Home »National News »Latest News »National» Defence Minister Gave Message To China In Aero Show

એશિયાના સૌથી મોટા એર શૉમાં પહેલીવાર સામેલ ચીનને પારિકરે આપ્યો સંદેશ

divyabhaskar.com | Feb 14, 2017, 18:39 PM IST

  • એરો ઇન્ડિયામાં આ વખતે 500 થી વધુ કંપનીઓ હિસ્સો લઇ રહી છે.
બેંગલોર (યેલહંકા એરબેઝ): એશિયાના સૌથી મોટા એર શૉ ‘એરો ઇન્ડિયા’ ના ઉદઘાટન પછી સંરક્ષણમંત્રી મનોહર પારિકરે ચીન અને પાકિસ્તાનને મેસેજ આપ્યો. તેમણે કહ્યું કે અમે પડોશી દેશો સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ. દેશની સુરક્ષાના જોખમોને પહોંચી વળવા માટે તમામ કોશિશો કરીશું. પડોશીઓએ ચિંતા કરવાની જરૂર નથી કે અમે શું કરી રહ્યા છીએ. અમે કોઇના વિશે સવાલ નથી ઉઠાવી રહ્યા, પરંતુ દરેક શક્ય જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છીએ. પર્રિકર અરૂણાચલમાં બ્રહ્મોસ મિસાઇલની તહેનાતી પર જવાબ આપી રહ્યા હતા. આ મિસાઇલની તહેનાત સામે ચીનને વાંધો છે. 20 વર્ષથી થઇ રહેલા આ એર શૉ માં ચીન પહેલીવાર ભાગ લઇ રહ્યું છે. પર્રિકરે પાકિસ્તાન બોર્ડર પર શાંતિ બનાવી રાખવા માટે નવા આર્મી ચીફ જનરલ બાજવાની પણ પ્રશંસા કરી.
 
બીજું શું બોલ્યા પર્રિકર
 
-  બ્રહ્મોસ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. જેને સબમરીન, વોરશિપ, એરક્રાફ્ટ અને જમીનથી દાગી શકાય છે. મિસાઇલ પોતાની સાથે 300 કિલોના હથિયાર લઇ જવા માટે સમર્થ છે.
- આ વિશે પર્રિકરે કહ્યું, “ભારત તેના પડોશી દેશો સાથે સારા સંબંધો ઇચ્છે છે. પરંતુ દેશની સિક્યોરિટીને પહોંચી વળવાની તમામ કોશિશો કરીશું.”
- બોર્ડર પર ફોર્સ વધારવાના ચીનના સવાલ પર પર્રિકર બોલ્યા કે જો તેનાથી અમારી સુરક્ષા પર સવાલ ઉઠશે તો અમે અમારા અધિકારીઓની રક્ષા માટે બધું જ કરીશું.
 
પાકિસ્તાન માટે શું બોલ્યા પર્રિકર
 
- સંરક્ષણમંત્રીએ જનરલ કમર જાવેદ બાજવાની પાકિસ્તાન આર્મીન ચીફ બન્યા પછી બોર્ડર પર શાંતિના માહોલની પ્રશંસા કરી.
- તેમણે કહ્યું, “જો જનરલ બાજવા આગળ પણ તેમના દળોને કાબૂમાં રાખવામાં સફળ થયા તો હું તેનું સ્વાગત કરીશ. જો કોઇ આગળ વધવા ઇચ્છે તો શાંતિ દરેક માટે જરૂરી છે.”
 
એરચીફે કોમ્બેટ જેટમાં ભરી ઉડાન
 
- મંગળવારે ઉદઘાટન પ્રસંગે સંરક્ષણમંત્રી મનોહર પર્રિકર, જયંત સિન્હા સહિત ત્રણે સેનાઓના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
- એરચીફ માર્શલ વીરેન્દ્ર સિંહ ધનોઆએ સાંજે 4.15 વાગે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (ટ્રેનર) માં એરબેઝ પર ઉડાન ભરી હતી.
- એર શૉ માં આર્મી ચીફ જનરલ બિપિન રાવત અને નેવી ચીફ સુનીલ લાંબાએ વિદેશી ડેલિગેટ્સ સાથે મુલાકાત કરી.
 
20 વર્ષોમાં પહેલીવાર સામેલ થયું ચીન
 
- પાંચ દિવસ ચાલનારા 11 મા એરો ઇન્ડિયામાં દુનિયાની 549 કંપનીઓ સામેલ થઇ રહી છે.
- શૉ ના 20 વર્ષના ઇતિહાસમાં ચીન પહેલીવાર સામેલ થયું. જેમાં પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સના મેજર જનરલ વેંગ ક્વેંગ અન્ય ચાર અધિકારીઓ સાથે સામેલ થયા છે.
- દુનિયાનું સૌથી શક્તિશાળી ફાઇટર પ્લેન સુખોઇ,રાફેલ, એફ 16, ટાયફૂન, રશિયાના સુખોઇ 35, તેજસ કોમ્બેટ હેલિકોપ્ટર અને દેશી એઇડબલ્યુ એન્ડ એસ સિસ્ટમ વાળા જેટ પણ જોવા મળશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Defence Minister gave message to China in Aero Show
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext