Home »National News »Latest News »National» Terrorist Held With 1 Pistol And 2 Grandes From Pulwama

J&K: પુલવામામાં LeTનો આતંકી ઝડપાયો; 1 પિસ્તોલ, 2 ગ્રેનેડ મળ્યાં

Agency | Feb 04, 2017, 01:39 AM IST

  • પુલવામામાં આતંકી પકડાયા બાદ સેનાએ શરૂ કરેલું સર્ચ ઓપરેશન
શ્રીનગર. પુલવામામાં સેના અને પુલવામા પોલીસે મળીને કરેલા ઓપરેશનમાં લશ્કર-એ-તોયબાનો એક આતંકી પકડાયો છે. પકડાયેલા આતંકી પાસેથી 1 પિસ્તોલ, 2 ગ્રેનેડ અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસે આ વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.જ્યારે તેને પકડી લેવામાં આવ્યો તો વિસ્તારના લોકોએ દેખાવો શરૂ કર્યા હતા. સલામતીદળો ઉપર પથ્થરમારો પણ કર્યો હતો પરંતુ સલામતી દળોએ બળપ્રયોગ કરીને દેખાવકારોને હાંકી કાઢ્યા હતા. ત્યાર બાદ આતંકવાદીને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
 
આતંકવાદીની ઓળખ મંઝૂર અહમદ ગનઈ તરીકે કરવામાં આવી છે. બીજી તરફ શ્રીનગર સહિત કાશ્મીરના અનેક વિસ્તારોમાં શુક્રવારે નમાજ બાદ દેખાવો યોજાયા હતા. દેખાવકારોએ સલામતીદળોને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. સવારે લશ્કરને માહિતી મળી હતી કે તોઇબાનો એક આતંકવાદી નવાપોરાના પઇન ગામમાં સંતાયેલો છે. આ બાતમીને આધારે લશ્કરે પોલીસને સાથે લઈને કાર્યવાહી કરતાં તે વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન આતંકવાદીને એક ધાર્મિક સ્થાનની બહારથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી એક પિસ્તોલ, બે મેગેઝિન અને એક ગ્રેનેડ મળી આવ્યા છે. જ્યારે તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતો હતો ત્યારે દેખાવકારોએ સુરક્ષાકર્મીઓનો રસ્તો રોકીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તેઓ આતંકવાદીને ભગાડવામાં મદદ કરવા માગતા હતા. પરંતુ સલામતીદળોએ તેમને હાંકી કાઢ્યા હતા.
LeTનો છે આતંકી
 
- પકડાયેલા આતંકીનું નામ મંજૂર અહમદ છે અને તે લશ્કર-એ-તોયબા માટે કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
- સેનાની 55 RR અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલા આતંકી પાસેથી 1 પિસ્તોલ , 2 ગ્રેનેડ  મળી આવ્યા છે.
- પોલીસે નાવપોરા વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
 
ગાંદરબલમાંથી આઈઈડી મળ્યો
 
કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ એક આઈઈડી પકડી પાડ્યો હતો. જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. પોલીસ અને અર્ધસૈનિક સીઆરપીએફના એક સંયુક્ત દળે તેને ગુંડ વિસ્તારમાંથી પકડ્યો હતો.  આ વિસ્ફોટકને એક ગેસ સિલિન્ડરની અંદર છૂપાવીને રાખવામાં આવ્યો હતો.
 
આતંકવાદીનાં ઠેકાણાંનો નાશ, આઈડી હથિયાર મળ્યાં

લશ્કરે ગંદરબાલ જિલ્લામાં આતંકવાદીઓનાં એક ઠેકાણાંનો નાશ કર્યો છે. ઘટનાસ્થળેથી આઈઈડી અને હથિયારો કબજે લીધાં છે. આતંકવાદીઓની યોજના મોટું નુકસાન કરવાની હતી. જાણકારોના મતે લશ્કરને માહિતી મળી હતી કે ગાંદરબલના ગુંડ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી જોવા મળી છે. માહિતી ઉપર કાર્યવાહી કરતાં વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
 ઓપરેશન દરમિયાન એક જગ્યાએ સંતાડીને રાખવામાં આવેલાં હથિયાર કબજે લેવામાં આવ્યાં હતાં. ઘટનાસ્થળેથી આઈડી, બે એકે મેગેઝિન, 32 કારતૂસ તથા અન્ય વસ્તુઓ કબજે લેવામાં આવી છે.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: terrorist held with 1 pistol and 2 grandes from pulwama
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext