Home »National News »Latest News »National» Hawildar Commit Suicide At Delhi Territorial Headquarters

દિલ્હી: ટેરિટોરિયલ આર્મીના મુખ્યાલયે હવલદારનો ગોળી મારી આપઘાત

divyabhaskar.com | Feb 14, 2017, 12:58 PM IST

  • દિલ્હી: ટેરિટોરિયલ આર્મીના મુખ્યાલયે હવલદારનો ગોળી મારી આપઘાત,  national news in gujarati
નવી દિલ્હી : ટેરિટોરિયલ આર્મીના મુખ્યાલય ખાતે તહેનાત હવલદારે ખુદને ગોળી મારી આત્મહત્યા કરી હતી. જેના કારણે મુખ્યાલયમાં દોડધામ મચી ગઈ હતી. 

મળતી માહિતી પ્રમાણે, શેરશાહ રોડ પર ટેરિટોરિયલ આર્મીનું મુખ્યાલય આવેલું છે. જ્યાં હવલદાર સુનિલ પટોલેએ  તહેનાત હતો. સુનિલે મરાઠીમાં સુસાઈડ નોટ લખી પોતાની સર્વિસ રાયફલથી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે માહિતી મળતા મુખ્યાલયમાં દોડધામ મચી ગઈ હતી. 

ઘટના અંગે માહિતી મળતા દિલ્હી પોલીસની એક ટૂકડી તપાસ માટે ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ કરતાં મરાઠી ભાષામાં લખાયેલી સુનિલની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં સુનિલે કહ્યું હતું કે, તે પારીવારિક ઝગડાઓને કારણે આત્મહત્યા કરી રહ્યો છે. 

શું છે ટેરિટોરિયલ આર્મી?

વર્ષ 2017માં અંગ્રેજોના સમય દરમિયાન ટેરિટોરિયલ આર્મીની સ્થાપના કરવામાં આવી હતી. જેને સેના પછી સેકન્ડ લાઈન ઓફ ડિફેન્સ માનવામાં આવે છે. તે સમગ્ર ભારતમાં પાંચ ઝોનમાં વહેંચાયેલી છે અને તેના લગભગ બે  લાખ સૈનિક હોવાનું મનાય છે. 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hawildar commit suicide at Delhi Territorial Headquarters
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext