Home »National News »Latest News »National» Railway Track Blasted Varansi-Sealdah Express Target

વારાણસી-સિયાલદહ એક્સ.ને ટાર્ગેટ કરી ટ્રેક ઉડાવાયો, સેંકડો મુસાફરનો બચાવ

divyabhaskar.com | Feb 06, 2017, 15:11 PM IST

  • લો-ઈન્ટેન્સિટી બ્લાસ્ટને કારણે ટ્રેકને નુકસાન થયું હતું.
દાનાપુર:સોમવારે ભારતીય રેલવે પરથી મોટી ઘાત ટળી હતી. વારાણસી-સિયાલદહ એક્સપ્રેસને પાટા પરથી ઉતારી દેવાના ઈરાદે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પરંતુ આ અંગે સમયસર જાણ થઈ જતાં સેંકડો મુસાફરોનો બચાવ થયો હતો. 

મળતી માહિતી પ્રમાણે, બક્સ-બારુના ડાઉન લાઈન પર બપોરે વિસ્ફોટ થયો હતો. વારાણસી-સિયાલદહ (13134) તથા 12487 સીમાંચલ એક્પ્રેસ અહીંથી પસાર થવાની હતી. જેને ટ્રેક પરથી ઉતારી દેવાના ઈરાદે આ વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાની શંકા છે. 

જોકે, આ અંગે સમયસર જાણ થઈ જતાં સેંકડો મુસાફરોના જીવ બચાવી શકાયા હતા. આ અંગે રેલવે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ રેલવેના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અગાઉના કિસ્સાઓને જોતાં આ પ્રકરણની તપાસ પણ NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપવામાં આવે તેવી શક્યતા છે. 

શા માટે દાનાપુર ડિવિઝન હશે ટાર્ગેટ પર?

દાનાપુર ડિવિઝન એ બિહાર અને ઉત્તર પ્રદેશની હદ વચ્ચે આવેલું છે. આથી, અસામાજિક તત્વો હદની અવઢવને કારણે અહીં સક્રિય જણાય છે. 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Railway track blasted Varansi-Sealdah express target
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended