Home »National News »Latest News »National» The Proof And History Shows That Rani Padmini Was In Real Not Just Novel Character

હકીકતમાં હતી રાણી પદ્મિની, આ રહ્યાં અસ્તિત્વના 14 મોટા પુરાવા

divyabhaskar.com | Feb 05, 2017, 12:02 PM IST

  • ઐતિહાસિક ગ્રંથો તથા પુસ્તકોમાં રાણી પદ્મિનીનો ઉલ્લેખ છે
ચિતોડગઢ/ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' અંગે વિવાદ થતાં એક વર્ગે પદ્મિનીના અસ્તિત્વ અંગે સવાલ ઊભા કર્યાં. ઈતિહાસકારોના નિવેદનો, સૂફી કવિ જાયસીએ ઘડી કાઢેલું પાત્ર હોવાનું કહેવામાં આવ્યું, આ મતલબના કેટલાક ટ્વિટ્સ પણ કરવામાં આવ્યા. પરંતુ, રાણી પદ્મિનીના શહેર ચિતોડગઢમાં આજે પણ તના અસ્તિત્વનો પુરાવો આપે છે.
 
 રાણી પદ્મિનીના અસ્તિત્વના 14 પુરાવા
 
divyabhaskar.com એ અસલી રાણી પદ્મિનીના 'અસ્તિત્વ'ના પુરાવા તેમના શહેર ચિતોડગઢમાંથી એકઠાં કર્યાં. ઈતિહાસકારોની મદદથી એવા ઐતિહાસિક ગ્રંથો તથા પુસ્તકોને ખોજ્યાં જેમાં પદ્મિનીનો ઉલ્લેખ છે. અમે એ મૂર્તિ સુધી પણ પહોંચ્યા, જે પદ્મિનીની એકમાત્ર મૂર્તિ હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત તપાસમાં અમને ઉદયપુર પાસે મળેલા શિલાલેખ અંગે પણ જાણવા મળ્યું, જેમાં તારીખો સાથે રાણી પદ્મિનીનો ઉલ્લેખ છે. પદ્મિનીના અસ્તિત્વ અંગે પ્રશ્નાર્થ ઊભો કરવામાં આવતાં ચિતોડના લોકો નારાજ છે. તેમનું કહેવું છે, વિરોધ કરનારાઓ અહીં આવે, અમે અમારી રાણી પદ્મિનીના અસ્તિત્વના પુરાવા આપીશું. અવિનાશ શ્રીવાસ્તવ તથા અમૃતપાલસિંહનો સ્પેશિયલ રિપોર્ટ.
 
શું છે વિવાદ? શા માટે વિવાદ?
 
તા. 27મી જાન્યુઆરીના ફિલ્મ 'પદ્માવતી'ના શૂટિંગ દરમિયાન કરણી સેનાના પ્રદર્શનકારીઓએ સંજય લીલી ભણસાલી સાથે મારામારી કરી અને સેટ પર તોડફોડ કરી. તેમનો આરોપ હતો કે, રાણી પદ્મિનીનું અયોગ્ય ચિત્રણ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખિલજી તથા પદ્મિની વચ્ચે રોમેન્ટિક સીન અંગે વિરોધ થઈ રહ્યો છે.
 
રાજસ્થાનમાં પદ્મિનીને શૌર્યનું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક ઈતિહાસકારો પદ્મિનીના ઈતિહાસને જ નકારી રહ્યાં છે. તે એક કાલ્પનિક પાત્ર હોવાનું ઠેરવી રહ્યાં છે. જેના કારણે પણ વિવાદ થઈ રહ્યો છે.
 
આ લોકોએ પદ્મિનીના અસ્તિત્વ અંગે સવાલ ઉઠાવ્યા
 
- ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક આર્ટિકલમાં(Padmavati is’nt history, so what’s all the fuss about? 29 જાન્યુઆરી મુંબઈ એડિશન) ઈતિહાસકારોના માધ્યમથી દાવો કરવામાં આવ્યો કે, પદ્મિનીનું અસ્તિત્વ જ ન હતું. પદ્મિની એ સૂફી કવિ મલિક મોહમ્મદ જાયસીના 1540માં લખાયેલા કાવ્ય 'પદ્માવત'નું કાલ્પનિક પાત્ર છે. જાયસીના આ મહાકાવ્યની હિંદી સાહિત્યકાર આચાર્ય રામચંદ્ર શુક્લએ ટીકા અને સમીક્ષા પણ કરી છે.  
 
- વરિષ્ઠ ઇતિહાસકાર ઈરફાન હબીબનો દાવો છે કે, વાસ્તવમાં પદ્મિની નામનું કોઈ પાત્ર ઈતિહાસમાં હતું જ નહીં. તે સંપૂર્ણપણે કાલ્પનિક પાત્ર છે. કરણી સેના તથા અન્ય સંગઠનો દ્વારા વગર કારણે તેના નામ પર હોબાળો કરવામાં આવી રહ્યો છે.
 
- ઈરફાનનો દાવો છે કે, 1540 અગાઉ પદ્માવતીના નામનો કોઈ ઉલ્લેખ નથી મળતો.
 
- ગીતકાર જાવેદ અખ્તરે ટ્વિટ કરીને કહ્યું હતું, "પદ્માવત ઈતિહાસ નથી, પરંતુ એક કાલ્પનિક કથા છે. પદ્માવત પ્રથમ હિન્દી નોવલ છે. જેને મલિક મોહમ્મદ જાયસીએ અકબરના કાળમાં લખી હતી. જેવી અનારકલી અને સલીમની કહાણી છે, તેવી જ આની વાત પણ છે."
- અન્ય એક ટ્વિટમાં જાવેદ અખ્તરે લખ્યું, "ખિલજી મોઘલ ન હતા. મોઘલકાળના 200 વર્ષ અગાઉ ખિલજી થઈ ગયા."
 
ઈતિહાસમાં ઓછો ઉલ્લેખ એટલે અવઢવ
 
ચિતોડગઢના ઈતિહાસના સંકલનકર્તા તથા મેવાડના ઈતિહાસ પર અનેક પુસ્તકો લખી ચૂકેલા ડૉ. એ.એલ જૈને રાણી પદ્મિની તથા રાજા રતનસિંહના ઓછા ઉલ્લેખના બે કારણ :
- રાજસ્થાન તથા ચિતોડના ઈતિહાસમાં એવા રાજાઓના કાર્યકાળનો ઓછો ઉલ્લેખ છે, જેમનો કાર્યકાળ ટૂંકો રહ્યો હોય. (ઈતિહાસ પ્રમાણે, રતનસિંહનો કાર્યકાળ ઈ.સ. 1158માં માત્ર એક વર્ષ, ત્રણ મહિના અને પાંચ દિવસનો હતો.)
 
- રાજપૂતોના ઈતિહાસમાં રાણીઓ તથા રાજપરિવારની મહિલાઓનો ઓછો ઉલ્લેખ થાય છે. કારણ કે, મહિલાઓએ પડદામાં રહવાનું હતું અને જાહેરમાં આવતી ન હતી. રાધાવલ્લભ સોમાણીના કહેવા પ્રમાણે, 13મી સદીથી પહેલાના શિલાલેખોમાં રાણીઓના નામોનો ઉલ્લેખ નહિવત્ છે. એટલે જ હાડી કરમેતી, પન્નાધાય, તથા મીરાના નામ પણ નથી. આવું જ પદ્મિનીનું પણ છે. આથી જ રાજા રતનસિંહ, રાણી પદ્મિની તથા અલ્લાઉદ્દીન ખિલજી અંગેના તથ્યોમાં એકરૂપતા નથી અને વિવાદ થઈ રહ્યો છે.
 
કોણ હતી રાણી પદ્મિની?
 
- પદ્મિની મેવાડના રાજા રાવલ રતનસિંહના પત્ની હતા. એવું કહેવાય છે કે જૈન તાંત્રિક રાઘવ ચેતને પદ્મિનીની સુંદરતા અંગે દિલ્હીના તત્કાલીન શાસક અલ્લાઉદ્દીન ખિલજીને વર્ણન કર્યું હતું. રાઘવ ચેતનનું દિલ્હીના દરબારમાં ભારે સન્માન હતું. પદ્માવતિ અંગ રાઘવનું વર્ણન સાંભળીને અલ્લાઉદ્દીન તેની ઉપર મોહિત થઈ ગયો અને ચિતોડ પર હુમલો કર્યો. છ મહિના સુધી તેણે ચિતોડના કિલ્લાનો ઘેરો ઘાલ્યો હતો. તેણે દગાથી રાજા રતનસિંહને બંધક બનાવ્યા. તથા પદ્મિનીની માંગ કરી. પરંતુ પદ્મિનીએ પોતાની જાત અલ્લાઉદ્દીનને સોંપવાના બદલે સતી થઈ જવાનું પસંદ કર્યું. તેમની સાથે 16 હજાર અન્ય મહિલાઓ પણ સતી થઈ હોવાનું કહેવાય છે.
 
પદ્મિનીનો જન્મ
 
પદ્મિનીનો જન્મ ક્યાં થયો, તેના અંગે ઈતિહાસકારો અલગ-અલગ મત ધરાવે છે. આ અંગે કેટલાક તથ્યો રજૂ કરી રહ્યાં છીએ.  
- એક વાયકા પ્રમાણ, પદ્મિની સિંહલ દ્વિપના રાજા ગંધર્વ સેનની પુત્રી હતી. જેના વિવાદ મેવાડના રાજા રતનસિંહ સાથે થયા હતા. સિંહલ દ્વિપને આજના સમયમાં શ્રીલંકા તરીકે ઓળખવામાં આવે છે.  
- કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે, પદ્મિનીનો જન્મ મધ્યપ્રદેશના સિંગોલી ગામ ખાતે થયો હતો. જે રાજસ્થાનના કોટાથી નજીક છે. એ સમયે ત્યાં ચૌહાણ વંશનું શાસન હતું. આજે પણ શાસનના અવશેષ રૂપે કિલ્લો જોવા મળે છે.
- રાજસ્થાનના ઈતિહાસકારોનું માનવું છે કે, પદ્મિની જેસલમેરના રાવલ પૂરણપાલની પુત્રી હતી. જેન 1276માં તેમને જેસલમેરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બાદમાં પૂરણપાલે પૂંગલ પ્રદેશમાં નિવાસ કર્યો. જે બિકાનેરની ચમલાવતી તથા રમનેલી નદીઓના કિનારે વસેલું પડકેશ્વર હતું. જે બિકાનેરથી ખાજૂવાલ રોડ પર 50 કિલોમીટર પશ્ચિમમાં છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો. રાણી પદ્મિની સતી થયા હોવાના પુરાવા આજે પણ છે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The proof and history shows that rani padmini was in real not just novel character
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext