Home »National News »Desh» In Indore Same Three Incidents Have Happened Within A Year

ફ્રેન્ડશિપમાં આ છોકરીઓને મળ્યો દગો, આખી રાત કરી પાર્ટી અને પછી મળ્યો મૃતદેહ

divyabhaskar.com | May 16, 2017, 00:05 AM IST

  • અનામિકા દુબે, શિલ્પુ ભદૌરિયા, સુષ્મા અવસ્થી
ઈન્દોર: મોડલ અનામિકા દુબેનાં શંકાસ્પદ મોત પછી તેના મિત્રો ઉપર ઘણાં સવાલ ઊભા થયા છે. આ શહેરમાં એક જ વર્ષમાં આ પ્રમાણેની ત્રણ ઘટનાઓ બની છે. સુષ્મા અવસ્થી અને શિલ્પૂ ભદૌરિયાનો જીવ પણ આવા વિશ્વાસના કારણે જ ગયો હતો. તપાસમાં તેમની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. અનામિકાનો ઘટના ક્રમ પણ સુષ્મા અને શિલ્પૂ જેવો જ છે.
 
શું છે ઘટના?

- મિત્રતાને સૌથી વિશ્વસનીય સંબંધ માનવામાં આવે છે પરંતુ તેમાં જ દગો થાય તો પછી વિશ્વાસ કોના ઉપર મુકવો. રાઉના કૃષ્ણા પૈરાડાઈઝ કોલોનીમાં રહેતી અનામિકાના શંકાસ્પદ મૃત્યુએ ફરી લોકોને વિચારતા કરી દીધા છે.
- યુવતીઓ તેમના પ્રેમી અને પરિચિત પર વિશ્વાસ મુકીને તેમના જોડે જતી રહે છે અને ત્યારપછી તેમને દગો જ મળે છે. વાત વધતા જીવ પણ જતો રહે છે.
- આવો જ ઘટના ક્રમ ગયા વર્ષે શિલ્પૂ ભદૌરિયાઅને સુષ્મા અવસ્થી સાથે પણ થઈ ચૂક્યો છે. શરૂઆતમાં તેમની મોતને આત્મહત્યા ગણાવવામાં આવતી હતી પરંતુ તપાસમાં સ્પષ્ટ થયું કે તેમની હત્યા કરવામાં આવી છે. 
- આ બંને કેસમાં આરોપી મિત્રો ઉપર હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
 
મિત્રો સાથે ફ્લેટમાં રોકાઈ અને થઈ ગયુ મોત

- સ્કીમ નંબર 114માં રહેતી અનામિકા દુબેનું શંકાસ્પદ સ્થિતિમાં 11મેના રોજ મોત થયું છે. તે તેના પ્રેમી ધીરજ શર્મા સાથે 10મેના રોજ ઈન્ટવ્યું આપવા નીકળી હતી.
- રાત્રે તેના જ ફ્લેટ પર રોકાઈ હતી અને બીજા દિવસે તેની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલ લાવવામાં આવી હતી. પરંતુ ત્યારે તેનું મૃત્યુ થઈ ગયું હતું.
- શોર્ટ પીએમ રિપોર્ટ પ્રમાણે લિવર અને આંતરડા ફાટી ગયા હોવાની વાત સામે આવી હતી. આ બંને સિવાય ધીરજના ફ્લેટ પર તેનો મિત્ર સૂરજ, દેવેન્દ્ર અને દેવરાજ પણ હતા. 
- ટીઆઈ વિજય સિસોદીયાએ જણાવ્યું કે ઘટના પછી દેવેન્દ્ર અને દેવરાજ નિવેદન આપવા નહતા આવ્યા.
- પોલીસે અનામિકાના પરિવારજનોનું નિવેદન પણ લીધું હતું. જેમાં અનામિકાના પિતાની હાર્ટ સર્જરી થઈ હતી. તે સમયે પણ ધીરજ ત્યાં આવતો-જતો હતો.
- ધીરજ અને સૂરજનમા નિવેદનમાં અલગ અળગ વાતો સામે આવી રહી છે. તેના આધાર પર અનામિકની હત્યા થઈ હોય તેવી પોલીસને શંકા છે.
- પોલીસને શંકા છે કે, એમ્બ્યુલન્સમાં લઈ જતા પહેલા જ અનામિકનું મૃત્યુ થઈ ગયું હતું.
 
મિત્રો સાથે ખુશી શેર કરવા નીકળી હતી, મળ્યું મોત

- ડિસેમ્બર 2016માં મહેશ નગરમાં રહેતી રિટાયર્ડ ઓફિસરની 35 વર્ષની દીકરી સુષ્માને પણ આ રીતે જ દગો મળ્યો હતો.
- તે નોકરી મળી હોવાની ખુશી તેના મિત્ર મનોજ વાઘવાની (મુખ્ય મિત્ર) અને જયકિશન સાથે શેર કરવા ગઈ હતી.
- તે બંને તેને કારમાં લેવા આવ્યા હતા. ત્યારપછી તેમણે ખૂબ જ દારી પીધો અને પછી ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી હતા.
- આખી રાત તેઓ સુષ્માની લાશ લઈને ઈન્દોરના પશ્ચિમમાં ફરતા રહ્યા હતા. બંનેએ તેના ઓળખીતાઓને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી. ત્યારપછી તેઓ જાતે જ મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
- ત્યારપછી દ્વારકાપુરી પોલીસે બંનેની સામે મર્ડરનો કેસ નોંધ્યો હતો.
 
વિશ્વાસ કરીને મિત્રો સાથે હોટલમાં ગઈ, પરંતુ થઈ હત્યા

- 7 ઓગસ્ટ 2016માં તુકોગંજમાં આવેલી લેમન ટ્રી હોટલના ચોથા માળથી પડીને શિલ્પૂ ભદૌરિયાનું મોત થયુ હતું.
- પોલીસના જણાવ્યા પ્રમાણે તે તેના મિત્ર નિરજ સાથે હોટલમાં ગઈ હતી. હોટલમાં નિરજના મિત્ર આશુતોષ અને શૈલેન્દ્ર પણ હતા.
- શિલ્પૂના મૃત્યુપછી તેના મિત્રો અંડરવિયર પણ ત્યાં મૂકીને ભાગી ગયા હતા.
- પોલીસે આત્મહત્યાનો કેસ નોંધી લીધો હતો પરંતુ તપાસ કર્યા પછી ખબર પડી કે તે હત્યાની ઘટના હતી.
- ત્રણેય આરોપીઓ સામે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. સેનાએ રિટાયર્ડ શિલ્પૂના પિતા રમેશ ભદૌરિયાએ હત્યા પહેલા શિલ્પૂ સાથે રેપ પણ થયો હોવાની વાત કરી છે.
- શિલ્પૂ પણ વિશ્વાસ કરીને મિત્રો સાથે હોટલમાં ગઈ હતી.
 
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો....
 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: In Indore same three incidents have happened within a year
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended