Home »National News »Latest News »National» Jaitley Presents Election Oriented Budget,

જેટલીનું ચૂંટણીલક્ષી બજેટ, રૂ. 2.5થી રૂ. 5 લાખની આવક પર માત્ર 5% ટેક્સ

divyabhaskar.com | Feb 01, 2017, 15:42 PM IST

  • જેટલીનું ચૂંટણીલક્ષી બજેટ, રૂ. 2.5થી રૂ. 5 લાખની આવક પર માત્ર 5% ટેક્સ,  national news in gujarati
નવી દિલ્હી :નાણાપ્રધાન અરૂણ જેટલીએ બુધવારે ચોથી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. અપેક્ષા પ્રમાણે, જ આ બજેટ ચૂંટણીલક્ષી અને મધ્યમ વર્ગને રાહત આપનારું રહ્યું હતું. રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ સુધીની આવક ધરાવનારાઓ પર માત્ર 5 ટકા ટેક્સ લાગશે. જે પહેલા 10% હતો.
 
કરવેરાની જોગવાઈઓ 

- રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ સુધીની આવક ધરાવનારાઓ પર પાંચ ટકા ટેક્સ લાગશે. અગાઉ આ દર દસ ટકા હતો. 
- 80Cની જોગવાઈઓને ગણવામાં આવે તો રૂ. 4.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 
- રૂ. ત્રણ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં. 
- આ જોગવાઈથી સરકારની આવકમાં રૂ. પંદર હજાર કરોડનો ઘટાડો અંદાજવામાં આવ્યો છે. 
- કુલ 3.7 કરોડ કરદાતાઓમાંથી માત્ર 99 લાખ કરદાતાઓએ તેમની આવક કરપાત્ર હોવાનું જણાવ્યું હતું. 
- રૂ. 50 લાખથી રૂ. એક કરોડની આવક ધરાવનારાઓ પર 10 ટકા સરચાર્જ લાગશે. 
- રૂ. એક કરોડથી વધુની આવક ધરાવનરાઓ પર 15 ટકા સરચાર્જ લાગશે. 
- રૂ. ત્રણ લાખથી વધુના વ્યવહારો રોકડમાં નહીં કરી શકાય. 

ડિમોનિટાઈઝેશનથી કર વ્યાપ વધશે 
 
અરૂણ જેટલીએ કહ્યું હતું કે, ડિમોનિટાઈઝેશનનો એક હેતુ કરજાળનો વ્યાપ વધારવાનો હતો. જે સિદ્ધ થતો જણાય છે. પર્સનલ ઈન્ક્મ ટેક્સમાં 34 ટકાનો જંગી વધારો નોંધાયો છે. 
 
અપેક્ષા પ્રમાણેની રાહતો 

- ડિમોનિટાઈઝેશનને કારણે મધ્યમ વર્ગને સૌથી વધુ ભોગવવાનું થયું હતું. છતાં આ વર્ગે સરકારના પગલાને સમર્થન આપ્યું હતું. 
- આથી, આ વર્ગને ખુશ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલા લેવામાં આવશે તે અપેક્ષિત હતું. 
- આ રાહતોને કારણે આગામી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને લાભ થશે તેવું માનવામાં આવે છે. 
- કેન્દ્રીય ચૂંટણી પંચે મોદી સરકારને બજેટ રજૂ કરવાની છૂટ આપી હતી, પરંતુ આ રાજ્યો માટે કોઈ વિશેષ યોજનાની જાહેરાત ન કરવા સૂચના આપી હતી. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jaitley presents election oriented budget,
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext