Home »National News »Latest News »National» Shashikala Reached Resort To Meet MLAs And A Minister Joined Pannirselvam Group

શશિકલાએ ગવર્નરને લખ્યો પત્ર, કહ્યું, 7 દિવસ વીતી ગયા, જલ્દી ફેંસલો કરો

divyabhaskar.com | Feb 11, 2017, 16:41 PM IST

  • જણાવવામાં આવી રહ્યું છે કે ગવર્નર, આવક કરતા વધુ સંપત્તિના મામલામાં શશિકલા પર આવનારા સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઇ રહ્યા છે.
ચેન્નઈ. એઆઈએડીએમકેના નજરલ સેક્રેટરી વીકે શશિકલાએ ગવર્નરને પત્ર લખીને મળવાનો સમય માંગ્યો છે. તેમણે પત્રમાં કહ્યું છે, "મને ધારાસભ્યોના જૂથના નેતા તરીકે ચૂંટાયે અને પન્નીરસેલ્વમના રાજીનામું આપ્યાને 7 દિવસ ઇ ચૂક્યા છે. એટલે તમે તમિલનાડુના હિતમાં જલ્દીથી ફેંલસો લો." નટરાજન શનિવારે કવૂથરના ગોલ્ડન બે રિસોર્ટમાં ધારાસભ્યોને મળવા પણ પહોંચી. ધારાસભ્યોને અહીંયા બંધક બનાવાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શશિકલાને વધુ એક ફટકો લાગ્યો છે. રાજ્યના એજ્યુકેશન મિનિસ્ટર કે. પાંડિરાજન શનિવારે પન્નીરસેલ્વમ જૂથમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે પન્નીરસેસલ્વમનું રાજીનામું લઈ લેવામાં આવ્યા બાદ બળવો કર્યા પછી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
 
પાંડિરાજને આ માટે બદલ્યું જૂથ
 
-પાંડિરાજને કહ્યું કે વોર્ટસની વાત સાંભળ્યા બાદ તેણે જૂથ બદલી કરી છે.
- આ પહેલાં સાંસદ અશોક કુમાર અને પીઆર સુંદરમ પણ પન્નીરસેલ્વમના સપોર્ટમાં આવ્યા હતા.
- તે અગાઉ રાજ્યસભાના સભ્ય વી મૈત્રેયન પણ પન્નીરસેલ્વમ જૂથમાં જોડાઈ ગયા હતા.
 
શશિકલાએ ગવર્નરને લખ્યો લેટર
 
- શશિકલાએ ગવર્નર સી વિદ્યાસાગર રાવને લેટર લખીને શપથ ગ્રહણ સમારોહમાં વિલંબ બદલ સવાલ ઉઠાવ્યો છે.
- તેણે લખ્યું છે, 9 ફેબ્રુઆરીએ મેં સીનિયર મિનિસ્ટર્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવી. જે બાદ સરકાર બનાવવાનો દાવો પણ કરવામાં આવ્યો.
- પન્નીરસેલ્વમે રાજીનામું આપ્યાને 7 દિવસ થઈ ગયા છે. તમે તેનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.
-  તેથી બંધારણની ગરિમા બચાવવા અને લોકતંત્ર તથા તામિલનાડુના હિતમાં બને જલ્દી ફેંસલો કરો.
 
ગવર્નર લઈ રહ્યા છે સલાહઃ સૂત્ર
 
- ઉલ્લેખનીય છ કે ગવર્નર આ મુદ્દે બંધારણના એકસપર્ટની સલાહ લઈ રહ્યા છે.
- શુક્રવારે રાત્રે તેઓ વિપક્ષના નેતા એમકે સ્ટાલિન પણ મળ્યા હતા.
- સૂત્રો મુજબ ગર્વનરને આવકથી વધારે સંપત્તિના મુદ્દે શશિકલા પર આવનારા સુપ્રીમ કોર્ટના ફેંસલાની રાહ છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shashikala reached resort to meet MLAs and a minister joined Pannirselvam group
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext