Home »National News »Latest News »National» Theft At Satyarthi Residence, Nobel Stolen

દિલ્હી: કૈલાસ સત્યાર્થીના ઘરે ચોરી, તસ્કરો નોબલનું લખાણ ઉઠાવી ગયાં

divyabhaskar.com | Feb 07, 2017, 16:33 PM IST

  • કૈલાસ સત્યાર્થી વિદેશમાં હતા ત્યારે ચોરી થઈ હતી.
નવી દિલ્હી :બાળ અધિકાર કાર્યકર્તા કૈલાસ સત્યાર્થીના ઘરે ચોરી થઈ છે. તસ્કરો કિંમતી સામાનની સાથે તેમનો નોબલ પારિતોષિક સાથે આપવામાં આવેલું લકાણ ઉઠાવી ગયા છે. 
ઘટના અંગે માહિતી મળતા દિલ્હી પોલીસની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા ચોરીના ભેદને ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ તથા ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી રહી છે. 
 
ચોરી સમયે કૈલાસ સત્યાર્થી વિદેશમાં હતા. એટલે તેમના પુત્રે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. કૈલાસ સત્યાર્થીએ તેમનો નોબલ પારિતોષિક રાષ્ટ્રને અર્પણ કરી દીધો છે. તેની સાથે જે લખાણ હતું તે ચોરી થઈ ગયું હોવાનું જાણવા મળે છે. 
 
કોણ છે કૈલાસ સત્યાર્થી?
 
1980ના દાયકાથી કૈલાસ સત્યાર્થી 'બચપન બચાવો આંદોલન' ચલાવે છે. 144 રાષ્ટ્રોમાં તેમના પ્રયાસોથી 83 હજાર કરતા વધુ બાળકો બાળ મજૂરીની ચૂંગાલમાંથી છૂટ્યા છે.
સત્યાર્થીના પ્રયાસો થકી જ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને કન્વેન્શન 182 સ્વીકારવામાં આવ્યું. જે વિશ્વની તમામ સરકારોને બાળ મજૂરી નિવારવા માટે માર્ગદર્શક છે. 

સત્યાર્થીની મૂળ અટક શર્મા છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના વિદિશામાં થયો. કૈલાસ સત્યાર્થીએ બાળકોની સુરક્ષા માટે અભિયાન હાથ ધર્યું તે પહેલા તેઓ એક કોલેજમાં લેક્ચરર હતા. 
 
મલાલા સાથે મળ્યો હતો પુરસ્કાર 

કૈલાસ સત્યાર્થી તથા પાકિસ્તાની ટીનએજર મલાલા યુસૂફઝઈને વર્ષ 2014નો શાંતિ માટેનો નોબલ પારતોષિક સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો. કૈલાસ સત્યાર્થીને બાળકોના અધિકાર માટે કાર્ય કરવા બદલ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બંનેને સંયુક્ત રીતે 9 લાખ યુરોનું ઈનામ આપવામાં આવ્યું હતું. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Theft at Satyarthi residence, Nobel stolen
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext