્નીરસેલ્વમે 2 બેંકોને લેટર લખીને કહ્યું કે તે હજુ પણ ટ્રેઝરર છે.
- તેણે બેંક ઓફ ઈન્ડિયાને કહ્યું છે કે મારી પરમિશન વગર કોઈ બીજાને પાર્ટી એકાઉન્ટ ઓપરેટ ન કરવા દેશો.
 
3. પન્નીરસેલ્વમે જયલલિતાના ઘરને મેમોરિયલ બનાવવાનું કહ્યું
- પન્નીરસેલ્વમે ગુરુવારે કહ્યું કે તે જયલલિતાના ઘર પોયસ ગાર્ડનને એક સ્મારક બનાવશે. તેના પર શશિકલા જૂથે વાંધો ઉઠાવ્યો છે.
- શશિકલા જૂથનું કહેવું છે કે પોયસ ગાર્ડન એક પ્રાઈવેટ પ્રોપર્ટી હોવાથી સરકાર ત્યાં સ્મારક ન બનાવી શકે.
-ઉલ્લેખનીય છે કે હાલ શશિકલા પોયસ ગાર્ડનમાં જ રહે છે.
 
4.જયલલિતાના મોતની તપાસ થવી જોઈએ
- આ દરમિયાન પન્નીરસેલ્વમે શશિકલા પર આરોપ લગાવ્યો કે જયલલિતા 75 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહી. પરંતુ તેને એકવખત પણ મળવા ન જવા દેવાયો.
- તેમણે કહ્યું, અમ્માની મોતને લઈને જે સવાલ ઉઠી રહ્યા છે તેનો જવાબ મળવો જોઈએ.
- બાદમાં એક તપાસ પંચ બનાવવાની જાહેરાત કરી.
 
5.લોકોને પોતાના ધારાસભ્યોનો ફોન કરવાની કરી અપીલ
- પન્નીરસેલ્વમે જૂથે શશિકલા પર દબાણ બનાવવા લોકોને પોત-પોતાના વિસ્તારના ધારાસભ્યોને ફોન કરાવની અપીલ કરી.
- ધારાસભ્યોને જબરદસ્તીથી ગોંધી રાખવામાં આવ્યા છે તે વાતની લોકોને ખબર પડે અને શશિકલા પર દબાણ બનાવી શકાય તે માટે આમ કરવામાં આવ્યું.
- આ માટે પન્નીરસેલ્વમ જૂથે લોકોને એસએમએસ પણ કર્યા.
 
6. રિસોર્ટમાંથી ભાગીને પન્નીરસેલ્વમ જૂથમાં પહોંચ્યો એક ધારાસભ્ય
- શશિકલાએ જે રિસોર્ટમાં 130 ધારાસબ્યોને રાખ્યા છે તેમાંથી એક બહાર નીકળવામાં સફળ રહ્યો. એમએલએ એસપી સામુગાનાથન પન્નીરસેલ્વમ જૂથમાં આવી ગયા.
- બાદમાં પન્નીરસેલ્વમે તેમની મીડિયા સાથે મુલાકાત કરાવી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tamilnadu crisis these tricks used pannerselvam and sasikala for govt making
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext