Home »National News »Latest News »National» The Law Of Incomplete Political Funds Is Incomplete

રાજકીય પક્ષોના ફંડનો કાયદો અધૂરો : ADR

Agency, New Delhi | Feb 02, 2017, 23:52 PM IST

  • રાજકીય પક્ષોના ફંડનો કાયદો અધૂરો : ADR,  national news in gujarati
નવી દિલ્હી:બજેટમાં રાજકીય પક્ષોને મળતા ગુપ્ત ભંડોળની રકમ અંગેની જોગવાઈને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)એ અધૂરો ગણાવ્યો છે. એડીઆરના જણાવ્યા અનુસાર ભંડોળની ઓડિટ સિસ્ટમ બનાવવાની સાથે જ તેમાં પૂરતી પારદર્શિતા નથી લાવવામાં આવે ત્યાં સુધી આ જવાબદારી નક્કી નહીં કરી શકાય. એડીઆર વિશેષજ્ઞોનું એક જૂથ છે જે ચૂંટણી અને રાજકારણ સાથે સંકળાયેલા મુદ્દા ઉપર ચાંપતી નજર રાખે છે.
 
કેન્દ્રીય બજેટના એક દિવસ બાદ જ એડીઆરે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોના ભંડોળના નિયમોમાં હજી સંપૂર્ણપણે પારદર્શિતા નથી આવી. એક દાતા પાસેથી રૂ. 2000ના રોકડ ભંડોળની મર્યાદા લાગુ કરવા છતાં નાણાપ્રધાન એ નથી જણાવી શક્યા કે તેનો અમલ કેવી રીતે થશે. બજેટમાં ભંડોળથી થયેલી આવક જાહેર કરવાની પ્રક્રિયા અને દંડની જોગવાઈ વિશે કશું જ કહેવામાં નથી આવ્યું.બજેટમાં એ પણ જણાવવામાં નથી આવ્યું કે 2000 કરતાં વધારે ભંડોળ આપનારાંનાં નામ આવકવેરા વિભાગ કે કોઈ ઓડિટ એજન્સીને આપવામાં આવે. એમ પણ નથી કહેવામાં આવ્યું કે ડિજિટલ પેમેન્ટ ઉપરાંત કેશ કુપન કે અન્ય રીતે આપવામાં આવેલાં ભંડોળની તપાસની કોઈ રીત નથી. એડીઆરે એવું પણ સૂચન કર્યું હતું કે રાજકીય પક્ષોની આવકની તપાસ કેગ કે ચૂંટણીપંચ દ્વારા કરાવવામાં આવવી જોઇએ.
 
પક્ષો ડિસેમ્બર પહેલાં રિટર્ન ફાઇલ નહીં કરે તો છૂટનો લાભ નહીં મળે : કેન્દ્ર
 
રાજકીય પક્ષોને મળનારાં ગુપ્ત દાનને 2000 સુધી સીમિત કર્યા બાદ કેન્દ્ર સરકાર રિટર્ન ફાઇલ કરવાના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. ડિસેમ્બર સુધી રિટર્ન ફાઇલ નહીં કરનારા પક્ષોને છૂટનો લાભ નહીં મળે. રેવન્યુ સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે નિયમાનુસાર પક્ષો આવકવેરાની છૂટનો લાભ ત્યારે જ લઈ શકશે જ્યારે તેઓ નિયત સમયમાં રિટર્ન ફાઇલ કરશે. જ્યારે અડધા ઉપરાંત પક્ષો સમયાનુસાર રિટર્ન ફાઇલ કર્યું ન હોવા છતાંય છૂટનો લાભ મેળવી શકશે.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The law Of Incomplete political funds is Incomplete
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext