Home »National News »Latest News »National» The Journey Of ISRO Upto World Record

ક્યારેક બળદગાડામાં લઇ જવાતો સેટેલાઇટ, વર્લ્ડ રેકોર્ડ સુધી આવી રહી ISROની સફર

divyabhaskar.com | Feb 15, 2017, 18:23 PM IST

  • આર્યભટ્ટ ભારતનો પહેલો સેટેલાઇટ હતો. તેને 19 એપ્રિલ, 1975 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. (ફાઇલ)
નવી દિલ્હી: ભારતે પોતાનો સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ 1962 માં શરૂ કર્યો હતો. લાંબા સમય સુધી ઇસરો અતિશય ટાંચા રિસોર્સીઝ સાથે કામ કરતી રહી. 1981 માં ભારતે જ્યારે પોતાનો છઠ્ઠો સેટેલાઇટ એપલ લોન્ચ કર્યો હતો, ત્યારે તેને પેલોડ સુધી બળદગાડામાં લઇને જવું પડ્યું હતું. આજે ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ 104 સેટેલાઇટ એકસાથે લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
 
ભારતની અંતરિક્ષની સફર
 
- ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચે (ઇન્કોસ્પાર) ભારતના સ્પેસ પ્રોગ્રામની શરૂઆત 1962 માં કરી હતી.
- ઇન્કોસ્પાર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ હેઠળ કામ કરતી હતી. પરંતુ, પછીથી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) માં ફેરવાઇ ગઇ. ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ, 1969 ના રોજ થઇ.
 
આવી રીતે આગળ વધ્યો સફર
54 વર્ષ પહેલા લોન્ચિંગ
 
- ભારતે તેનું પહેલું રોકેટ 21 નવેમ્બર, 1963 ના રોજ લોન્ચ કર્યું હતું. આ એક નાઇકે અપાચે રોકેટ હતું, જેને અમેરિકા પાસેથી લેવામાં આવ્યું હતું.
-  તેને ફક્ત લોન્ચિંગની તાકાત પરખવા માટે છોડવામાં આવ્યું હતું.
 
58 વર્ષ પહેલા પહેલું રોકેટ
 
- ભારતમાં બનેલું પહેલું રોકેટ રોહિણી-75 હતું, જેને 20 નવેમ્બર, 1967 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ ટેક્નોલોજી બનાવવાની તાકાત પરખવા માટે હતું.
 
42 વર્ષ પહેલા પહેલો સેટેલાઇટ
 
- આર્યભટ્ટ ભારતનો પહેલો સેટેલાઇટ હતો. તેને 19 એપ્રિલ, 1975 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.
- 360 કિલોગ્રામ વજનના આ સેટેલાઇટનું નામ પ્રાચીન ભારતના એસ્ટ્રોનોમર આર્યભટ્ટના નામ પર રાખવામાં આવ્યું હતું. આર્યભટ્ટને સંદેશા મોકલવા માટે બહુ મોટા એન્ટેનાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
 
38 વર્ષ પહેલા પ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ
 
- 7 જૂન, 1979 ના રોજ ઇસરોએ તેનો બીજો સેટેલાઇટ ભાસ્કર-1 લોન્ચ કર્યો હતો. આ ભારતનો પહેલો રિમોચ સેન્સિંગ સેટેલાઇટ હતો.
- ભાસ્કર-1 ની મોકલાવેલી તસવીર દ્વારા જંગલ, પાણી અને સમુદ્ર વિશે જાણકારી મેળવવામાં આવતી હતી.
 
24 વર્ષ પહેલા લોન્ચ થયોPSLV
 
- પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ (PSLV) ઇસરોનું પહેલું ઓપરેશનલ લોન્ચ વેહિકલ છે.
- તેણે પહેલા 20 સપ્ટેમ્બર, 1993 ના રોજ ઉડાન ભરી હતી. જોકે આ લોન્ચિંગ નિષ્ફળ રહ્યું હતું.
- આ ઇસરોનું અત્યાર સુધીનું સૌથી સફળ લોન્ચ વેહિકલ છે. PSLV એ અત્યાર સુધી 39 ઉડાન ભરી છે, જેમાંથી 37 પૂર્ણપણ સફળ છે.
 
આ ત્રણ સફળતાઓ જેણે દુનિયાને ચોંકાવી
ચંદ્રયાન-1
 
- ઇસરોએ તેને 22 ઓક્ટોબર, 2008 ના રોજ લોન્ચ કર્યું હતું. તેણે 30 ઓગસ્ટ, 2009 સુધી કામ કર્યું.
- આ સાથે જ ભારત ચંદ્ર પર હાજરી નોંધાવનારો છઠ્ઠો દેશ બની ગયો.
- આ પહેલા અમેરિકા, રશિયા, જાપાન, ચીન અને યુરોપ પોતાના સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર મોકલી ચૂક્યા છે.
 
મંગળયાન-1
 
- 5 નવેમ્બર, 2013 માં આને લોન્ચ કરવામાં આવ્યું. આ ગ્રહ પર પોતાની હાજરી નોંધાવનાર ભારત અમેરિકા અને રશિયા પછી ત્રીજો દેશ બન્યો.
- આ મિશનની સૌથી ખાસ વાત એ રહી કે ઇસરોએ આ સફળતા પહેલા જ પ્રયત્ને હાંસલ કરી હતી. આ ઉપરાંત અમેરિકા અને રશિયાના મિશનની સરખામણીએ તેનો ખર્ચ ખૂબ જ ઓછો હતો. તેને ફક્ત 400 કરોડ રૂપિયામાં પૂરો કરવામાં આવ્યો.
 
104 સેટેલાઇટ એકસાથે લોન્ચ કર્યા
 
- 15 ફેબ્રુઆરી, 2017 ના રોજ ભારતે એકસાથે 104 સેટેલાઇટ્સને સ્પેસમાં મોકલીને રશિયાનો રેકોર્ડ તોડી નાખ્યો.
- રશિયાના નામે એકવારમાં 37 સેટેલાઇટ્સ મોકલવાનો રેકોર્ડ હતો.
- આ પહેલા ભારત એકવારમાં 23 સેટેલાઇટ્સ પણ મોકલી ચૂક્યું હતું.
 
આગળ શું છે ઇસરોની યોજના?
 
- ઇસરો આવનારા સમયમાં સન, વીનસ, જ્યુપિટર પર પણ પોતાની હાજરી નોંધાવવાની તૈયારીમાં છે.
- તેઓ ચંદ્ર અને મંગળ પર ફરી પોતાના સ્પેસક્રાફ્ટ મોકલવાના છે.
 
આજે શું થયું?
 
- ઇસરોએ બુધવારે એકસાથે 104 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા. અત્યાર સુધી કોઇપણ દેશે એકસાથે આટલા બધા સેટેલાઇટ્સ લોન્ચ નથી કર્યા. સૌથી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાનો રેકોર્ડ હાલમાં રશિયાના નામે હતો. તેણે 2014 માં એકવારમાં 37 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા હતા. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The journey of ISRO upto world record
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext