Home »National News »Latest News »National» Three Different Love Stories To Read This Valentine

પ્રેમ લંડનમાં, એકરાર દિલ્હીમાં અને લગ્ન ઇંદોરમાં, કંઇક આવી છે આમની લવસ્ટોરી

Kanhaiya Yadav | Feb 14, 2017, 12:33 PM IST

  • ઇંદોરના નિવેદિત અને દિલ્હીની સ્નિગ્ધાની પ્રેમકહાની અનોખી છે.
ઇંદોર: ખબર નહી કેવી રીતે તે દબાતા પગલે, જાણ પણ ન થાય તેવી રીતે આવે છે. રૂના ઢગલા જેવા હલકાં-ફૂલ્કાં વાદળોની વચ્ચેથી તે આવે છે કે પછી રાત્રિની નીરવતામાં કોઇ દૂધિયા ચાંદનીની જેમ! તે ક્યારેક કોઇ અનામી ફૂલની જેમ હૃદયના ખૂણે ધીમેથી ખિલે છે અને જીવનને સુવાસિત કરી જાય છે. અથવા તો નાજુક સ્વપ્નની જેમ જાદૂ બતાવીને આવે છે. તે આવે છે, પોતાની ફૂલથી પણ નાજુક આંગળીઓથી સ્પર્શ કરતો અને જિંદગીને પીળા-ગુલાબી રંગોથી સભર કરીને જાય છે.
 
શહેરના નિવેદિત અને દિલ્હીની સ્નિગ્ધાની પ્રેમકહાની એકદમ અનોખી છે. નિવેદિત કહે છે કે અમારી પહેલી મુલાકાત એક ફ્લાઇટમાં થઇ હતી. અમે બંને લંડન જઇ રહ્યા હતા, ત્યાંની લીઝ યુનિવર્સિટીમાં કોર્સ કરવા માટે. ત્યાં રોજ મળવાનું થતું. પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો પરંતુ, એકરાર કરવાની હિંમત ન થઇ. પછી ખુદ સ્નિગ્ધાએ હિંમત કરીને દિલ્હીમાં તેના પ્રેમનો એકરાર કર્યો. આ દરમિયાન અમે ઘણા મહિનાઓ દૂર રહ્યા. ઘરના લોકોની વાતો સાંભળવી પડતી હતી. સાચું કહું તો ઇન્ટરનેટ ન હોત તો અમારા લગ્ન ન થયા હોત. પ્રેમ લંડનમાં થયો, એકરાર દિલ્હીમાં કર્યો ને લગ્ન ઇંદોરમાં થયા.
 
સ્નિગ્ધા કહે છે કે પ્રેમમાં વિશ્વાસ સાથે સમજદારી પણ જરૂરી છે. આ એક પવિત્ર સંબંધ છે. મોહબ્બતની મંઝિલ ત્યાગ, સમર્પણ, વિશ્વાસ, ઇબાદતની સીડીઓ સર કરીને જ મેળવી શકાય છે. અમારા લગ્નમાં લીઝ યુનિવર્સિટીની થીમ રાખવામાં આવી હતી કારણકે અમે તે યુનિવર્સિટીમાં મળ્યા હતા. તે જ યાદોને તાજી કરતા અમે સમગ્ર લગ્નને લીઝ યુનિવર્સિટીની થીમ પર ડેકોરેટ કરાવ્યા હતા.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, રેગિંગમાં ગીત સંભળાવ્યું અને સ્ટેજ પર કરી દીધું પ્રપોઝ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Three different love stories to read this valentine
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended