Home »National News »Latest News »National» TCS IT Professional Committed Suicide

પુણે: TCSના IT પ્રોફેશનલે ખાધો ફાંસો, ગાળિયો બનાવી મિત્રને મોકલી સેલ્ફી

divyabhaskar.com | Feb 04, 2017, 12:37 PM IST

  • અભિષેક કાનપુરનો રહેવાસી હતો. તે 8-9 મહિના પહેલા જ ટીસીએસમાં જોડાયો હતો. (પ્રતીકાત્મક તસવીર)
પુણે: ટીસીએસના (TCS) ના એક આઇટી પ્રોફેશનલ અભિષેક કુમારે પંખા સાથે ફાંસો લગાવીને આત્મહત્યા કરી. આત્મહત્યા પહેલા તેણે ચાદરનો ગાળિયો બનાવીને એક સેલ્ફી લીધી અને તેના મિત્રને પણ મોકલી. અભિષેકે જ્યારે આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે બીજા રૂમમાં તેના મિત્રો હાજર હતા.
 
મિત્રો સાથે રહેતો હતો
 
- 23 વર્ષનો અભિષેકકુમાર આઇટી પાર્કની સંગરિયા મેગાપોલિસ સોસાયટી સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ) માં કામ કરતો હતો.
- ગુરુવારે તેણે સવારે લગભગ 11.30 વાગે પંખા પર લટકીને ફાંસો ખાઇ લીધો. પોલીસે જણાવ્યું કે અભિષેકનું આત્મહત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી.
- પોલીસે જણાવ્યું કે અભિષેક કાનપુરનો રહેવાસી હતો. તે 8-9 મહિના પહેલા જ ટીસીએસમાં જોડાયો હતો.
- અભિષેક સંગરિયા મેગાપોલિસ સોસાયટીના એક ફ્લેટમાં મિત્રો સાથે રહેતો હતો. જ્યારે તેણે ફાંસો ખાધો ત્યારે તેના ત્રણ મિત્રો ફ્લેટના બાજુના રૂમમાં હતા.
 
મિત્રને મોકલ્યો ફોટો
 
- અભિષેકના એક મિત્રએ તેના રૂમમેટને ફોન કરીને જણાવ્યું કે અભિષેક આત્મહત્યા કરવા જઇ રહ્યો છે.
- ત્યારબાદ રૂમમેટ તેના રૂમમાં બારી દ્વારા દાખલ થયો. તેણે ત્યાં અભિષેકને પંખા પર લટકેલો જોયો.  
- તે પછી અભિષેકને પંખા પરથી ઉતારીને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
- પોલીસના જણવ્યા પ્રમાણે, આત્મહત્યા પહેલા અભિષેકે ફાંસીના ફંદાનો ફોટો તેના મિત્રને વ્હોટ્સએપ પર મોકલ્યો હતો.
- પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. હાલમાં પોલીસ તેના મિત્રો અને તેની ઑફિસના લોકોની પૂછપરછ કરી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: TCS IT professional committed suicide
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended