Home »National News »Latest News »National» Ticket Are Fix For Turncoats In UP Election

યુપીમાં પક્ષપલટુઓનો દબદબો: જીતે કે હારે, તેમની ટિકિટ ફિક્સ, આ વખતે પણ મેદાનમાં

Dinesh Mishra, Lucknow | Feb 02, 2017, 23:45 PM IST

  • યુપીમાં પક્ષપલટુઓનો દબદબો: જીતે કે હારે, તેમની ટિકિટ ફિક્સ, આ વખતે પણ મેદાનમાં,  national news in gujarati
લખનઉ:યુપી વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા રાજકીય ગલીઓમાં પક્ષબદલુઓનું પલ્લુ ભારે જ રહે છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પણ આ લોકો ભારે પડતા નજર આવી રહ્યા છે. તેમને ઓલ પાર્ટી મેન કહેવાય છે. એટલે કે ઉત્તરપ્રદેશની ચારેય મોટી પાર્ટીઓના આ ક્યારેક ને ક્યારેક નેતા રહ્યા છે.
 
એ નેતા જે દરેક પક્ષમાં રહી ચૂક્યા છે, ક્યારેક સપા, ક્યારેક બસપા, ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ
 
- વેદપ્રકાશ ગુપ્તા કોંગ્રેસ, સપા, બસપા સાથે લડ્યા, હવે ભાજપમાં
ગત 30 વર્ષોમાં ચાર પક્ષ બદલી ચૂક્યા છે. રામજન્મભૂમિ મુદ્દાના સમયે ભાજપમાં રહ્યા પછી સમય મુજબ પક્ષ બદલતા રહ્યા અને હવે ફરી ભાજપના ઉમેદવાર છે.
- ખબ્બુ તિવારી સપા, બસપા, 2017માં ભાજપથી અપના દળ
ઈન્દ્ર પ્રતાપ ઉર્ફે ખબ્બ સપામાં હારી ગયા. 2012માં બસપામાં ગોસાઈગંજથી પણ હારી ગયા. હવે ભાજપની ટિકિટ મળી છે. ગઠબંધનને કારણે તેમની સીટ અપના દળના ક્વોટામાં જતી રહી છે.
- રામચંદ્ર યાદવ સપા, બસપા બાદ ભાજપથી ધારાસભ્ય બન્યા
રામચંદ્ર યાદવ પૂર્વ ધારાસભ્ય સપાના મિત્રસેન યાદવના શિષ્ય છે. પછી બસપાથી ફૈજાબાદ જિલ્લામાં લડ્યા. પછી ભાજપના ધારાસભ્ય બન્યા. હવે ફરી વાર ભાજપથી ટિકિટની આશા.
- દયારામ સપાથી બસપામાં, હવે ભાજપથી ટિકિટ મળી
દયારામ ચૌધરીસપા તરફથી એમએલસી બનાવ્યા બાદ 2007થી 2012 સુધી બસપામાં રહ્યા, આ વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
- ચંદ્રભાન સપા-બસપાથી જીત્યા, પીસ પાર્ટીથી હાર્યા, હવે RLDમાં
ચંદ્રભાન સિંહ સુલતાનપુરના ઈસોલીથી સપાના ધારાસભ્ય રહ્યા છે. 2007માં બસપામાંથી ઉપચૂંટણી જીત્યા. ગત ચૂંટણી પીસ પાર્ટીની ટિકિટ  પર લડ્યા પરંતુ હારી ગયા. આ વખતે રાલોદમાંથી લડી રહ્યા છે.
- રામકુમાર મંત્રી રહ્યા, અપક્ષ, બસપા, હવે ભાજપ ઉમેદવાર
રામકુમાર વર્મા કલ્યાણસિંહ સરકારમાં મંત્રી હતા. 2007માં અપક્ષ અને 2012માં બસપાની ટિકિટ પરથી લડ્યા પરંતુ હારી ગયા અને હવે ભાજપની ટિકિટ પર લડવાની તૈયારીમાં છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ticket Are Fix For turncoats in UP Election
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended