Home »National News »Photo Feature» Police Arrested Accused Teacher As Student Gave Birth To Baby Girl

પોતાની સ્ટુડન્ટ સાથે લગ્ન કરવા માગતો હતો શિક્ષક, પત્ની માની માણતો સંબંધ

divyabhaskar.com | Feb 11, 2017, 00:05 AM IST

  • સતત કાઉન્સેલીંગ બાદ પીડિતાએ સ્વીકાર્યું કે, તેના શિક્ષક જ તેના બાળકનો પિતા છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશના સત્ના જીલ્લાની 10માં ધોરણ સુધી અભ્યાસ કરનારી એક સ્ટુડન્ટના માતા બનવા પાછળ ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટુડન્ટ અગાઉ ભૂત-જીનને પોતાની સાથે સંબંધ માણવાની વાતો કરતી હતી. જોકે સતત કાઉન્સેલીંગ બાદ તેણે સ્વીકાર્યું કે, તેના શિક્ષક જ તેના બાળકનો પિતા છે.
 
પત્ની છોડી ગઈ તો સ્ટુડન્ટ પાછળ પડ્યો શિક્ષક...

- પીડિત સ્ટુડન્ટ અગાઉ પોલીસ અને અન્ય એમ જ જણાવતી રહી કે તેની સાથે એક જીન(ભૂત)એ શારીરિક સંબંધો માણ્યા હતા અને તે તેનો પીછો છોડતો નથી.
- પીડિતાએ 30 જાન્યુઆરીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. 
- પીડિતાના ભૂતવાળા નિવેદનને કારણે પોલીસ પહેલા આરોપી અંગે જાણી શકી નહોતી. જોકે મહિલા એસઆઈ રીના પ્રભારીએ તેનું સતત કાઉન્સેલીંગ કરાવ્યું ત્યારે પીડિતાએ શિક્ષકનું નામ જણાવ્યું હતું.
- આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.
- આરોપી શિક્ષક ભાગીરથ અહિરવાર (36) પીડિતાના ગામમાં 16 વર્ષથી શિક્ષક છે. તે પીડિતાના વિસ્તારમાં જ રહેતો હતો. આરોપીની પત્નીએ તેને છોડી દીધો છે.
- પત્નીના ગયા બાદ આરોપી શિક્ષક સ્કૂલમાં પીડિતાના સંપર્કમાં આવ્યો. જોકે પીડિતાએ 10મું પાસ કર્યા બાદ સ્કૂલ છોડી દીધી હતી.
- આરોપી પીડિતાના પ્રેમમાં પડ્યો હતો. તેની સાથે લગ્ન કરવા માગતો હતો. બીજી તરફ પીડિતા આરોપીને બચાવવા માગતી હોવાથી ભૂત-પ્રેતની કહાણી ઘડી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો......................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police Arrested Accused Teacher As Student Gave Birth To Baby Girl
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext