Home »National News »Latest News »National» The First Meeting Of Constitution Committee Was Held On 9th Of January 1946

એક સત્ય, એક પરિભાષા અને એ પળ જ્યારે બંધારણ મજબૂત બન્યું

Bhaskar Expert, Pdp Achari | Jan 26, 2017, 07:41 AM IST

બંધારણ બનતા પહેલાં
બંધારણ સભાની પ્રથમ બેઠક 9 જાન્યુઆરી, 1946ના રોજ મળી હતી. આ બેઠક માત્ર કૉંગ્રેસનો શૉ બનીને રહે એ માટે એવી વ્યવસ્થા કરાઈ કે વિરોધપક્ષના સભ્યો પણ આગળ બેસ શકે.

બંધારણ ઘડાયા પછી
બંધારણ પર હસ્તાક્ષર કરતી વખતે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ત્યાં હાજર નહોતા. ત્યાં ઉપસ્થિત વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ઉત્સાહમાં આવીને સૌથી પહેલા હસ્તાક્ષર કરી નાખ્યા. એ પણ એવી રીતે કે રાષ્ટ્રપતિની સહી માટે પણ જગ્યા ન રહી.
 
પ્રજાસત્તાક અને લોકશાહીમાં ફરક
 
લોકશાહી (Democracy) અેક વિચારધારા છે, જ્યારે ગણતંત્ર (Republic) એ વિચારનું વ્યવહારુ રૂપ (Practice) છે
લોકશાહી એક વિચારધારા છે. લોકોની, લોકો દ્વારા અને લોકો માટે. લોકશાહીમાં બધા સમાન હોય છે. બધા માટે સમાન તકો.પરંતુ...
- સમાન અધિકાર ક્યાંક અરાજકતામાં ન બની જાય, એટલે નિયમ કાયદો બને છે, ત્યારે લોકશાહી, પ્રજાસત્તાક બને છે.
- નાગરિકો પોતાના પ્રતિનિધિત્વ માટે ચૂંટણી કરે, બહુમતિના આધારે શાસન સ્થપાય, તો લોકશાહી પ્રજાસત્તાક બની જાય છે.
- પ્રજાસત્તાકનો સમગ્ર આધાર જ આ વાત પર છે કે લોકશાહી કેવી રીતે અને કયા પ્રકારે વધુ મજબૂત બની શકે તમે છે.
- લોકશાહીના વિચારને વ્યવહારમાં લાવનારું ગણતંત્ર જ છે. તેનો પહેલો આધાર બંધારણ છે. ત્રણ અંગ - કારોબારી, સંસદ અને ન્યાયતંત્ર થકી જ તે પૂર્ણ રૂપ મેળવે છે.
 
જ્યારે બંધારણ પર સંકટ આવ્યું
કટોકટી - જ્યારે ખુદ સરકારે જ બંધારણ પર હુમલો કર્યો. 25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાગુ કરી દીધી. એ બંધારણ પરનું અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ માનવામાં આવે છે.
 
મોટી અથડામણો

બાબરી મસ્જિદ
1992માં બાબરી મસ્જિદ ધ્વંસ વખતે આરોપ મુકાયો કેે તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહે ફરજપાલન યોગ્ય રીતે નહોતું કર્યું. હાઇકોર્ટના સ્ટે છતાં ચબૂતરો બનાવાયો. કલ્યાણ સિંઘને કોર્ટે પ્રતીકરૂપ એક દિવસની સજા સંભળાવી.
કૉલેજિયમ
નરેન્દ્ર મોદી સરકારે જજોની નિમણૂક માટે ન્યાયિક આયોગ બનાવ્યો. ન્યાયતંત્રએ આ સંશોધનને સંપૂર્ણપણે નામંજૂર કરી દીધું.

જ્યારે લોકોએ શક્તિ પૂરી પાડી
- 2014માં અણ્ણા આંદોલન દેશનો અવાજ બન્યું. સરકાર દ્વારા લોકપાલ ખરડા પર લોકસભામાં વિશેષ સત્ર બોલાવાયું.
- નિર્ભયા દુષ્કર્મ કેસ પછી સરકારે જુવેનાઇલ એક્ટ અને દુષ્કર્મ કાયદામાં સુધારો કરી મોતની સજાની જોગવાઈ કરાઈ.

સર્વોચ્ચ અદાલતે શક્તિ પૂરી પાડી
2011માં ગુનેગારોને રાજકારણમાંથી બહાર કરાયા. સરકાર તેમની વિરુદ્ધમાં ઓર્ડિનન્સ લાવી. જાહેરહિતની અરજી કરવાનો સૌથી મોટો અધિકાર આપ્યો. સામાન્ય નાગરિકને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાનો રસ્તો સરળ બનાવ્યો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The First meeting of Constitution Committee was held on 9th of January 1946
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended